________________
શ્રમણ કથાઓ
૨૨૫
આવી અને આવીને ધન્ય સાર્થવાહને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય! મારે ગર્ભના બે માસ પૂરા થઈને ત્રીજો માસ શરૂ થયો ત્યારે આવા પ્રકારનો દોહદ ઉત્પન્ન થયો છે - તે માતાઓ ધન્ય છે – યાવત્ – જે દોહદને પૂર્ણ કરે છે તેથી હે દેવાનુપ્રિય! આપની આજ્ઞા–અનુમતિ લઈને વિપુલ પરિમાણમાં અશન, પાન, ખાદિમ, સ્વાદિમ તથા ઘણાં જ પુષ્પ, વસ્ત્ર, ગંધ, માળા અને અલંકાર લઈને – ચાવતુ – દોહદની પૂર્તિ કરવા ઇચ્છું છું.
જેમ સુખ ઉપજે તેમ કરો, વિલંબ ન કરો (ધન્ય કહ્યું).
ત્યારપછી ધન્ય સાર્થવાહ પાસે આજ્ઞા પામેલી તે ભદ્રા સાર્થવાહી હર્ષિત, સંતુષ્ટ, આનંદિત ચિત્તવાળી અને હર્ષના વશથી વિકસિત હદયવાળી થઈને વિપુલ પરિમાણમાં અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્ય ભોજન તૈયાર કર્યું, તૈયાર કરીને – યાવત્ – ધૂપ કર્યો, કરીને જ્યાં પુષ્કરિણી હતી ત્યાં આવી. ત્યારે તેની સાથે આવેલ મિત્ર, જ્ઞાતિજન, નિજક,
સ્વજન, સંબંધી, પરિજન અને નગરની મહિલાઓએ ભદ્રા સાર્થવાહીને સર્વ અલંકારોથી વિભૂષિત કરી.
ત્યારપછી તે ભદ્રા સાર્થવાહી તે મિત્ર, જ્ઞાતિજન, નિજક, સ્વજન, સંબંધી, પરિજન અને નગરની સ્ત્રીઓની સાથે તે વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમનું આસ્વાદન કરતી, વિશેષ આસ્વાદન કરતી, વિભાગ કરતી અને ખાતી એવી પોતાના દોહદની પૂર્તિ કરે છે. પૂર્તિ કરીને જે દિશામાંથી આવી હતી તે જ દિશામાં પાછી ગઈ.
ત્યારપછી તે ભદ્રા સાર્થવાહી દોહદ પૂર્ણ કરીને – યાવત્ – પથ્ય ભોજન કરતા– કરતા તે ગર્ભને સુખપૂર્વક વહન કરવા લાગી. ૦ પુત્રજન્મ – નામકરણ – ઉછેર :
ત્યારપછી તે ભદ્રા સાર્થવાહીએ નવમાસ પુરા થયા અને સાડા સાત દિવસ–રાત વીત્યા પછી સુકુમાલ હાથ–પગવાળા – યાવત્ – બાળકને જન્મ આપ્યો.
ત્યારપછી તે બાળકના માતાપિતાએ પહેલા દિવસે જાતકર્મ સંસ્કાર કર્યો. તે પ્રમાણે – યાવત્ – વિપુલ પરિમાણમાં અશન, પાન, ખાદિમ, સ્વાદિમ બનાવ્યું અને તે જ પ્રકારે મિત્રો, જ્ઞાતિજન, બંધુ, નિજક, સ્વજન, સંબંધી, પરિજનોને ભોજન કરાવીને આ આવા પ્રકારનું ગુણનિષ્પન્ન નામકરણ કર્યું – “કેમકે અમારો આ પત્ર ઘણી જ નાગપ્રતિમા – યાવત્ – વૈશ્રમણ પ્રતિમાની માનતા કરવાથી ઉત્પન્ન થયેલો છે. તેથી અમારા આ પુત્રનું નામ “દેવદત્ત” આ પ્રમાણે થાઓ.
ત્યારપછી માતાપિતાએ તે બાળકનું “દેવદત્ત" એ પ્રમાણે નામકરણ કર્યું. ત્યારપછી તે બાળકના માતાપિતાએ તે દેવતાની જાત પૂજા કરી દાન આપ્યું, પ્રાપ્ત ધનનો વિભાગ કર્યો અને અક્ષયનિધિની વૃદ્ધિ કરી.
ત્યારપછી તે પંથક દાસ ચેટક દેવદત્ત બાળકના બાલગ્રાહી અર્થાત્ “બાળક રમાડનાર"રૂપે નિયુક્ત થયો. તે દેવદત્ત બાળકને કમર પર ઊંચકીને ઘણાં જ બાળક બાલિકા, ડીંભ–ડીંભિકા, કુમાર-કુમારિકાની સાથે પરિવૃત્ત થઈને તેને રમાડવા લાગ્યો.
ત્યારપછી ભદ્રા સાર્થવાહીએ કોઈ એક દિવસ દેવદત્ત બાળકને નવડાવ્યો, બલિકર્મ કર્યું. કૌતુકર્મંગલ પ્રાયશ્ચિત્ત કર્યું અને સર્વ અલંકારોથી વિભૂષિત કર્યો. વિભૂષિત કરીને
Jain Edilation International
For Private & Personal Use Only
www.jainelibrary.org