________________
૨૪૬
આગમ કથાનુયોગ-૩
ત્યારે કંડરીક કુમારે પુંડરીક રાજાના આ કથનનો આદર ન કર્યો, સ્વીકાર ન કર્યો પણ મૌન ઊભો રહ્યો.
ત્યારે તે પુંડરીક રાજા કંડરીક કુમારને ઘણું બધું કહીને, સમજાવીને, વિનંતી કરીને વિષયને અનુકૂળ યુક્તિઓ વડે કહેવા, સમજાવવા, વિનવવા સમર્થ ન થયો ત્યારે વિષયપ્રતિકૂળ અને સંયમમાં ઉગકારી પ્રજ્ઞાપનાથી એમ કહેવા લાગ્યો કે, હે દેવાનુપ્રિય! એ પ્રમાણે ખરેખર ! નિગ્રંથ પ્રવચન સત્ય, અનુત્તર, કેવલિક – યાવત્ – સર્વ દુઃખોનો અંત કરે છે.
- પરંતુ (હે ભાઈ !) આ ધર્મ સર્પની જેમ એકાંત દૃષ્ટિ, ખરની જેમ એકાંત ધારવાલો, લોઢાના જવ ચાવવા જેવો, વાલુકા કણની જેમ નીરસ, ગંગા જેવી મહાનદીના પ્રતિસ્ત્રોત સમાન, મહાસમુદ્રની જેમ તરવો અતિ દુષ્કર, તીક્ષ્ણ, ઉલ્લંઘન કરવો મુશ્કેલ, તલવારની ધાર સમાન વ્રતના આચરણવાળો છે. શ્રમણ નિગ્રંથોને પ્રાણાતિપાત – થાવત્ - મિથ્યાદર્શન શલ્ય કલ્પતા નથી. તેમજ આધાર્મિક, ઔદેશિક, મિશ્રજાત, પૂતિકર્મ ક્રીત. પ્રામિત્ય, આચ્છેિદ્ય, અનિસૃષ્ટ, અભિહત, સ્થાપિત, કાંતારભક્ત, દુર્ભિશભક્ત, ગ્લાનભક્ત, વર્ટલિકાભક્ત, પ્રાદુર્ણકભક્ત, શય્યાતરપિંડ, રાજપિંડ, મૂળ, કંદ, ફળ, બીજ, હરિત ભોજન આદિ ખાવાનો કે લેવાનો પણ નિષેધ હોય છે.
(હે ભાઈ !) તું સુખના સમુદાયમાં ઉછરેલો છે. દુઃખ સમુદય તેં જોયો નથી. (સંયમમાં તો) શીત, ઉષ્ણ, સુધા, પિપાસા, ચોર, વાલ, દંશ, મશક, વાત, પિત્ત, કફ, સંનિપાત જન્ય વિવિધ રોગાતંક, ગ્રામકંટક આદિ બાવીશ પરીષહો–ઉપસર્ગો ઉદીર્ણ થાય તેને સમ્યક્ પ્રકારે સહન કરવા પડે. હું પણ માત્ર પણ તારો વિયોગ સહન કરી શકીશ નહીં. તેથી તું સ્વસ્થપણે અહીં રહે, તું રાજ્યશ્રીનો અનુભવ કરી પછી પ્રવજ્યા ગ્રહણ કર.
ત્યારે તે કંડરીકે આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! તમે જે આ પ્રમાણે કહો છો તે ઠીક છે, પણ, હે દેવાનુપ્રિય ! આ નિગ્રંથ પ્રવચન કુલીબને માટે, કાપુરુષને માટે, કાયરોને માટે આ લોકમાં પ્રતિબદ્ધોને માટે, પરલોકથી પરાં મુખને માટે, વિષયતૃષ્ણા યુક્તને માટે અને સામાન્ય જનને માટે દુરનુચર છે. પરંતુ વીરપુરુષોને માટે. આમાંનું કશું જ દુષ્કર નથી. તેથી હે દેવાનુપ્રિય ! હું – યાવત્ – પ્રવજ્યા ગ્રહણ કરવા માંગુ છું.
ત્યારે તે કંડરીકને પુંડરીક રાજા જ્યારે ઘણું જ કહેવા છતાં, સમજાવવા છતાં, વિનવવા છતાં પણ તેને સમજાવી–બુઝાવી ન શક્યો ત્યારે ઇચ્છા ન હોવા છતાં તેણે કંડરીકને નિષ્ક્રમણને માટે અનુજ્ઞા આપી. તેની વાત સ્વીકારી અને તેનો જમાલિની માફક નિષ્ક્રમણ અભિષેક કર્યો. વિશેષ એટલું જ કે આ અભિષેક પુંડરીક રાજાએ કર્યો – યાવત્ – સ્થવરમુનિને શિષ્ય ભિક્ષા પ્રદાન કરી. ત્યારપછી કંડરીકમુનિ સામાયિકાદિ અગિયાર અંગોના જ્ઞાતા થયા.
ત્યારપછી ઘણાં જ ઉપવાસ, છઠ આદિ તપશ્ચર્યા કરી – વાવ - વિચરણ કરવા લાગ્યા. સ્થવીર ભગવંતો અન્યદા કોઈ સમયે પંડરીકિણી નગરીથી, નલિનીવન ઉદ્યાનથી નીકળ્યા. નીકળીને બહારના જનપદોમાં વિચરવા લાગ્યા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org