________________
શ્રમણ કથાઓ
૨૪૭
૦ કંડરીકને વેદના અને તેની ચિકિત્સા :
અન્ય કોઈ દિવસે તે કંડરીકમુનિ અંત પ્રાંત આહારથી શેલકરાજર્ષિની માફક – થાવત્ – દાહવરથી પીડાતા વિચરવા લાગ્યા.
ત્યારપછી તે વીર ભગવંતો અન્યદા કોઈ દિવસે પુર્વાનુપુર્વી વિહાર કરતા કરતા - યાવત્ – જ્યાં પુંડરીકિણી નગરી હતી. નલિનીવન ઉદ્યાન હતું ત્યાં પધાર્યા અને બિરાજિત થયા. ત્યારે તે પુંડરીક રાજા દર્શન–વંદનાર્થે નીકળ્યા – યાવત્ – તેમની પર્યાપાસના કરવા લાગ્યા. તેણે ધર્મ સાંભળ્યો.
ત્યારપછી પુંડરીકરાજા ધર્મશ્રવણ કરીને જ્યાં કંડરીક અણગાર હતા ત્યાં પધાર્યા. આવીને કંડરીકમુનિને વંદન–નમસ્કાર કર્યા. વંદન–નમસ્કાર કરીને કંડરીક અણગારનું શરીર સર્વ પ્રકારે બાધાયુક્ત અને રોગીષ્ટ જોયું. જોઈને તે સ્થવીર ભગવંતો પાસે આવ્યો. આવીને સ્થવર ભગવંતોને વંદના નમસ્કાર કર્યા કરીને તેણે આ પ્રમાણે કહ્યું–
ભગવન્! હું કંડરીક અણગારની યથાપ્રવૃત્ત ઔષધ, ભેષજ, પાનથી પ્રાસુક અને એષણીય ચિકિત્સા કરાવવા ઇચ્છું છું. તેથી તે ભદંત ! આપ મારી યાનશાળામાં પધારો.
ત્યારે તે સ્થવીર ભગવંતોએ પુંડરીક રાજાની આ વાતને સ્વીકારી, સ્વીકારીને જ્યાં પુંડરીક રાજાની યાનશાળા હતી ત્યાં પધાર્યા અને પ્રાસુક તથા એષણીય પીઠ, ફલક, શય્યા, સંસ્તારક લઈને વિચારવા લાગ્યા.
ત્યારપછી પુંડરીક રાજાએ કંડરીકમુનિને માટે ચિકિત્સકોને બોલાવ્યા. બોલાવીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! આપ કંડરીક અણગારની પ્રાસુક એષણીય ઔષધ, ભૈષજ ભોજનપાન વડે ચિકિત્સા કરો.
ત્યારે પંડરીક રાજાની આજ્ઞાને સાંભળીને હર્ષિત અને સંતુષ્ટ થયા. પછી કંડરીક અણગારની યથાપ્રવૃત્ત ઔષધ, ભેષજ, આહાર, પાન દ્વારા ચિકિત્સા કરવા લાગ્યા. તેમજ તેને મદ્યપાનનો ઉપદેશ આપ્યો.
ત્યારપછી યથાપ્રવૃત્ત ઔષધ, ભેષજ, આહાર, પાનથી અને મદ્યપાનની ચિકિત્સાથી કંડરીકની વ્યાધિ ઉપશાંત થઈ મનોજ્ઞ એવા અશન, પાન, ખાદિમ અને સ્વાદિમનો આહાર કરતા તેનો રોગાતંક શીઘતયા ઉપશાંત થતા તે હૃષ્ટ, પુષ્ટ, નિરોગી અને બળવાનું શરીરવાળા થયા. – યાવત્ – શેલક રાજર્ષિની સમાન – રોગથી મુક્ત થયા પછી પણ તે મનોજ્ઞ એવા અશન, પાન, ખાદિમ, સ્વાદિમમાં મૂર્ણિત થયા – યાવત્ – અધ્યપપન્ન થયા. મદ્યપાનકના આદિ બની ગયા. બહારના જનપદોમાં અભ્યદ્યત વિહારથી વિહરવા સમર્થ ન રહ્યા.
– (તે સમયે કંડરીક તે રોગાતંકથી મુક્ત થવા છતાં પણ તે મનોજ્ઞ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ આહારમાં મૂર્ણિત, વૃદ્ધ, આસક્ત અને તલ્લીન થઈ જવાના કારણે પુંડરીક રાજાને પૂછીને બહારના જનપદોમાં અભ્યત વિહાર કરવામાં સમર્થ ન થઈ શક્યા, પણ ત્યાંજ ઓસન્ન (શિથિલ) થઈ રહેવા લાગ્યા.). ૦ પુંડરીક દ્વારા કંડરીકને પ્રતિબોધ :
ત્યારપછી પુંડરીકરાજાની જાણમાં આ વાત આવી. પછી તેણે સ્નાન કર્યું અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org