________________
૨૫૪
આગમ કથાનુયોગ-૩
રમણીય એવા વૃક્ષ, સરોવર, શિખર યુક્ત અમરગિરિ પર પધારી ત્યાં શિલાતલ પર પાંચેયે પાર્થિવદેહ સ્થિતિ જાણીને ત્યાં અનશન કરી કાયોત્સર્ગભાવે સ્થિત રહ્યા. ત્યાંજ કાળધર્મ પામ્યા. પામીને પાંચે અપરાજિત નામના અનુત્તર વિમાને દેવ થયા.
અપરાજિત વિમાનથી ઍવીને તે પાંચે શેષ (કર્મ) શત્રુના દમનને માટે આ ભારત વર્ષક્ષેત્રમાં પાંડુ રાજાના પુત્રરૂપે જમ્યા. તે પાંચેના નામ યુધિષ્ઠિર, ભીમસેન, અર્જુન, નકુલ અને સહદેવ હતા. (જો કે સુરતિક આદિ જ અનુક્રમે યુધિષ્ઠિર થયા તેમ સુનિશ્ચિત નથી પણ સુરતિક આદિ પાંચે જ પાંચ પાંડવ થયા તેમ મરણસમાધિ પયત્રામાં સ્પષ્ટ લખેલ છે.) ૦ પાંચ પાંડવ કથાનો સંદર્ભ :
કાળક્રમે પાંચે પાંડવો યુવાવસ્થાને પામ્યા.
– ત્યારે દ્રુપદ રાજાએ બીજા દૂતને બોલાવીને કહ્યું, હે દેવાનુપ્રિય ! તમે હસ્તિનાપુર નગરે જાઓ. ત્યાં તમે પુત્રો સહિત પાંડુ રાજાને - તેમના પુત્ર યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ અને સહદેવને ––૪–૪– યાવત્ - દ્રૌપદીની સ્વયંવરમાં પધારવા નિમંત્રણ આપો. – યાવત્ – તેઓ સ્વયંવર મંડપમાં પધાર્યા. મંડપમાં પ્રવેશીને પૃથપૃથક્ પોતપોતાના નામોથી અંકિત આસને બેઠા, રાજવર કન્યા દૌપદીની પ્રતીક્ષા કરવા લાગ્યા -૪ – ૮ – ૮ – ત્યારપછી રાજવરકન્યા દ્રૌપદી અનેક સહસ્ત્ર શ્રેષ્ઠ રાજાઓની મધ્યમાં થઈને, તેનું અતિક્રમણ કરતી–કરતી પૂર્વકૃત્ નિદાનથી પ્રેરાઈને જ્યાં પાંચ પાંડવ હતા ત્યાં આવી. તેણીએ પાંચ પાંડવોને પંચરંગી ફૂલોની માળા શ્રી દામકાંડને ચારે તરફથી વેષ્ટિત કરીને કહ્યું, મેં આ પાંચે પાંડવોનું વરણ કર્યું છે. (પતિરૂપે પસંદ કર્યા છે.)
(અહીંથી આરંભીને દ્રૌપદીનું અપહરણ, અપરકંકા નગરીથી તેને પાછી લાવવી, પાંડવોને દેશનિકાલ કરવો, તેમને પાંડુસેન પુત્ર થયો, પાંચે એ દીક્ષા લેવી ઇત્યાદિ સમગ્ર કથા દ્રૌપદીની કથાથી જાણી લેવી. કથા જુઓ – “દ્રૌપદી").
દ્રૌપદી કથાનકથી કંઈક મિત્ર કે વિશેષ કથા મરણ સમાધિમાં છે તે આ પ્રમાણે–
પાંચે પાંડવોએ જ્યારે કૃષ્ણ વાસુદેવના મરણના દુઃસહ સમાચાર સાંભળ્યા. તેઓને આ સમાચાર સાંભળી અત્યંત દુ:ખ ઉત્પન્ન થયું. તીવ્ર સંવેગ ઉત્પન્ન થયો. તેઓએ વિખ્યાત કીર્તિવાળા સુસ્થિત સ્થવિર પાસે દીક્ષા અંગીકાર કરી. (અહીં નાયાધમકહાઓમાં ધર્મઘોષ સ્થવિર પાસે દીક્ષા અંગીકાર કરી તેવો ઉલ્લેખ છે.)
ત્યારપછી યુધિષ્ઠિરમુનિ ચૌદ પૂર્વેના જ્ઞાતા થયા અને બાકીના ચારે (ભીમ, અર્જુન આદિ મુનિ) અગિયાર અંગના જ્ઞાતા થયા. (નાયાધમ્મકહા–માં પાંચે ચૌદપૂર્વી થયા તેવો ઉલ્લેખ છે.) ગુરુની નિશ્રામાં વિચારવા લાગ્યા અને જીવલોકમાં યશનો પડહ વગડાવ્યો (મહાયશના ભાગી થયા) એ પ્રમાણે વિધિપૂર્વક વિચરણ કરતા અનુક્રમે સૌરાષ્ટ્રમાં પધાર્યા. ત્યાં અરિષ્ટનેમિ જિનનું નિર્વાણ થયાનું સાંભળી ભક્ત પરિજ્ઞા અનશન સ્વીકાર્યું.
એ પાંચમાં ભીમસેન ઘોર અભિગ્રહધારી થયેલા. તેણે એક વખત એવો અભિગ્રહ ધારણ કરેલો કે ભાલાની અણીએ ગ્રહણ કરેલ ભિક્ષા કોઈ વહોરાવે તો પારણું કરવું. પૂર્વકૃત્ કોઈ વિરાધનાને કારણે વ્યંતર કૃત્મહાઉપસર્ગ તેણે સહન કરેલ હતો. સંપૂર્ણ બે માસ સુધી વ્યંતરકૃત્ ઉપસર્ગ ભીમે સમ્યફવૃતિરૂપી કવચબદ્ધ થઈને સહ્યો. તે પરિનિર્વાણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org