________________
શ્રમણ કથાઓ
૨૧૭
તે ચંપાનગરીમાં ઘન્ય નામે એક સાર્થવાહ હતો. જે ધનાઢ્ય – યાવત્ – કોઈથી પરાભૂત થાય તેવો ન હતો.
તે ચંપાનગરીના ઇશાન ખૂણામાં અહિચ્છત્રા નામે નગરી હતી. જે ભવનો આદિની ઋદ્ધિ તથા સમૃદ્ધિથી પરિપૂર્ણ હતી.
તે અહિચ્છત્રા નગરીમાં કનકકેતુ નામે રાજા હતો. તે મહાહિમવંત પર્વત આદિ સદેશ હતો. ૦ અહિચ્છત્રા નગરી જવા ધન્યની ઘોષણા :
ત્યારપછી અન્ય કોઈ દિવસે તે ધન્ય સાર્થવાહના મનમાં મધ્યરાત્રિના સમયે આવા પ્રકારનો અધ્યવસાય – યાવત્ – સંકલ્પ ઉત્પન્ન થયો કે, વિક્રેય વિપુલ વસ્તુઓને લઈને મારે અહિચ્છત્રા નગરી વ્યાપાર કરવાને માટે જવું શ્રેયસ્કર છે – તેણે આવો વિચાર કર્યો. વિચાર કરીને ગણિમ, પરિમ, મેય અને પરિચ્છેદ્ય – આ ચારે પ્રકારના પદાર્થોને ગ્રહણ કર્યા ગ્રહણ કરીને ગાડી–ગાડાં તૈયાર કર્યા. તૈયાર કરીને ગાડી–ગાડાં ભર્યા. ભરીને કૌટુંબિક પુરષોને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું
હે દેવાનુપ્રિયો ! જાઓ અને ચંપાનગરીના શૃંગાટક – યાવત્ – રાજમાર્ગો અને સામાન્ય માર્ગોમાં ઉદ્ઘોષણા કરાવતા આ પ્રમાણે કહો – હે દેવાનુપ્રિયો! ધન્ય સાર્થવાહ વિપુલ વિક્રેય વસ્તુઓ લઈને વાણિજ્યના નિમિત્તે અહિચ્છત્રા નગરી જવાને ઇચ્છે છે. તેથી હે દેવાનુપ્રિયો ! જે કોઈ પણ ચરક કે ચોરિક કે ચર્મખંડિક કે ભિલ્લુંડ કે પાંડુરંગ કે ગૌતમ કે ગોવ્રતિક કે ગૃહિધર્મા કે ધર્મચિંતક અથવા અવિરુદ્ધ વિરુદ્ધ, વૃદ્ધ, શ્રાવક, રક્તપટ, નિગ્રંથ આદિ વતી કે ગૃહસ્થ, જે પણ કોઈ ધન્ય સાર્થવાહની સાથે અહિચ્છત્રા નગરી જવા ઇચ્છતા હોય, તેને ધન્ય સાર્થવાહ લઈ જશે.
જેની પાસે છત્રક નહીં હોય તેને છત્રક દેશે, જૂના નહીં હોય તેને જૂત્તા આપશે. કમંડલુ ન હોય તેને કમંડલુ આપશે. જેની પાસે પાથેય નહીં હોય, તેને પાથેય આપશે. જેમની પાસે પ્રક્ષેપ નહીં હોય તેને પ્રક્ષેપ આપશે. જે વચ્ચે પડી જશે, ભગ્ર થશે, રુષ્ણ થશે, તેની સહાયતા – સાર સંભાળ કરશે અને સુખપૂર્વક અહિચ્છત્રા નગરી સુધી પહોંચાડશે. આ પ્રમાણે બે વખત ત્રણ વખત ઘોષણા કરો, ઘોષણા કરીને મારી આ આજ્ઞા પાછી આપો.
ત્યારપછી તે કૌટુંબિક પુરુષો પાસેથી આ વાત સાંભળીને ચંપાનગરીના જે ઘણાં જ ચરક – યાવત્ – ગૃહસ્થ હતા, તેઓ જ્યાં ધન્ય સાર્થવાહ હતો ત્યાં આવ્યા.
ત્યારપછી તે ચરકો અને – યાવત્ – તે ગૃહસ્થોમાંથી જેની પાસે છત્ર ન હતું તેને ધન્ય સાર્થવાહે છત્ર આપ્યું – યાવત્ – પાથેય ન હતું તેમને પાથેય આપ્યું. આપીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! તમે લોકો જાઓ અને ચંપાનગરીની બહાર પ્રધાન ઉદ્યાનમાં મારી પ્રતિક્ષા કરતા ત્યાં રહો.
ત્યારે તે ચરક – યાવત - ગૃહસ્થો ધન્ય સાર્થવાહના આ કથનને સાંભળીને ચંપાનગરીની બહાર પ્રધાન ઉદ્યાનમાં ધન્ય સાર્થવાહની પ્રતિક્ષા કરતા ઊભા રહ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org