________________
૨ ૩૦
આગમ કથાનુયોગ-૩
થયો અને સહસ્રરશ્મિ દિનકરનો જાજ્વલ્યમાન તેજ સહિત પ્રકાશિત થયો ત્યારે વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ ભોજન તૈયાર કર્યું – યાવત્ – ધન્ય સાર્થવાહને વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ભોજન પીરસ્યું.
ત્યારે ધન્ય સાર્થવાહે વિજય ચોરને તે વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ભોજનમાંથી ભાગ આપ્યો. ૦ ભદ્રાનો કોપ તથા ધન્યની મુક્તિ :
ત્યારપછી ધન્ય સાથવા પંથક દાસચેટકને રવાના કર્યો. પંથક ભોજનની પેટીને લઈને કારાગારથી બહાર નીકળ્યો. નીકળીને રાજગૃહ નગરની વચ્ચોવચ્ચ થઈને, જ્યાં તેનું ઘર હતું, જ્યાં ભદ્રા સાર્થવાહી હતા, ત્યાં આવ્યો. આવીને ભદ્રા સાર્થવાહીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયા ! ધન્ય સાર્થવાહે તમારા પુત્ર ઘાતક, પુત્રમારક, શત્ર, વૈરી અને પ્રતિકૂળ આચરણ કરનારા દુશ્મનને તે વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમમાંથી ભાગ આપ્યો.
ત્યારે તે ભદ્રા સાર્થવાહી પંથક દાસચેટક પાસેથી આ વાતને સાંભળીને ક્રોધથી સળગી ઉઠી, રોષાયમાન, કોપાયમાન, ચંડિકાવત્, રૌદ્ર થઈને દાંતોને કચકચાવતી ધન્ય સાર્થવાહ પર દ્વેષ કરવા લાગી.
ત્યારપછી તે ધન્ય સાર્થવાહ કોઈ સમયે મિત્ર, જ્ઞાતિ, નિજક, સ્વજન, સંબંધી અને પરિવારના લોકો દ્વારા પોતાના સારભૂત અર્થ થકી દંડ ચૂકવાઈ જવાથી રાજદંડથી મુક્ત થયો. મુક્ત થઈને કારગારથી બહાર નીકળ્યો. નીકળીને જ્યાં આલંકારિક સભા હતા. ત્યાં પહોંચ્યો, પહોંચીને આલંકારિક કર્મ કરાવ્યું. પછી જ્યાં પુષ્કરિણી હતી ત્યાં આવ્યો, આવીને નીચેથી ધોવાની માટી લીધી. પુષ્કરિણીમાં પ્રવેશ કર્યો. પાણી વડે મજ્જન કર્યું. સ્નાન કર્યું. બલિકર્મ કર્યું. કૌતુક મંગલ પ્રાયશ્ચિત્ત કર્યું અને અલંકારો વડે વિભૂષિત થઈને રાજગૃહનગરમાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને રાજગૃહ નગરની મધ્યમાંથી થઈને જ્યાં પોતાનું ઘર હતું, ત્યાં જવાને માટે રવાના થયો. ૦ ધન્યનું સન્માન અને ભદ્રાના કોપનું ઉપશમન :
ત્યારપછી ધન્ય સાર્થવાહને આવતો જોઈને રાજગૃહ નગરના ઘણાં નાગરિકો, વેપારીઓ, શ્રેષ્ઠીજનો અને સાર્થવાહ આદિઓ તેનો આદર કર્યો. તેનું કુશળ–ક્ષેમ પૂછયું, તેના સત્કાર સન્માન કર્યા. ઊભા થઈને માન આપ્યું અને શરીરનું કુશળ પૂછયું.
ત્યારપછી તે ધન્ય સાર્થવાહ પોતાને ઘેર પહોંચ્યો, ત્યાં જે બહારની સભા હતી. જેમકે – પૃષ્ય, ભૂતક, વ્યાપારમાં ભાગીદાર, તેઓએ પણ ધન્ય સાર્થવાહને આવતા જોયો ત્યારે પગમાં પડીને, નમન કરીને, ક્ષેમકુશળ પૂછયા.
ત્યાં જે અત્યંતર સભા હતી. જેમકે – માતા, પિતા, ભાઈ, બહેન આદિ. તેઓએ પણ ધન્ય સાર્થવાહને આવતો જોયો. જોઈને તેઓ પોતપોતાના આસનેથી ઊભા થયા, ઊભા થઈને ગળે મળીને, આલીંગન આપીને હર્ષના આંસુ વહાવ્યા.
ત્યારપછી તે ધન્ય સાર્થવાહ ભદ્રાભાર્યાની પાસે પહોંચ્યો. ત્યારે ભદ્રાએ ધન્ય સાર્થવાહને પોતાની તરફ આવતો જોયો, જોઈને તેણે આદર ન કર્યો, ધ્યાન ન આપ્યું, પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org