________________
શ્રમણ કથાઓ
૨૨૧
માલુકા કચ્છ હતો. જે કૃષ્ણ વર્ણવાળો, કૃષ્ણ પ્રભાવાળો – યાવત્ – રમણીય, મહામેળોના સમૂહ જેવો હતો અને વિવિધ પ્રકારના વૃક્ષો, ગુચ્છો, ગુલ્મો, લતાઓ, વેલો, તૃણો, કુશો અને ઠુંઠાથી વ્યાપ્ત હતો. ચારે તરફથી આચ્છાદિત હતો. અંદરથી વિશાળ અને બહારથી ગંભીર હતો. અનેક સેંકડો પશુઓ તથા સર્પો આદિનું વાસ સ્થાન જેવું હોવાથી શંકાસ્પદ હતું. ૦ ધન્ય સાર્થવાહ-પરિવાર :
તે રાજનગરમાં ધન્ય નામનો સાર્થવાહ હતો, તે સમૃદ્ધિશાળી અને તેજસ્વી હતો. વિસ્તૃત અને વિપુલ ભવન, શય્યા, આસન, યાન, વાહન આદિનો સ્વામી હતો. તેના ઘરમાં ઘણાં દાસદાસી, ગાય, ભેંસ અને બકરીઓ હતી. ઘણું જ ધન, સોનું, ચાંદી હતા. તે લેણદેણનો વ્યવસાય કરતો. તેના રસોઈગૃહમાં ઘણાં ભોજન, પાણી તૈયાર થતા હતા.
તે ધન્ય સાર્થવાહની પત્નીનું નામ ભદ્રા હતું. તેના હાથ–પગ સુકુમાલ હતા. હીનતારહિત પરિપૂર્ણ પાંચ ઇન્દ્રિયો અને શરીરવાળી હતી. તે સ્વસ્તિક આદિ લક્ષણો અને તલ, મસા આદિ વ્યંજનોના ગુણો વડે યુક્ત હતી. માન-ઉન્માન અને પ્રમાણથી પરિપૂર્ણ હતી. સુજાત સર્વાંગસુંદર અંગવાળી, ચંદ્ર સમાન સૌમ્ય આકારવાળી, મનોહર અને પ્રિયદર્શનવાળી, સુરપા, મુઠિમાં સમાઈ જાય તેવા કટિપ્રદેશથી યુક્ત હતી. તેનો કટિપ્રદેશ ત્રિવલિ વડે શોભિત હતો.
કુંડલો વડે તેના ગંડ સ્થળોની રેખા ઘસાતી રહેતી હતી. શરદઋતુની પૂર્ણિમાના ચંદ્ર સમાન સૌમ્ય તેનું મુખ હતું. શ્રૃંગારના ગૃહ સમી, સુંદર વેશવાળી, તેણીની ચાલ, હસવું, બોલવું, ચાલવું આદિ મર્યાદાનુસાર હતા. તેણીનો વિલાસ, આલાપ, સંતાપ, ઉપચારાદિ બધું જ સંસ્કારિતાને અનુરૂપ હતું તેણી પ્રાસાદીયા, દર્શનીયા, મનોહરા અને અતીવ રમણીય હોવા છતાં વંધ્યા હતી. પ્રસવના સ્વભાવથી રહિત હતી અને ફક્ત ઘૂંટણ અને કોણીની જ માતા હતી (અર્થાત્ તે પુત્રરહિત હતી).
તે ધન્ય સાર્થવાહનો પંથક નામે એક દાસ ચેટક હતો, જે સર્વાગ સુંદર, માંસથી પરિપુષ્ટ શરીરવાળો અને બાળકોને રમાડવામાં કુશળ–ચતુર હતો.
તે ધન્ય સાર્થવાહ રાજગૃહ નગરમાં ત્યાંના ઘણાં વ્યાપારિઓ, શ્રેષ્ઠીઓ, સાર્થવાહો અને અઢાર શ્રેણી–પ્રશ્રેણીઓના ઘણાં જ કાર્યોમાં, કુટુંબોમાં અને મંત્રણાઓમાં – યાવત્ - ચક્ષુવતુ હતો. ૦ વિજય ચોર :
તે રાજગૃહ નગરમાં વિજય નામે એક ચોર હતો, તે ચાંડાલ સમાન પાપકર્મ કરનારો, અત્યંત ભયાનક અને દૂર કર્મ કરનારો હતો. કુદ્ધ પુરુષ સમાન દેદીપ્યમાન લાલ નેત્રોવાળો હતો. તેની દાઢી અતિ કઠોર મોટી વિકૃત અને ભયજનક હતી. તેના હોઠ પરસ્પર ભેગા થતા ન હતા. તેના મસ્તકના વાળ હવામાં ઉડતા રહેતા હતા. તે વિખરાયેલા અને લાંબા-લાંબા હતા. તેના શરીરનો વર્ણ ભ્રમર અને રાહુની સમાન કાળો હતો. તે નિર્દય અને પશ્ચાતાપથી રહિત હતો. દારુણ દેખાવવાળો હોવાથી ભય પ્રેરક હતો. તે નૃશંસ અને અનુકંપા રહિત હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org