________________
શ્રમણ કથાઓ
૨૧૫
ત્યારપછી જિનરક્ષિતને દેવી પર અનુરાગભાવ ઉત્પન્ન થયો કે મૃત્યરૂપી રાક્ષસે તેના ગળામાં હાથ નાંખીને તેની મતિ પલટાવી નાંખી, તેણે દેવીની તરફ જેવું જોયું કે તુરંત જ તે જાણીને શૈલકયક્ષે તેને પોતાની પીઠ પરથી ઉઠાવીને ફેંકી દીધો.
ત્યારપછી તે નિર્દય અને પાપિણી રત્નદ્વીપની દેવી દયનીય જિનરક્ષિતને શૈલકની પીઠ પરથી પડતો જોઈને બોલી – રે દાસ ! તું મર્યો. આ પ્રમાણે કહીને સમુદ્રના જળ સુધી પહોંચતા પહેલા જ હાથો વડે પકડીને ચીસ પાડતી જિનરક્ષિતને ઉપર આકાશમાં ઉછાળ્યો અને જ્યારે તે નીચે તરફ આવતો હતો ત્યારે તેને તલવારની અણી પર ઝીલી લીધો તથા નીલકમલ, ભેંસના શીંગડા અને અલસીફૂલ સટશ કૃષ્ણ પ્રભાવાળી શ્રેષ્ઠ તલવાર વડે તેના ટુકડે ટુકડા કરી નાંખ્યા, ટુકડે ટુકડા કરીને લોહી વડે વ્યાપ્ત તેના અંગોપાંગને ગ્રહણ કરીને, બંને હાથોની અંજલિ કરીને હર્ષિત થઈને તેણીએ ઉચ્છિત બલિ દેવતાઓને લક્ષ્ય કરીને ચારે દિશાઓમાં બલિદાન આપ્યું. – નિષ્કર્ષ :
આ પ્રમાણે હે આયુષ્યમાન્ શ્રમણો ! જે આપણા નિગ્રંથ કે નિર્ગથી અથવા આચાર્ય, ઉપાધ્યાયની નીકટ પ્રવ્રજિત થઈને અણગાર થાય છે અને પુનઃ મનુષ્યસંબંધી કામભોગોનો આશ્રય લે છે, યાચના કરે છે, સ્પૃહા કરે છે, અભિલાષા કરે છે, તે મનુષ્ય આ ભવમાં જ ઘણાં સાધુઓ, ઘણી જ સાધ્વીઓ, ઘણાં જ શ્રાવકો, ઘણી શ્રાવિકાઓ દ્વારા નિંદનીય થાય છે – યાવત્ – ચાતુર્ગતિક સંસાર કાંતારમાં વારંવાર પરિભ્રમણ કરે છે. યથા – તે જિનરક્ષિત.
પાછળ જોનારો જિનરક્ષિત છળ-કપટનો ભોગ બન્યો અને પાછળ ન જોનારો જિનપાલિત નિર્વિદને પોતાના સ્થાને પહોંચી ગયો. તેથી પ્રવચન સાર – ચારિત્રમાં આસક્તિરહિત હોવું જોઈએ.
ભોગોના આકાંક્ષી ઘોર સંસારમાં પડે છે અને જે ભોગોમાં આસક્ત નથી. તેઓ સંસાર કાંતાર – મહાવનને પાર કરી જાય છે. ૦ જિનપાલિતનું ચંપાગમન :
ત્યારપછી તે રત્નદ્વીપની દેવી જ્યાં જિનપાલિત હતો ત્યાં આવી, આવીને ઘણાં અનુકૂળ અને પ્રતિકૂળ કઠોર અને મધુર, શૃંગારજનક અને કરુણોત્પાદક ઉપસર્ગો દ્વારા જ્યારે તેને ચલિત કરવાને, સુબ્ધ કરવાને અને તેનું મન પલટાવવા માટે સમર્થ ન થઈ, ત્યારે શ્રાંત, ખિન્ન, કલાન્ત અને અતિશય ખિન્ન થઈને જે દિશામાંથી આવી હતી, તે જ દિશામાં પાછી ચાલી ગઈ.
- ત્યારપછી તે શૈલક યક્ષ જિનપાલિતની સાથે લવણસમુદ્રની વચ્ચોવચ્ચ થઈને ચાલ્યો. ચાલીને જ્યાં ચંપાનગરી હતી, ત્યાં આવ્યો, આવીને ચંપાનગરીના અગ્ર ઉદ્યાનમાં જિનપાલિતને પોતાની પીઠેથી નીચે ઉતાર્યો. ઉતારીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! આ ચંપાનગરી દેખાઈ રહી છે, એમ કહીને જિનપાલિત પાસેથી આજ્ઞા લીધી, લઈને જે દિશામાંથી આવ્યો હતો તે દિશામાં પાછો ચાલ્યો ગયો.
ત્યાર બાદ જિનપાલિતે ચંપાનગરીમાં પ્રવેશ કર્યો, કરીને જ્યાં પોતાનું ઘર હતુ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org