________________
શ્રમણ કથાઓ
કમળ સમાન કોમળ હાથોથી તેને ઉપાડીને પોતાની ગોદમાં બેસાડે છે, તથા વારંવાર મધુર, પ્રિય વચનોવાળા મંજુલ ઉલ્લાપ દે છે, એવું હું માનું છે.
પરંતુ હું અધન્ય છું, પુણ્યહીન છું, અકૃતલક્ષણા છું કે આ બધામાંથી હું એક પણ વસ્તુ પામી શકી નથી. તેથી મારા માટે એ શ્રેયસ્કર છે કે કાલે રાત્રિ પ્રભાતના રૂપમાં પરિવર્તિત થાય – યાવત્ – સૂર્યનો ઉદય થાય અને સહસ્રરશ્મિ દિનકરના જાજ્વલ્યમાન તેજ સહિત પ્રકાશિત થાય ત્યારે ધન્ય સાર્થવાહને પૂછીને ધન્ય સાર્થવાહની આજ્ઞા અનુમતિ લઈને હું ઘણાં જ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ ભોજન તૈયાર કરાવીને અને ઘણાં જ પુષ્પ, વસ્ત્ર, ગંધ, પુષ્પમાળા અને અલંકાર ગ્રહણ કરીને ઘણાં જ મિત્રો, જ્ઞાતિજનો, નિજક, સ્વજન, સંબંધી અને પરિચિતજનોની સ્ત્રીઓને સાથે લઈને નીકળું. રાજગૃહનગરની બહાર જે નાગ, ભૂત, યક્ષ, ઇન્દ્ર, સ્કંધ, રુદ્ર, શિવ અને વૈશ્રમણ આદિ દેવોના આયતન છે અને તેમાં જે નાગ પ્રતિમાઓ યાવત્ – વૈશ્રમણ પ્રતિમાઓ છે, તેમની બહુમૂલ્ય પુષ્પ આદિ વડે અર્ચના કરીને ઘૂંટણ અને પગ ઝુકાવીને આ પ્રમાણે કહું કે, હે દેવાનુપ્રિય ! જો હું એક પણ બાળક કે બાલિકાને જન્મ આપીશ તો હું તમારી જાત પૂજા કરીશ, દાન આપીશ, ભાગનો હિસ્સો આપીશ, તમારા અક્ષયનિધિની વૃદ્ધિ કરીશ. આ પ્રકારે મારા અભિષ્ટ મનોરથની યાચના કરું – એવો તેણે વિચાર કર્યો.
-
એ પ્રમાણે વિચારીને રાત્રિનું પ્રભાતરૂપ થયા પછી – યાવત્ - સૂર્યોદય થયા પછી અને જાજ્વલ્યમાન તેજ સહિત સહસ્રરશ્મિ દિનકરના પ્રકાશિત થયા પછી તે ધન્ય સાર્થવાહની પાસે આવી અને આવીને આ પ્રમાણે બોલી–
૨૨૩
=
હે દેવાનુપ્રિય ! વાત એમ છે કે મેં તમારી સાથે ઘણાં વર્ષો સુધી કામભોગ ભોગવ્યા છે – યાવત્ – અન્ય સ્ત્રીઓ વારંવાર અતિ મધુર વચનોથી મીઠી–મીઠી લોરી (હાલરડાં) ગાય છે. પણ હું અધન્ય છું, પુણ્યહીન છું, લક્ષણહીન છું કે આમાંની એક પણ વિશેષતાને હું પ્રાપ્ત કરી શકી નથી. તેથી હે દેવાનુપ્રિય ! આપની આજ્ઞા અનુમતિ લઈને વિપુલ અશન · યાવત્ – દેવપૂજા કરી, તેમની અક્ષયનિધિની વૃદ્ધિ કરું -- એવી માનતા માનવા ઇચ્છું છું.
-
ત્યારે ધન્ય સાર્થવાહે ભદ્રાભાર્યાને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયે ! મારા પણ આ મનોરથ છે કે કોઈને કોઈ પ્રકારે તું એક પુત્ર કે પુત્રીને જન્મ આપે. આ પ્રમાણે કહીને તેણે ભદ્રા સાર્થવાહીને તે કાર્યને માટે નાગ આદિની અર્ચના કરવાને માટે અનુમતિ આપી. ૦ ભદ્રાએ કરેલ નાગ—આદિ પૂજા :–
Jain Education International
ત્યારપછી તે ભદ્રા સાર્થવાહીએ ધન્ય સાર્થવાહની અનુમતિ પ્રાપ્ત કરીને હર્ષિત, સંતુષ્ટ અને આનંદિત ચિત્ત થઈ – યાવત્ – હર્ષના વશથી પ્રફુલ્લિત હૃદયવાળી થઈ વિપુલ પરિમાણમાં અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ભોજન તૈયાર કરાવ્યું. તૈયાર કરાવીને ઘણાં જ પુષ્પ, વસ્ત્ર, ગંધ, માળા, અલંકાર લઈને પોતાના ઘેરથી નીકળી, નીકળીને રાજગૃહ નગરની વચ્ચોવચ્ચથી પસાર થઈ. પસાર થઈને જ્યાં પુષ્કરિણી હતી, ત્યાં પહોંચી. ત્યાં પહોંચીને પુષ્કરિણીના કિનારા પર તે ઘણાં જ પુષ્પ, વસ્ત્ર, ગંધ, માળા, અલંકારોને
For Private & Personal Use Only
www.jainelibrary.org