________________
૨૨૨
આગમ કથાનુયોગ-૩
તે સાપના સમાન એકાંત દૃષ્ટિવાળો હતો, છુરાની માફક એક ધારવાળો હતો. ગૃદ્ધ પક્ષીની માફક માંસ લોલુપ હતો. અગ્નિ માફક તે સર્વભક્ષી હતો. જળની માફક સર્વગ્રાહી હતો. ઉત્કચનમાં, વંચનમાં, માયામાં, નિકૃતિમાં, કૂડ–કપટમાં, સાતિ સંપ્રયોગમાં, ચિરકાળથી નગરમાં ઉપદ્રવ કરી રહ્યો હતો. તેના શીલ–આચાર અને ચારિત્ર અત્યંત દૂષિત હતા. તે જુગારમાં આસક્ત હતો, મદિરા પાનનો પ્રેમી, સુસ્વાદુ ભોજન અને માંસનો લોલુપી હતો.
– તે બીજાને દારુણ દુઃખ આપનારો, લોકોના હૃદયને વિદારનારો, વિશ્વાસઘાતક, આગ લગાડનાર, તીર્થ આદિનું ભેદન કરનારો, તેનું દ્રવ્ય હરણ કરનાર, હાથની સફાઈમાં ચતુર, પારકું દ્રવ્ય હરણ કરવા સૌદૈવ તત્પર અને તીવ્ર વૈરવાળો હતો.
તે રાજગૃહ નગરના ઘણાં પ્રવેશ માર્ગો, નિર્ગમન માર્ગો, વારો, બારા–બારી, ગટર, રસ્તા ભેગા થતા હોય તેવું સ્થાન, રસ્તા અલગ–અલગ થતા હોય તેવું સ્થાન, જુગારના અડ્ડા, મદિરાલય, વેશ્યાઓના ઘર, ચોરોના ઠેકાણા, ચોરોના ઘરો, શૃંગાટકો, ત્રિકો, ચોક, ચતૂરો, નાગગૃહો, ભૂતગૃહો, યક્ષાયતનો, સભાસ્થાનો, પાણીની પરબો, દુકાનો અને શૂન્યગૃહો આદિને જોતો, માર્ગણા કરતો, ગવેષણા કરતો, ઘૂમતો રહેતો હતો.
તેની નબળાઈઓ, મુશ્કેલીઓ, પ્રિયજનોનો વિયોગ, સંકટો, અભ્યયો, ઉત્સવો, પુત્રાદિનો જન્મ, તહેવારો, ક્ષણો, યજ્ઞો, પૂજા, પપ્પણીઓ-મહિલાઓના ઉત્સવોના કારણે લોકો મત્ત, પ્રમત્ત, વ્યસ્ત, આકુળ-વ્યાકુળ, સુખી કે દુઃખી થઈ રહ્યા હોય, વિદેશ ગયા હોય, વિદેશ જવાની તૈયારીમાં હોય તો એવા અવસરે તેમના છિદ્રોની, વિરહની, એકાંતની અને અંતરની માર્ગણા અને ગવેષણા કરતો રહેતો હતો.
- રાજગૃહ નગરની બહાર આરામો, ઉદ્યાનો, વાવડીઓ, પુષ્કરિણીઓ, દીધિંકા, ગુંજાલિકાઓ, સરોવરો, સરોવર પંક્તિયો, સર: સરપંક્તિયો, જીર્ણ ઉદ્યાનો, ભગ્રકૂપો, માલકાકચ્છોની ઝાડીઓ શ્મશાનો, પર્વતની ગુફાઓ, લયનો, ઉપસ્થાનો એ સર્વે સ્થાનોમાં ઘણાં લોકોની કમજોરીઓ, ક્ષતિઓ – યાવત્ – અંતરોની માર્ગણા–ગવેષણા કરતો રહેતો હતો. ૦ ભદ્રાનો સંતાન પ્રાપ્તિ સંબંધી મનોરથ :
ત્યારપછી ધન્ય સાર્થવાહની ભદ્રાભાર્યાને કોઈ એક સમયે મધ્યરાત્રિમાં કુટુંબ સંબંધી ચિંતા કરતા કરતા આ પ્રકારનો આધ્યાત્મિક, ચિંતિત, પ્રાર્થિત, માનસિક સંકલ્પ ઉત્પન્ન થયો
ઘણાં વર્ષોથી હું ધન્ય સાર્થવાહની સાથે શબ્દ, સ્પર્શ, રસ, ગંધ, રૂપ સંબંધિ માનવીય કામભોગોને ભોગવતી એવી સમય વિતાવી રહી છું, પરંતુ મેં હજી સુધી એક પણ પુત્ર કે પુત્રીને જન્મ આપ્યો નથી. તે માતાઓ ધન્ય છે, તે માતાઓ પુણ્યશાળી છે, તે માતાઓ કૃતાર્થ છે, તે માતાઓ કૃતપુણ્ય છે, તે માતાઓ કૃતલક્ષણ છે, તે માતાઓ કૃતવૈભવ છે. તે માતાઓના મનુષ્યજન્મ અને જીવનનું સુફળ પ્રાપ્ત થયેલ છે. જે પોતાની કુક્ષિથી ઉત્પન્ન થયેલા, સ્તનોનું દૂધ પીવામાં લુબ્ધ, મીઠા—મીઠા બોલ બોલવામાં, મુણમુણ કરવામાં, સ્તનના મૂળથી કાંખ તરફ સરકતા મુગ્ધ બાળકોને સ્તનપાન કરાવે છે, પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org