________________
૨૪૦
આગમ કથાનુયોગ-૩
– ગભરાઈ ગયો.
એ રીતે જ્યારે ચિલાત સંસમાનું વહન કરવા સમર્થ ન થયો અને ધન્ય સાર્થવાહ આદિ છએને અત્યંત નજીક આવી ગયેલા જાણ્યા ત્યારે તેમજ બીજા કોઈ ઉપાય ન દેખાતા તેણે નીલકમલ સમાન, ભેંસના શીંગડા સમાન, અલસીના ફૂલ સમાન, પ્રભાવાળી, તીક્ષ્ણ ધારવાળી તલવાર હાથમાં લીધી, હાથમાં લઈને સુસુમા દારિકાનું ઉત્તમાંગ – મસ્તક છેદી નાંખ્યું. છેદીને તેનું માથું લઈને અગ્રામિક અટવીમાં ઘુસી ગયો. ધડને ત્યાંજ ફેંકી દીધુ.
( અહીંથી ચિલાતીપુત્રની કથાનું નિરૂપણ બે ભિન્ન ભિન્ન સ્વરૂપે જોવા મળે છે–) (૧) નાયાધમ્મકહા – ૨૦૮ થી ૨૧૧ – મૃત્યુ પામ્યો.
(૨) આવ નિર્યુક્તિ - ૮૭૧ થી ૮૭૬ + વૃત્તિ. કથા આગળ વધે છે – મરીને ચિલાતીપુત્ર દેવલોકમાં જાય છે.
(૩) આવ જેવો જ મત નાયાધમ્મકહા સિવાયના બધાં સંદર્ભ ગ્રંથોનો છે.
* નાયાધમ્મકહાના વૃત્તિકાર અભયદેવસૂરિજી કહે છે કે આ બંને વાતમાં વિરોધ ન સમજવો – ન વિરોધ: સમવનલ:” – નાયા. સૂત્ર – ૨૧૧ની વૃત્તિ) ૦ નાથવા મુજબ :
ત્યારપછી તે ચિલાત તે અગ્રામિક અટવીમાં ભૂખ અને તરસથી પીડાઈને માર્ગ ભૂલી ગયો અને સિંહગુફા ચોરપલી સુધી પહોંચ્યા પહેલાં જ માર્ગમાં જ મૃત્યુ પામ્યો. ૦ ચિલાત કથા નિષ્કર્ષ :
આ પ્રમાણે તે આયુષ્યમાન્ શ્રમણો ! આપણા જે નિગ્રંથ કે નિર્ગથી આચાર્ય કે ઉપાધ્યાય પાસે મુંડ થઈને ગૃહવાસનો ત્યાગ કરી અનગાર પ્રવજ્યા અંગીકાર કરીને વમનને વહાવનાર, પિત્તને વહાવનાર, કફને વહાવનાર, શુક્રને વહાવનાર, લોહીને વહાવનાર, દુસ્સહ–ઉચ્છવાસ, નિઃશ્વાસવાળા, દુર્ગધયુક્ત મૂત્ર, મળ, રસી વડે પરિપૂર્ણ, વિષ્ઠા, મૂત્ર, શ્લેષ્મ, નાકનો મેલ, વમન, પિત્ત, શુક્ર, શોણિત વડે ઉત્પન્ન થનાર, અધ્રુવ અનિત્ય, અશાશ્વત, સદન, ગલન, વિધ્વંસન ધર્મયુક્ત અને પછી કે પહેલા અવશ્ય છૂટનારા એવા આ ઔદારિક શરીરના વર્ણ, રૂ૫, બળ અને વિષય પ્રાપ્તિના નિમિત્તે આહાર કરે છે–
તેઓ આ લોકમાં ઘણાં જ શ્રમણો, શ્રમણિઓ, શ્રાવકો અને શ્રાવિકાઓની અવહેલનાના પાત્ર બને છે – યાવતું – ચતુર્ગતિરૂપ સંસાર કાંતારમાં પરિભ્રમણ કરે છે, ભટકે છે જે રીતે તે ચિલાતતસ્કર (ભટક્યો)
કાવય નિવૃિત્તિ મુજબ :- (આ જ મતના અંશો ભક્તપરિજ્ઞા, સંથારગ, મરણ સમાધિ, વ્યવહારભાષ્ય, જિતકલ્પભાષ્યમાં પણ છે.
તે ચિલાત પુત્ર હાથમાં (સંસમાનું મસ્તક લઈને દિગમૂઢ થઈ ગયો. તેટલામાં તેણે આતાપના લેતા એક સાધુ (ભગવંત)ને જોયા. તેમને ચિલાતે કહ્યું, મને સંક્ષેપમાં ધર્મ કહો. જો તેમ નહીં કરો તો તમારું પણ મસ્તક નીચે પડી જશે. ત્યારે સાધુ ભગવંતે કહ્યું, ઉપશમ, વિવેક, સંવર. ત્યારે ચિલાતિ આ પદોને ગ્રહણ કરીને એકાંતમાં ચિંતવના કરવા લાગ્યો. ઉપશમ અર્થાત્ ક્રોધાદિનું કર્તવ્ય (ઉપશમન). હું કુદ્ધ છું, (મારે ક્રોધનો ત્યાગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org