________________
૨૪૨
આગમ કથાનુયોગ-૩
શક્યું, (ભૂખ મીટાવી ન શક્યાત્યારે જ્યાં સુસુમાં જીવનરહિત કરાઈ હતી, તે સ્થાને આવીને ધન્ય એ પોતાના મોટા પુત્રને બોલાવ્યો. બોલાવીને આ પ્રમાણે કહ્યું, હે પુત્ર ! સંસમાં દારિકાને માટે ચિલાત તસ્કરની પાછળ ચારે તરફ ભાગદોડ કરતા-કરતા ભૂખ અને તરસથી પીડાઈને આપણે આ અગ્રામિક અટવીમાં જળની માર્ગણા–ગવેષણા કરી, ગવેષણા કરવા છતાં પણ જળ પ્રાપ્ત ન થયું. જળ વિના આપણે રાજગૃહ પહોંચવામાં સમર્થ થઈ શકીશું નહીં.
તેથી હે દેવાનુપ્રિયો ! તમે મને જીવનથી રહિત કરી દો, મારા માંસ અને લોહીનો આહાર કરો, તે આહારથી સ્વસ્થ થઈને, પછી આ અગ્રામિક અટવીને પાર કરી જજો. રાજગૃહ પહોંચજો. મિત્રો, જ્ઞાતિજનો, નિજક, સ્વજન, સંબંધી અને પરિચિતોને મળજો તથા અર્થ, ધર્મ અને પુણ્યના ભાગી થજો.
ત્યારપછી ધન્ય સાર્થવાહની આ વાત સાંભળીને જ્યેષ્ઠ પુત્રે ધન્ય સાર્થવાહને કહ્યું, હે તાત ! આપ અમારા પિતા છો, ગુરુ છો, જનક છો, દેવતા સ્વરૂપ છો, સ્થાપક છો, પ્રતિસ્થાપક છો, સંરક્ષક છો, સંગોપક છો. તેથી હે તાત ! અમે આપને કઈ રીતે જીવનથી રહિત કરીએ. કઈ રીતે આપના માંસ અને લોહીનો આહાર કરીએ ?
હે તાત ! આપ મને જ જીવનહીન કરી દો, મારા માંસ અને રુધિરનો આહાર કરો અને આ અગ્રામિક અટવીને પાર કરો, રાજગૃહ પહોંચો, મિત્રો, જ્ઞાતિજનો, નિજક, સ્વજનો, સંબંધી અને પરિચિતોને મળો અને અર્થ—ધર્મ અને પુણ્યના ભાગી બનો.
ત્યારપછી બીજા પુત્રએ ધન્ય સાર્થવાહને કહ્યું, હે તાત ! ગુરુ અને દેવ સમાન મોટા ભાઈને જીવનથી રહિત નહીં કરીએ. તેમના માંસ અને લોહીનો આહાર નહીં કરીએ. તેથી હે તાત ! આપ મને જીવનરહિત કરી દો. મારા માંસ અને રુધિરનો આહાર કરો. આ અગ્રામિક અટવીને પાર કરી, રાજગૃહ પહોંચો. મિત્રો, જ્ઞાતિજનો, નિજક, સ્વજન, સંબંધીઓ અને પરિચિત્તોને મળો અને અર્થ–ધર્મ અને પુણ્યના ભાગી બનો.
આ પ્રમાણે – યાવત્ – પાંચમાં પુત્રએ પણ કહ્યું.
ત્યારપછી ધન્ય સાર્થવાહ પાંચ પુત્રોની હૃદય અભિલાષા જાણીને તે પાંચ પુત્રોને આ પ્રમાણે કહ્યું, આપણે આપણામાંથી એકને પણ જીવનરહિત નહીં કરીએ. સુંસુમાં પુત્રીનું આ નિષ્માણ, નિશ્રેષ્ઠ અને જીવરહિત શરીર છે. તેથી હે પુત્રો ! સંસમા પુત્રીના માંસ અને લોહીનો આહાર કરવો આપણે માટે ઉચિત રહેશે. જેથી આપણે તે આહાર વડે સ્વસ્થ થઈને રાજગૃહ પહોંચી શકીશું.
ત્યારે ધન્ય સાર્થવાહના આ કથનને સાંભળીને તે પાંચ પુત્રોએ આ વાતનો સ્વીકાર કર્યો.
ત્યારપછી પાંચે પત્રોની સાથે ધન્ય સાર્થવાહે અરણિ કરી, કરીને શર કર્યો, શર વડે અરણીનું મંથન કર્યું, મંથન કરીને અગ્નિ ઉત્પન્ન કર્યો. પછી અગ્નિને ધમ્યો. ધમીને તેમાં લાકડીઓ નાંખી. અગ્નિ પ્રજ્વલિત કર્યો. પછી સંસમા દારિકાનું માંસ પકાવ્યું. પછી તે માંસ અને લોહીનો આહાર કર્યો.
તે આહારથી સ્વસ્થ થઈને રાજગૃહ નગરને પ્રાપ્ત કર્યું. પોતાના મિત્રો, જ્ઞાતિજનો,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org