________________
૨૪૮
આગમ કથાનુયોગ-૩
અંતઃપુર તથા પરિવારથી પરિવૃત્ત થઈને જ્યાં કંડરીક અણગાર હતા, ત્યાં આવ્યા. આવીને તેણે કંડરીક અણગારને ત્રણ વખત આદક્ષિણ–પ્રદક્ષિણા કરી, કરીને વંદનનમસ્કાર કર્યા. વંદન–નમસ્કાર કરીને આ પ્રમાણે કાં–
હે દેવાનુપ્રિય ! આપ ધન્ય છો, કૃતાર્થ છો, કૃતપુણ્ય છો, કૃતલક્ષણ છો. હે દેવાનુપ્રિય! આપે મનુષ્ય જન્મ અને જીવનનું સુંદર ફળ પ્રાપ્ત કરેલ છે. કેમકે આપે રાજ્ય, રાષ્ટ્ર, કોષ, કોઠાગાર, બળ, વાહન, પુર અને અંતઃપુરનો ત્યાગ કરી પ્રવ્રુજિત થયા છો. હું અધન્ય છું, અકૃતપુણ્ય છું. રાજ્ય – ચાવત્ - અંતઃપુર અને મનુષ્ય સંબંધિ કામભોગોમાં મૂર્ણિત છું – યાવત્ – વિષયાસક્ત છું જેથી પ્રવજિત થવા અસમર્થ છું.
અનેક જાતિ, જરા, મરણ, રોગ, શોક, શારીરિક, માનસિક દુઃખ વેદનાને વશ અને ઉપદ્રવથી અભિભૂત એવા મનુષ્ય ભવમાં ખુપેલો છું. આ સંસાર અધ્રુવ, અનિત્ય, અશાશ્વત, સંધ્યાના રાગ સદશ, પાણીના પરપોટા સમાન, ઘાસના તણખલા પર રહેલ જળબિંદુ સમાન, સ્વપ્નદર્શનની ઉપમાને પામેલ, વિદ્યુલ્લતા સમાન ચંચળ, અનિત્ય, સડણ, પડણ, વિધ્વંસણ ધર્મો અને પહેલા કે પછી જેનો અવશ્ય ત્યાગ કરવા યોગ્ય છે.
– વળી મનુષ્યનું શરીર પણ દુઃખના આયતન રૂ૫ છે. વિવિધ વ્યાધિના નિકેતન રૂપ છે. અસ્થિપિંજરરૂપ છે. શિરાસ્નાયુના જાળરૂપ છે, માટીના ભાંડ સમાન દુર્બલ છે. અશુચિથી સંક્લિષ્ટ છે, અનિષ્ટરૂપ છે, સર્વકાળસંતર્પિત છે. જર–કુણિમ અને જર્જરિત ગૃહ સમાન છે. તેમજ સદણ, પડણ, વિધ્વંસણ, ધર્મયુક્ત છે, પૂર્વે કે પછી અવશ્ય વિપ્રનાશ થવા યોગ્ય છે. માનુષ્ય કામભોગો પણ અશુચિ, અશાશ્વત, વમન, પિત્ત, શ્લેષ્મ, શુક્ર, શોણિતને વહાવનાર છે, મળ, મૂત્ર, શ્લેષ્મ, સિંધાણ, વાત, પિત્ત, મૂત્ર, પરુ, શુક્ર અને લોહીથી ઉદ્ભવેલ છે.
આ શરીર અમનોજ્ઞ એવા મૂત્ર, પૂતિક, વીર્યથી યુક્ત છે, દુર્ગન્ધ ઉચ્છવાસ યુક્ત છે, અશુભ નિશ્વાસથી ભરેલ, બીભત્સ, અલ્પકાલિક, લઘુશક, કલમલ સમાન દુઃખયુક્ત છે. બહુજન સાધારણ, પરિકલેશ-દુખ આદિથી સજ્જ છે. અબુધજનો દ્વારા સેવાયેલ છે. સાધુજનો દ્વારા સદા ગર્ડણીય છે. અનંતસંસાર વર્ધક છે. કટુ ફલ વિપાકી છે, દુઃખના અનુબંધથી ન મુકાતું એવું છે. સિદ્ધિગતિમાં વિઘ્નરૂપ છે. પૂર્વે કે પછી અવશ્ય નાશ પામનાર થવાનું છે. જે કોઈપણ રાજ્ય, હિરણ્ય, સુવર્ણ – યાવત્ – તે પણ અગ્રિસાધિત, ચોર સાધિત, રાજા સાધિત, મૃત્યુ સાધિત, દાતિય સાધિત છે. અધુવ, અનિત્ય, અશાશ્વત છે, પહેલા કે પછી અવશ્ય નાશ પામનાર છે.
એ પ્રમાણે રાજ્ય – યાવત્ - અંતઃપુરમાં અને માનુષી કામજોગોમાં મૂર્ણિત – થાવત્ – વિષયાસક્ત હોવાથી આ બધું છોડીને – યાવત્ – પ્રવજિત થઈ શકતો નથી. તેથી હે દેવાનુપ્રિય ! આપ ધન્ય છો, કૃતાર્થ છો, કૃતપુણ્ય છો, કૃતલક્ષણ છો. આપે મનુષ્ય જીવન અને જન્મનું સુંદર ફળ પ્રાપ્ત કર્યું છે.
ત્યારે તે કંડરીક મુનિ પુંડરીક રાજાને આ પ્રમાણે કહેતા સાંભળીને તેનો આદર ન કર્યો, સ્વીકાર ન કર્યો. પણ મૌનપણે રહ્યા. ત્યારે તે પુંડરીક રાજાએ બીજી વખત, ત્રીજી વખત પણ આ પ્રમાણે કહ્યું ત્યારે તે વાતને સાંભળીને કંડરીક અણગારે અનિચ્છાપૂર્વક,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org