________________
૨૩૨
આગમ કથાનુયોગ-૩
ગ્રહણ કરીને, (યથાયોગ્ય યાચના કરીને) સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતા વિચારવા લાગ્યા. તેમને વંદના કરવાને પર્ષદા નીકળી, સ્થવિર ભગવંતોએ ધર્મ કહ્યો.
ત્યારપછી ધન્ય સાર્થવાહને ઘણાં લોકો પાસેથી આ વૃત્તાંત સાંભળી અને સમજીને એવો અધ્યવસાય, અભિલાષ, પ્રાર્થિત અને માનસિક સંકલ્પ ઉત્પન્ન થયો – અહીં જાતિસંપન્ન સ્થવિર ભગવંત પધારેલ છે, સંપ્રાપ્ત થયેલ છે, તો હું જાઉં અને તે સ્થવિર ભગવંતોને વંદના–નમસ્કાર કરું. આ પ્રકારે વિચાર કર્યો અને વિચારીને સ્નાન કર્યું, બલિકર્મ કર્યું, કૌતુક, મંગલ, પ્રાયશ્ચિત્ત કર્યા, શુદ્ધ અને સમયોચિત ઉત્તમ માંગલિક વસ્ત્રો ધારણ કાર્ય, પગે ચાલીને જ્યાં ગુણશીલ ચૈત્ય હતું, જ્યાં સ્થવિર ભગવંત બિરાજતા હતા, ત્યાં પહોંચીને વંદન–નમસ્કાર કર્યા.
ત્યારપછી સ્થવિર ભગવંતોએ ધન્યને આશ્ચર્યકારી ધર્મનો ઉપદેશ આપ્યો. ત્યારે તે સાર્થવાહે ધર્મશ્રવણ કરી આ પ્રમાણે કહ્યું
હે ભગવંતુ ! નિગ્રંથ પ્રવચન પર શ્રદ્ધા કરું છું, હે ભગવંત ! હું નિગ્રંથ પ્રવચનની પ્રતીતિ કરું છું, હે ભગવન્! નિગ્રંથ પ્રવચન મને રુચિકર છે, હે ભગવન્! હું નિગ્રંથ પ્રવચનનું અનુસરણ કરવા માટે ઉદ્યત થયો છું. હે ભગવન્! નિગ્રંથ પ્રવચન એ પ્રમાણે જ છે, હે ભગવંત ! તથ્ય છે, સત્ય છે, અવિતથ છે, ઇપ્સિત છે, પ્રતિપ્સિત છે. ઇપ્સિત અને પ્રતિપ્સિત છે. આ તે જ પ્રમાણે છે જે પ્રમાણે આપ પ્રરૂપણા કરો છો.
આ પ્રમાણે કહીને તેણે સ્થવિર ભગવંતોને વંદન–નમસ્કાર કર્યા, વંદન–નમસ્કાર કરીને – યાવત્ – તે પ્રવ્રજિત થયા – યાવત્ – ઘણાં વર્ષો સુધી શ્રમણ પર્યાયનું પાલન કરીને, આહાર–પાણીનું પ્રત્યાખ્યાન કરીને, એક માસની સંલેખના દ્વારા આત્માને ભાવિત કરીને, અનશન દ્વારા ત્રીશ ભક્તોનું છેદન કરીને કાળમાસમાં કાળ કરીને સૌધર્મ કલ્પમાં દેવરૂપે ઉત્પન્ન થયા. ૦ ધન્ય (સાર્થવાહ) અણગારની ગતિ :
ધન્ય અણગાર સૌધર્મ કલ્પે દેવ થયા. ત્યાં કેટલાંક દેવોની ચાર પલ્યોપમની સ્થિતિ કહી છે, ત્યાં ધન્ય દેવની પણ ચાર પલ્યોપમની સ્થિતિ જાણવી.
તે ધન્યદેવ તે દેવલોકથી આયુષય, સ્થિતિશય અને ભવક્ષય થયા પછી ઐવિત થઈને મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિ પ્રાપ્ત કરશે – યાવત્ – સમસ્ત દુઃખોનો અંત કરશે. ૦ કથા નિષ્કર્ષ :
(સુધર્મા સ્વામીએ જંબૂ સ્વામીને કહ્યું,) હે જંબૂ ! જે પ્રમાણે ધન્ય સાર્થવા “ધર્મ" સમજીને અથવા તપ, પ્રત્યુપકાર, લોકયાત્રા, નાયક, સહચર, સહાયક કે સુહતું, મિત્ર સમજીને વિજય ચોરને તે વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમમાંથી સંવિભાગ કર્યો ન હતો. પણ માત્ર શરીરની રક્ષા માટે સંવિભાગ કર્યો હતો. એ જ પ્રમાણે – હે જંબૂ! આપણા જે નિર્ગથ કે નિર્ગથી આચાર્ય, ઉપાધ્યાયની પાસે મુંડિત થઈને, ગૃહત્યાગ કરી અણગાર પ્રવજ્યા વડે પ્રવ્રજિત થઈને સ્નાન, ઉપમર્દન, પુષ્પ, ગંધ, માળા, અલંકાર અને શરીર વિભૂષાનો ત્યાગ કરીને જે અશન, પાન, ખાદ્ય, સ્વાદ્યનો આહાર કરે છે, પણ આ ઔદારિક શરીરના વર્ણ, રૂ૫, બળ કે વિષયસુખને માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org