________________
શ્રમણ કથાઓ
નિજક, સ્વજનો, સંબંધીઓને મળ્યા. વિપુલ ધન, કનક, રત્ન, મણિ, મોતી, શંખ, શિલાપ્રવાલ, રક્તરત્ન આદિ સંસારના સારભૂત ધન અને પુણ્યના ભાગી બન્યા.
ત્યારપછી ધન્ય સાર્થવાહે સુંસુમા દારિકાના ઘણાં જ લૌકિક મૃતક કાર્ય કર્યાં. કરીને સમય વીતી ગયા બાદ તેઓ શોકરહિત થઈ ગયા. ૦ ઘન્ય સાર્થવાહની પ્રવ્રજ્યા :
તે કાળે અને તે સમયે શ્રમણ ભગવંત મહાવીર રાજગૃહ નગરના ગુણશીલક ચૈત્યમાં પધાર્યા.
તે સમયે પુત્રો સહિત ધન્ય સાર્થવાહ ધર્મ શ્રવણ કરીને પ્રવ્રુજિત થયો. અગિયાર અંગોના જ્ઞાતા બન્યા. અંત સમયે એક માસની સંલેખના કરીને સૌધર્મકલ્પે ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિ (મોક્ષ)ને પ્રાપ્ત કરશે. ૦ ધન્યની કથાનો નિષ્કર્ષ :
હે જંબુ ! જેમ તે ધન્ય સાર્થવાહે વર્ણને માટે, રૂપને માટે, બળને માટે અથવા વિષયને માટે સુંસુમા દારિકાનું લોહી અને માંસનો આહાર કર્યો ન હતો. પણ માત્ર રાજગૃહ નગરી પહોંચવા માટે જ આહાર કરેલો હતો. અર્થાત્ પુત્રીનું માંસ ખાધુ હતું. આ પ્રમાણે હે આયુષ્યમાન્ શ્રમણો ! આપણા જે નિગ્રંથ કે નિગ્રંથીઓ આચાર્યઉપાધ્યાય પાસે મુંડિત થઈને, ગૃહત્યાગ કરીને અણગાર દીક્ષા લઈને વમનને વહાવનાર, પિત્તને વહાવનાર, કફને વહાવનાર, લોહીને વહાવનાર, દુર્ગન્ધી શ્વાસોચ્છવાસ વાળા, દુર્ગન્ધ યુક્ત મળ, મૂત્ર, શ્લેષ્મ, નાસિકા મેલ, વમન, પિત્ત, શુક્ર, શોણિતથી ઉત્પન્ન થનાર અધ્રુવ, અનિત્ય, અશાશ્વત, સડન, ગલન, વિધ્વંસ ધર્મયુક્ત અને પહેલા કે પછી અવશ્ય છૂટવા યોગ્ય આ ઔદારિક શરીરના વર્ણને માટે, રૂપને માટે, બળને માટે, વિષય પ્રાપ્તિને માટે આહાર કરતા નથી—
૨૪૩
-
પણ માત્ર સિદ્ધિ ગતિ પ્રાપ્ત કરવાને માટે આહાર કરે છે. તેઓ આ ભવમાં ઘણાં જ શ્રમણો, ઘણી જ શ્રમણી, ઘણાં જ શ્રાવકો, ઘણી જ શ્રાવિકાઓના અર્ચનીય થાય છે — યાવત્ – ચતુર્ગતિરૂપ સંસાર કાંતારને પાર કરે છે – જે રીતે ધન્ય સાર્થવાહે (પાર કર્યો).
-
-
ન
જે રીતે ધન્ય પુત્રીના માંસનો આહાર કર્યો. તે રીતે સાધુઓએ પણ આહાર કરવો જોઈએ. પુત્રીના માંસની ઉપમાને કારણ જાણવું અર્થાત્ સાધુએ કારણે આહાર કરવો જોઈએ. જેમ ધન્ય સાર્થવાહ તે આહાર કરી નગરે પહોંચ્યો. પછી ભોગને ન ભોગવનારો થયો. તેમ સાધુએ પણ કારણે આહાર કરી નિર્વાણ સુખના ભાગી બનવું જોઈએ. હે જંબૂ ! આ પ્રમાણે શ્રમણ ભગવંત – યાવત્ – સંપ્રાપ્ત મહાવીર દ્વારા અઢારમાં જ્ઞાત અધ્યયનનો આ અર્થ કહ્યો છે તે પ્રમાણે હું કહું છું. ૦ નિગમન ગાથાર્થ :
-
જે રીતે સુંસુમામાં ગૃદ્ધ અને અકાર્યમાં પ્રતિબદ્ધ એવો તે ચિલાતીપુત્ર મહાઅટવીમાં અર્ધે માર્ગે જ મૃત્યુ પામ્યો, તે રીતે વિષય સુખમાં લુબ્ધ જીવો, પાપક્રિયામાં પ્રવૃત્ત થઈને કર્મના વશથી ભવ અટવીમાં મહાદુ:ખને પામે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org