________________
૨૨૮
આગમ કથાનુયોગ-૩
ઘોષણા કરતા આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! આ વિજય નામે ચોર છે. જે પાપ કર્મ કરનારો છે, ચાંડાલ સમાન રૂપવાળો, અત્યંત ભયાનક અને ક્રૂર કર્મ કરનારો, ક્રોધી પુરુષ સમાન લાલ-લાલ નેત્રવાળો, અત્યંત કઠોર, મોટી અને વિકૃત દાઢો વાળો, સંદેવ ખૂલેલા હોઠવાળો, હવામાં ઉડતા-વિખરાયેલા અને મસ્તકના લાંબા-લાંબા વાળવાળો, ભ્રમર અને રાહુ સમાન કાળા વર્ણવાળો, નિર્દય અને ક્યારેય પણ પશ્ચાતાપ ન કરનારો, દારુણ, ભય ઉત્પાદક, નૃશંસ, અનુકંપારહિત, સાપ સમાન એકાંત દૃષ્ટિવાળો, છરાની સમાન એકધાર વાળો, ગિધ પક્ષી સમાન માંસ લોલુપી, અગ્નિ સમાન સર્વભક્ષી, બાલ ઘાતક અને બાલ હત્યારો છે.
- હે દેવાનુપ્રિયો ! આને માટે કોઈ રાજા કે રાજાનો અમાત્ય અપરાધી નથી, પણ આના પોતાના કુકર્મ જ અપરાધી છે. આ પ્રમાણે કહીને જ્યાં ચારકશાળા (કેદખાનું) હતું,
ત્યાં આવીને વિજય ચોરને બેડી વડે જકડી દીધો. તેનું ભોજન–પાણી બંધ કરી દીધા અને ત્રણે સંધ્યાકાળે ચાબુક, લાકડી અને લતા પ્રહારોથી તેને મારવા લાગ્યા. ૦ દેવદત્તના અંતિમ સંસ્કાર :
ત્યારપછી ધન્ય સાર્થવાહે મિત્ર, જ્ઞાતિજન, નિજક, સ્વજન, સંબંધિ અને પરિવારની સાથે રોતા–રોતા, આક્રંદન કરતા–કરતા, વિલાપ કરતા–કરતા દેવદત્ત દારકના શરીરનો મહાન્ ઋદ્ધિ-સત્કાર અને પ્રદર્શનની સાથે નીહરણ કર્યું અને પછી અનેક લૌકિક મૃતક કૃત્ય મરણોત્તરકાલીન લોકાચાર કર્યો. ત્યારપછી કેટલોક સમય વીત્યા પછી તે શોકરહિત થયો. ૦ ઘન્યનો નિગ્રહ અને ઘેરથી ભોજન આવવું :
ત્યારપછી કોઈ એક દિવસે ધન્ય સાર્થવાહને ચાડી–ચુગલી કરનારા દ્વારા ખોટા રાજકીય અપરાધોમાં ફસાવી દીધો. ત્યારે નગરરક્ષકોએ ધન્ય સાર્થવાહને પકડી લીધો, પકડીને તેને કેદખાનામાં લાવ્યા, લાવીને વિજય ચોરની સાથે એક બેડીમાં બાંધી દીધો.
ત્યારે બીજે દિવસે સવારે – યાવત્ – સૂર્યોદય થયો, જાજ્વલ્યમાન તેજસહિત સહસ્રરશ્મિ દિનકર પ્રકાશિત થયો ત્યારે ભદ્રા સાર્થવાહીએ વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ તૈયાર કર્યું, તૈયાર કરીને તે ભોજન એક પેટીમાં રાખ્યું. પછી તે ભોજનને એક પેટીમાં લાંછિત અને મુદ્રિત કર્યું અને સાથે સુગંધી જળથી ભરેલો ઘડો તૈયાર કર્યો, પછી પંથક દાસચેટકને બોલાવ્યો, બોલાવીને તેને કહ્યું, હે દેવાનુપ્રિય ! તું જા અને કારાગરમાં જઈને આ વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ધન્ય સાર્થવાહને આપી દે.
ત્યારે તે પંથક દાસચેટક ભદ્રા સાર્થવાહીની આજ્ઞાને સાંભળી હર્ષિત, સંતુષ્ટ થયો. તે ભોજનની પેટી અને ઉત્તમ સુગંધી જળનો ભરેલો ઘડો લીધો. લઈને ઘેરથી નીકળ્યો, નીકળીને રાજગૃહનગરની વચ્ચોવચ્ચે થઈને જ્યાં કારાગાર હતું, ત્યાં જ્યાં ધન્ય સાર્થવાહ હતો ત્યાં પહોંચ્યો, પહોંચીને ભોજનપિટકને રાખી, રાખીને તેના પર બનેલ ચિહ્ન અને મુદ્રાને દૂર કરીને ભોજનને બહાર કાઢ્યું, કાઢીને થાળી વગેરે પાત્રમાં રાખ્યું. પછી હાથ ધોવાનું પાણી આપ્યું. ત્યારપછી ધન્ય સાર્થવાહને તે વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ રૂપ ભોજન પિરસ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org