________________
શ્રમણ કથાઓ
૨૪૧
કરવો જોઈએ). વિવેક, ધન સ્વજન સંબંધિ કર્તવ્ય (તેનો ત્યાગ કરવો જોઈએ) ત્યારે (સુસુમાનું) મસ્તક અને તલવારને ફેંકી દીધી. સંવર બે પ્રકારે છે – ઇન્દ્રિય સંવર અને નોઇન્દ્રિય સંવર.
- આ પ્રમાણે તે ધ્યાન કરે છે – ચિંતવે છે, તેટલામાં તેના લોહીના ગંધથી કીડીઓએ તેને ખાવાનો આરંભ કર્યો. કીડીઓએ ત્યાં સુધી તેના શરીરને ખાવાનું ચાલુ રાખ્યું. જ્યાં સુધી તે શરીર ચાલણી જેવું કરી નાંખ્યું. તે કીડીઓએ પગમાંથી પ્રવેશ કરી મસ્તકના ભાગમાંથી જવાનું શરૂ કર્યું. તો પણ તે ધ્યાનથી ચલિત ન થયો.
એ રીતે જેને લોહીની ગંધથી કીડીઓએ પગેથી ખાતા-ખાતા અભિસરણ કર્યું અને મસ્તક સુધી તેને ખાધા કર્યું તો પણ જે પોતાના ધ્યાનથી ચલિત ન થયા, તે દુષ્કરકારક એવા (ચિલાત)ને અમે વંદન કરીએ છીએ.
ધીર-સત્વ સંપન્ન એવો ચિલાતિ પત્ર કીડીઓ વડે ખવાઈને ચાલણી જેવો કરી નંખાયો તો પણ જેણે ઉત્તમાર્થ – સમાધિની સાધના કરી, હૃદયથી શુભપરિણામનો પરિત્યાગ ન કર્યો
અઢી રાત્રિ-દિવસ આ રીતે ચિલાતીપુત્રએ (ઉપસર્ગન) સહન કરીને દેવેન્દ્ર અમર ભવન (દેવલોક)ને પ્રાપ્ત કર્યો તેમજ રખ્ય એવા અપ્સરા ગણ સંકુલને પ્રાપ્ત કર્યો.
(આ સમાસ સામાયિકનું દષ્ટાંત જાણવું). ૦ ધન્ય સાર્થવાહનું સુંસુમા માટે ક્રન્દન :
ત્યારપછી ધન્ય સાર્થવાહ પાંચે પત્રોની સાથે અને છઠો પોતે તે અગ્રામિક અટવીમાં ચિલાતની પાછળ-પાછળ અહીં-તહીં દોડતા–ભાગતા ભૂખ અને તરસથી શ્રાંત, કુલોત અને અત્યંત શ્રાંત થઈ જવા છતાં ચિલાત ચોર સેનાપતિને પોતાના હાથે પકડવા સમર્થ ન થઈ શક્યા, ત્યારે તે ત્યાંથી પાછા ફર્યા અને ફરીને જ્યાં સુસુમા દારિકાને ચિલાતે જીવનરહિત કરી દીધેલ હતી ત્યાં આવ્યા. આવીને ચિલાત દ્વારા મારી નાંખેલ સુંસુમા દારિકાને જોઈ જોઈને કુહાડા વડે કપાયેલ ચંપકવૃક્ષ સમાન, સંધિ બંધનથી મુક્ત ઇન્દ્રધ્વજ સમાન તે પછડાટ ખાઈને પૃથ્વી પર ઢળી પડયો.
ત્યારપછી તે ધન્ય સાર્થવાહ પાંચ પુત્રોની સાથે અને છઠો પોતે જ્યારે આશ્વસ્ત થયો ત્યારે ચીત્કાર કરતો એવો આકંદન કરતો, વિલાપ કરતો જોર-જોરથી કુહ કુહા શબ્દ કરતો રડવા લાગ્યો અને ઘણાં સમય સુધી આંસુ વહાવા લાગ્યો. ૦ ધન્ય આદિ દ્વારા સુંસુમાના માંસ-લોહીનો આહાર :
ત્યારપછી તે અગ્રામિક અટવીમાં ચિલાત ચોરનો પીછો કરતા-કરતા અને ચારે તરફ દોડ–ભાગ કરવાને કારણે ભૂખ અને તરસથી પીડિત થઈને પાંચ પુત્રો સહિત અને છઠો સ્વયં પોતે ધન્ય સાર્થવાહ – તેમણે તે અગ્રામિક અટવીમાં ચારે તરફ પાણી માટે માર્ગણાગવેષણા કરી. પણ ગવેષણા કરવા છતાં પણ તેમને પાણી પ્રાપ્ત ન થયું. ભૂખ વડે પરિતાપિત થઈ ગયા. તેઓ થાકી ગયા, વિષાદમાં ડૂબી ગયા, ખિન્ન થઈ ગયા. અત્યંત કલાન્ત થઈ ગયા, ઉદાસ થઈ ગયા.
જ્યારે તે અગ્રામિક અટવીમાં ઘણી શોધ કરવા છતાં જ્યારે જળ પ્રાપ્ત ન થઈ
international
For Private & Personal Use Only
www.jainelibrary.org