________________
શ્રમણ કથાઓ
૨૩૧
ઉપેક્ષા અને ઉદાસીન ભાવપૂર્વક મૌન રહીને, પીઠ ફેરવીને બેસી ગઈ.
ત્યારે ધન્ય સાર્થવાહે ભદ્રા ભાર્યાને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયા ! ક્યા કારણે તને મારા આવવાથી સંતોષ ન થયો ? હર્ષ ન થયો ? આનંદ ન થયો ? જ્યારે મેં આપણા સારભૂત દ્રવ્ય વડે રાજદંડથી મને પોતાને છોડાવેલ છે.
ત્યારે ભદ્રાએ ધન્ય સાર્થવાહને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! મને કઈ રીતે સંતોષ, હર્ષ કે આનંદ થઈ શકે ? જ્યારે તમે મારા પુત્રઘાતક, પુત્ર હણનાર, શત્ર, વૈરી, વિરુદ્ધ કાર્ય કરનારને, તે વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમમાંથી ભાગ આપ્યો.
આ વાત સાંભળીને ધન્ય સાર્થવાહે ભદ્રાભાર્યાને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયા! મેં ધર્મ સમજીને, તપ સમજીને, ઉપકારનો બદલો સમજીને, લોકયાત્રા સમજીને, ન્યાય સમજીને, સહચર સમજીને, સહાયક સમજીને અથવા સુહદ સમજીને વિજય ચોરને આ વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમમાંથી સંવિભાગ નહોતો કર્યો. પણ ફક્ત દેહ ચિંતાર્થે અર્થાત્ મળ-મૂત્ર નિવારણાર્થે જ સંવિભાગ કરેલ.
ધન્ય સાર્થવાહ પાસેથી આ વાત સાંભળીને ભદ્રા સાર્થવાહી હર્ષિત થઈ, સંતુષ્ટ થઈ આનંદિત ચિત્ત થઈ – યાવત્ – હર્ષના વશથી વિકસિત હૃદયવાળી થઈને પોતાના આસનેથી ઉઠી, ઉઠીને તેણીએ ગળે લગાડીને ક્ષેમકુશળ પૂછયા. ત્યારપછી સ્નાન કર્યું, બલિકર્મ કર્યું, કૌતુક, મંગલ, પ્રાયશ્ચિત્ત કર્યા અને વિપુલ ભોગોપભોગ ભોગવતી સમય વ્યતીત કરવા લાગી. ૦ વિજય ચોરની ગતિ :
ત્યારપછી તે વિજય ચોર કારાગારમાં વધ, બંધ, ચાબુકોના પ્રહાર, કશપ્રહાર, છિવપ્રહાર, લતાહાર અને ભૂખ-તરસ વડે પીડિત થઈને મૃત્યુના અવસરે કાળ કરીને નરકમાં નારકરૂપે ઉત્પન્ન થયો. નરકમાં ઉત્પન્ન થયેલો તે કાળો અને અત્યંત કાળો દેખાતો હતો. ગંભીર, લોમહર્ષક, ભયજનક, ત્રાસજનક અને વર્ણથી પણ અત્યધિક કાળો હતો.
તે નરકમાં સદેવ ભયભીત, ત્રસ્ત અને સંદેવ ગભરાતો એવો, સદેવ અત્યંત અશુભ નરકગતિ સંબંધિ વેદનાનો અનુભવ કરતો એવો સમય વિતાવી રહ્યો હતો.
તે આ નરકમાંથી નીકળીને અનાદિ અનંત દીર્ધમાર્ગવાળા ચતુર્ગતિરૂપ સંસાર કાંતારમાં ભટકતો રહેશે. ૦ વિજય ચોર કથાનકનો નિષ્કર્ષ :
આ પ્રમાણે હે જંબૂ! (સુધર્મા સ્વામીએ સ્વ શિષ્યને સંબોધીને કહ્યું-) આ પ્રમાણે આપણા જે નિગ્રંથ કે નિર્ગથી આચાર્ય કે ઉપાધ્યાય પાસે મુંડિત થઈને આનગારિક પ્રવજ્યાને અંગીકાર કરીને વિપુલ મણિ, મોતી, ધન, કનક અને સારભૂત રત્નોમાં લુબ્ધ થાય છે, તેની દશા વિજયચોર જેવી થાય છે. ૦ ધન્યની પ્રવજ્યા :
તે કાળ, તે સમય જાતિસંપન્ન – યાવત્ – પૂર્વાનુપૂર્વી ક્રમે ચાલતા, રામાનુગ્રામ વિચરતા અને સુખપૂર્વક વિહાર કરતા ધર્મઘોષ નામના સ્થવિર ભગવંત જ્યાં રાજગૃહનગર હતું, જ્યાં ગુણશીલ ચૈત્ય હતું, ત્યાં આવ્યા, આવીને સાધુ-ઉચિત અવગ્રહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org