________________
શ્રમણ કથાઓ
૨૩૯
ધન, કનક તેમજ સુંસુમાં પુત્રીનું અપહરણ થયેલ જાણીને મહાર્થ, મહાઈ, મહાઈ ભેંટણું લઈને જ્યાં નગર રક્ષકો હતા, ત્યાં આવીને તે માર્થ, મહાર્દૂ, મહાઈ ભેંટણું સામે ધર્યું, ધરીને આ પ્રમાણે કહ્યું
હે દેવાનુપ્રિયો ! ચિલાત ચોર સેનાપતિએ સિંહગુફા પલ્લીથી અહીં આવીને ૫૦૦ ચોરોની સાથે મારા ઘરને લૂંટીને ઘણાં પ્રમાણમાં ધન, સુવર્ણ અને સુંસુમાં પુત્રીને લઈને રાજગૃહથી નીકળી પાછો સિંહગુફા તરફ ગયો છે. તેથી હે દેવાનુપ્રિયો ! અમે સુસુમા દારિકાને પાછી લાવવા માટે જવા ઇચ્છીએ છીએ. હે દેવાનુપ્રિયો ! જે વિપુલ ધન, સુવર્ણ પાછું મળે, તે બધું જ તમારું, પણ સંસમા દારિકા મારી થશે (મને સોંપવી).
ત્યારપછી નગર રક્ષકોએ ધન્યની આ વાતનો સ્વીકાર કર્યો. સ્વીકારીને કવચ ધારણ કર્યું, કરીને સન્નદ્ધ થયા – યાવતુ – આયુધ અને પ્રહરણ લઈને જોરજોરથી કરાતા ઉત્કૃષ્ટ સિંહનાદના કલકલ ધ્વનિ વડે પ્રસુતિ સમુદ્ર જેવી ગર્જનાથી આકાશ મંડલને વ્યાસ કરતા-કરતા રાજગૃહથી નીકળ્યા. નીકળીને જ્યાં ચિલાત ચોર સેનાપતિ હતો, ત્યાં પહોંચ્યા, પહોંચીને તેમની સાથે યુદ્ધ કરવા લાગ્યા.
ત્યારે નગર રક્ષકોએ ચોર સેનાપતિ ચિલાતના મોટા મોટા વીરોને હત–મથિત અને ઘાયલ કરી, ધ્વજા પતાકાઓનો વિનાશ કરી નાંખ્યો અને કંઠગત પ્રાણ જેવા બનાવીને દિશા–વિદિશામાં ભગાડી દીધા. (ભગ્ન કરી દીધા)
તે સમયે તે પ૦૦ ચોર નગર રક્ષકો દ્વારા હત, મથિત થઈ ગયા, મોટા મોટા વીરો ઘાયલ થયા, પતાકાઓ નષ્ટ થઈ ગઈ. કંઠગત પ્રાણ જેવા કરાઈને દિશા વિદિશામાં ભગાડી દેવાયા. તેથી તે ચોરો વિપુલ ધન, કનક આદિને છોડીને અને ફેંકીને ચારે તરફ તેઓ પલાયન થઈ ગયા.
ત્યારપછી તે નગરરક્ષક તે વિપુલ ધન, કનક આદિને લઈને જે તરફ રાજગૃહ નગર હતું, તે તરફ ચાલ્યા ગયા. ૦ ચિલાત દ્વારા સુંસુમાની હત્યા :
ત્યારપછી તે ચિલાતે જોયું કે, નગરરક્ષકોએ તેની ચોરસેના હત, મથિત કરી દીધી. પ્રવર વીરોને ઘાયલ કર્યા, ધ્વજા-પતાકા નષ્ટ કરી દીધી, કંઠગત પ્રાણ જેવા કરી દીધા અને દિશા–વિદિશામાં ભગાડી મૂક્યા. તે જોઈને ભયભીત અને ત્રસ્ત થયેલ ચીલાત સંસમા દારિકાને લઈને એક મહાનું અને અગામિક લાંબા માર્ગવાળા અટવીમાં ઘુસી ગયો.
તે સમયે ધન્ય સાર્થવાહ ચિલાત દ્વારા સુંસુમાદારિકાને અટવીમાં લઈ જતી જોઈને પાંચ પુત્રોની સાથે છઠો સ્વયં કવચ અને શસ્ત્રથી સન્નદ્ધ થઈને ચિલાતના પાદ ચિન્હોનું અનુસરણ કરતો, ગર્જના કરતો, ચુનૌતી આપતો, અવાજ કરતો, તર્જના કરતો અને ત્રસ્ત કરતો એવો તેની પાછળ-પાછળ ચાલવા લાગ્યો.
- ત્યારપછી ચિલાતે ધન્ય સાર્થવાહને પાંચ પુત્રોની સાથે તથા છઠો પોતે કવચ અને શસ્ત્રોથી સજ્જ થઈને પીછો કરતો જોયો. તે જોઈને તે નિસ્તેજ, નિર્બળ, વીર્યહીન અને પરાક્રમ હીન થઈ ગયો અને જ્યારે સંસમાં દારિકાને સંભાળવામાં – લઈ જવામાં સક્ષમ ન રહ્યો ત્યારે શ્રાંત થઈ ગયો–થાકી ગયો, ગ્લાનિને પ્રાપ્ત થયો, અત્યંત થાકી ગયો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org