________________
૨૩૮
મણિ, મોતી, શંખ, પ્રવાલ આદિ તમારું થશે અને સુંસુમા મારી થશે. ત્યારે તે ૫૦૦ ચોરોએ ચિલાતની તે વાત સ્વીકારી.
આગમ કથાનુયોગ-૩
ત્યારપછી તે ચિલાત ચોર સેનાપતિ તે ૫૦૦ ચોરોની સાથે આર્દ્રચર્મ પર બેઠો, બેસીને પછી દિવસના અંતિમ પ્રહરે ૫૦૦ ચોરોની સાથે કવચ ધારણ કરીને તૈયાર થયો. શરાસન પટ્ટીને ખેંચીને બાંધી, ગળાની રક્ષા માટે ત્રૈવેયક બાંધ્યું, શ્રેષ્ઠ વિમલ પ્રતિક ચિહ્ન પટ્ટને ધારણ કર્યું. આયુધ અને પ્રહરણ લીધા, કોમળ ગોમુખી ઢાલ લીધી, તલવાર મ્યાનમાંથી કાઢી, ખભા પર તરકસ ધારણ કર્યું, ધનુષે જીવાયુક્ત કર્યા, બાણ બહાર કાઢ્યા, બર્કી અને ભાલા ઉછળવા લાગ્યા. જંઘા પર ઘંટિકાઓને બાંધીને લટકાવી.
ત્યારપછી કૂચના વાજા વાગ્યા, ચોરો દ્વારા જોરજોરથી સિંહનાદ અને કલકલરવો દ્વારા પ્રભુભિત સમુદ્ર જેવી ગર્જના કરાવા લાગી, એ રીતે તેઓ સિંહગુફા નામની ચોરપલ્લીથી નીકળ્યા. નીકળીને જ્યાં રાજગૃહ નગર હતું, ત્યાં આવ્યા, આવીને રાજગૃહથી બહુ દૂર નહીં, બહુ નજીક નહીં એવા સઘન વનમાં પ્રવેશ્યા, પ્રવેશ કરીને સૂર્યાસ્ત થવાની પ્રતિક્ષા કરવા લાગ્યા.
ત્યારપછી તે ચિલાત ચોર સેનાપતિ અડધી રાતના સમયે જ્યારે બધી બાજુ શાંતિ અને સુમશાન થઈ ગયું ત્યારે ૫૦૦ ચોરોની સાથે કોમળ ગોમુખી ઢાલને છાતી સાથે બાંધીને - યાવત્ - જાંઘ પર બાંધેલી ઘંટિકા લટકાવીને જ્યાં રાજગૃહ નગરનું પૂર્વ દિશાનું દ્વાર હતું ત્યાં પહોંચ્યા, પહોંચીને તેઓએ મશક હાથમાં લીધી, તેમાંથી ખોબામાં પાણી લઈને આચમન કર્યું, સ્વચ્છ થયા, પવિત્ર થયા, પછી તાળું ખોલવાની વિદ્યાનું સ્મરણ કર્યું–
સ્મરણ કરીને રાજગૃહના દ્વારના કમાડો પર પાણી છાંટયું. છાંટીને કમાડોને ઉઘાડી નાંખ્યા, ઉઘાડીને રાજગૃહીમાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને ઊંચા—ઊંચા શબ્દોથી (મોટે મોટેથી) ઉદ્ઘોષણા કરતા આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! હું ચિલાત નામનો ચોરસેનાપતિ ૫૦૦ ચોરોની સાથે સિંહગુફા ચોરપલ્લીથી ધન્ય સાર્થવાહનું ઘર લૂંટવાને માટે અહીં આવ્યો છું. તેથી જેને નવી માતાનું દૂધ પીવાની ઈચ્છા હોય તે મારી સામે આવે. એમ કહીને જ્યાં ધન્ય સાર્થવાહનું ઘર હતું. ત્યાં આવ્યો, આવીને ધન્ય સાર્થવાહના ઘરના દ્વાર ઉઘાડી નાંખ્યા (ત્યાં સર્વેને અવસ્વાપિની નિદ્રા આપી).
ત્યારપછી ધન્ય એ ૫૦૦ ચોરોની સાથે ચિલાત ચોર સેનાપતિ દ્વારા ઘરને લૂંટાતું જોયું તે જોઈને તે ભયભીત, ત્રસ્ત, ડરેલો, ઉદ્વિગ્ર, ભયાક્રાંત થઈ ગયો, તે પોતાના પાંચે પુત્રોની સાથે એકાંત સ્થાને છુપાઈને બેસી ગયો.
ત્યારપછી ચોર સેનાપતિ ચિલાતે ધન્ય સાર્થવાહનું ઘર લૂંટીને ઘણું જ ધન, કનક, રત્ન, મણિ, મોતી, શંખ, શિલા, પ્રવાલ, રક્તરત્ન આદિ સારભૂત ધનસંપત્તિ તથા સુંસુમા પુત્રીને ગ્રહણ કર્યા, કરીને રાજગૃહ નગરની બહાર નીકળ્યો. નીકળીને જ્યાં સિંહગુફા પલ્લી હતી, તે તરફ જવાને માટે પ્રવૃત્ત થયો.
૦ નગર રક્ષકો દ્વારા ચોર નિગ્રહ :–
ત્યારપછી ધન્ય સાર્થવાહ જ્યાં પોતાનું ઘર હતું, ત્યાં આવ્યો, આવીને ઘણું જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org