________________
શ્રમણ કથાઓ
૨૧૯
૦ “નિષેધ'ના પાલનનું ફળ અને અપાલનથી વિપત્તિ :
સાર્થમાંના કેટલાંક પુરષોએ ધન્ય સાર્થવાહની આ વાતની શ્રદ્ધા કરી, વિશ્વાસ કર્યો, રૂચિ કરી. અને આ વાતની શ્રદ્ધા–પ્રતીતિ અને રૂચિ કરતા, તે નંદીફળવૃક્ષને દૂરથી જ ત્યાગ કરીને બીજા વૃક્ષોના મૂળ આદિનું સેવન કરવા લાગ્યા, તેની છાયામાં વિશ્રામ કરવા લાગ્યા. તેઓને તત્કાળ તો સુખ ન લાગ્યું પણ પછીથી જેમ જેમ તેનું પરિણમન થતું ગયું. તેમ તેમ તે પુનઃ પુનઃ શુભ ગંધ, શુભ વર્ણ, શુભ રસ, શુભ સ્પર્શ અને શુભ છાયારૂપે પરિણત થવા લાગ્યા.
સાર્થમાંના કેટલાંક પુરુષોએ ધન્ય સાર્થવાહની આ વાત પર શ્રદ્ધા ન કરી, વિશ્વાસ ન કર્યો, રૂચિ ન કરી, ધન્ય સાર્થવાહની વાત પર શ્રદ્ધા ન કરતા, વિશ્વાસ ન કરતા, રુચિ ન કરતા જ્યાં તે નંદી ફળવૃક્ષ હતું ત્યાં આવ્યા. આવીને તેઓએ નંદી ફળવૃક્ષના મૂળ અને - યાવત્ – ભક્ષણ કર્યું. તેની છાયામાં વિશ્રામ કર્યો, તેઓને તત્કાળ તો સુખ પ્રાપ્ત થયું પણ ત્યારપછી પરિણમન થયા બાદ અકાળમાં જ જીવનનો નાશ પામ્યા. ૦ કથા નિષ્કર્ષ :
હે આયુષ્યમાન્ શ્રમણો ! આ જ પ્રમાણે આપણા જે નિગ્રંથ કે નિગ્રંથી આચાર્ય, ઉપાધ્યાય પાસે મુંડિત થઈને, ગૃહત્યાગ કરી અણગારત્વ અંગીકાર કરે, પછી પાંચે ઇન્દ્રિઓના કામભોગોમાં આસક્ત થતા નથી, અનુરક્ત થતા નથી, ગૃદ્ધ થતા નથી, મૂર્ષિત થતા નથી. અત્યંત આસક્ત થતા નથી, તે આ જ ભવમાં ઘણાં જ શ્રમણ, ઘણી જ શ્રમણી ઘણાં જ શ્રાવક, ઘણી જ શ્રાવિકાઓને પૂજનીય બને છે, પરલોકમાં પણ ઘણાં જ હસ્તકેદન, કર્ણોદન, નાસિકા છેદન, હૃદય વિદારણ, વૃષણ ઉત્પાદન, ફાંસી લટકાવવી આદિ દુ:ખોને પ્રાપ્ત કરતા નથી અને અનાદિ, અનંત દીર્ધ માર્ગવાળા, ચાતુર્ગતિકરૂપ સંસાર કાંતારને પાર કરી જે રીતે નંદી ફળવૃક્ષથી દૂર રહેનારા સુખી થયા તેમ સુખી થાય છે.
હે આયુષ્યમાન્ શ્રમણો ! જે રીતે નંદી ફળનો આશ્રય કરનારા પુરુષોના જીવનનો વિનાશ થયો તેમ આપણા જે નિર્ગથ કે નિર્ગથી આચાર્ય, ઉપાધ્યાયની પાસે મુંડિત થઈને, ગૃહવાસનો ત્યાગ કરી અણગાર પ્રવ્રજ્યા અંગીકાર કરીને પાંચે ઇન્દ્રિઓના કામભોગોમાં આસક્ત થાય છે, અનુરક્ત થાય છે, ગૃદ્ધ થાય છે, મૂર્શિત થાય છે, અતિ આસક્ત થાય છે, તે આ ભવમાં – યાવત્ – અનાદિ, અનંત દીર્ધ માર્ગવાળા સંસાર વનમાં વારંવાર પરિભ્રમણ કરે છે. ૦ ધન્ય સાર્થવાહનું અહિચ્છત્રા ગમન :
ત્યારપછી તે ધન્ય સાર્થવાહે ગાડી–ગાડાં જોડાવ્યા, જોડાવીને જ્યાં અહિચ્છત્રા નગરી હતી, ત્યાં પહોંચ્યા, પહોંચીને અહિચ્છત્રા નગરીની બહાર પ્રધાન ઉદ્યાનમાં પડાવ નાંખ્યો, પડાવ નાંખીને ગાડી–ગાડાં ખોલાવી નાંખ્યા, ત્યારપછી ધન્ય સાર્થવાહ મહામૂલ્યવાન, મહાઈ, મહાઈ, રાજાને યોગ્ય ઉપહાર લીધો. ઉપહાર લઈને ઘણાં પુરુષોની સાથે, તેમના દ્વારા પરિવૃત્ત થઈને અહિચ્છત્રા નગરીના મધ્ય ભાગમાં થઈને પ્રવેશ કર્યો, પ્રવેશ કરીને જ્યાં કનકકેતુ રાજા હતો, ત્યાં આવ્યા, આવીને બંને હાથ જોડીને મસ્તકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org