________________
૨૧૪
આગમ કથાનુયોગ-૩
જિનપાલિત મને રોતી, આક્રંદન કરતી, શોક કરતી, અનુતાપ કરતી, વિલાપ કરતી જોઈને પરવા નથી કરતો તો ન કરે, પણ હે જિનરક્ષિત ! તું પણ શું મને રોતી, આકંદન કરતી, શોક કરતી, અનુતાપ કરતી, વિલાપ કરતી એવી મારી પરવા કરતો નથી ?
ત્યારપછી શ્રેષ્ઠ રત્નદ્વીપની તે પાપિણી દેવી અવધિજ્ઞાન વડે જિનરક્ષિતના મનને જાણીને તેને મારવાને માટે બંને માકંદીપુત્રો પ્રતિ દ્વેષયુક્ત, કપટ, લીલા સહિત વિવિધ પ્રકારના ચૂર્ણવાસ વડે મિશ્રિત, દિવ્ય, પ્રાણ અને મનને તૃપ્તિ દેનારા અને સર્વ ઋતુઓ સંબંધી સુગંધિત પુષ્પોની વૃષ્ટિ કરતી–કરતી વિવિધ પ્રકારના મણિ, સુવર્ણ, રત્નોની ઘંટિકા, ઘૂંઘરું, ઝાંઝર, કંદોરો આદિના શબ્દરવથી દિશા અને વિદિશાઓને વ્યાપ્ત કરતી એવી આ પ્રમાણે કહેવા લાગી–
હે હોલ ! વસૂલ ! ગોલ ! નાથ ! સ્વામી ! પ્રિય ! રમણ ! કાંત ! અભિલાષિત ! સ્વામી ! નિધૃણ–નિર્દય ! નિWક્ક-અવસરને ન જાણનાર ! નિર્મોહી ! નિષ્ક્રિય ! અકૃતજ્ઞ! શિથિલમના ! નિર્લજ્જ ! રસ ! અકરણ! જિનરક્ષિત ! મારા હૃદયના રક્ષક! મને એકલી, અનાથ, બાંધવરહિત, તમારા ચરણની સેવા કરનારી, અધન્યાનો ત્યાગ કરી દેવો તમારા માટે યોગ્ય નથી.
હે ગુણ ભંડાર ! હું તમારા વિના એક ક્ષણને માટે પણ જીવિત રહેવા માટે સમર્થ નથી. અનેક સેંકડો મત્સ્ય, મગર, વિવિધ મુદ્ર જલચર પ્રાણીઓના ગૃહરૂપ આ રત્નાકરના મધ્યે તમારા સામે હું મારો વધ કરું છું – પ્રાણ ત્યાગ કરું છું.
આવો, પાછા આવી જાઓ, જો તમે કોપાયમાન થયા હો તો મારા એક અપરાધને ક્ષમા કરો.
શરઋતુના મેઘવિહિન વિમલચંદ્રમાની સમાન અને સદ્યઃ વિકસિત કમલ, કુમુદ અને કુવલયના વિમલસમૂહની સદશ શોભાયમાન તમારા મુખમંડઅને નેત્રોના દર્શન કરવાની ઇચ્છા (તૃષા)થી હું અહીં આવું છું, તારું મુખ જોવાને માટે હું અધીર છું. તેથી હે નાથ ! તમે મારી તરફ જુઓ. જેથી હું તમારા મુખ કમળનું દર્શન કરું.
એ પ્રમાણે પ્રેમપૂર્ણ, સરળ અને મધુર વચનોને વારંવાર બોલતી તે પાપિણી અને પાપપૂર્ણ હૃદયવાળી દેવી માર્ગમાં તેમની પાછળ-પાછળ જવા લાગી. ૦ જિનરક્ષિતનો વિનાશ :
ત્યારપછી પૂર્વોક્ત કાનોને સુખ દેનારી અને મનને હરણ કરનારા ભૂષણયુક્ત શબ્દોના ધ્વનિ તથા તે પ્રણયયુક્ત સરળ અને મધુર વચનોથી જિનરક્ષિતનું મન ચલાયમાન થઈ ગયું. પૂર્વની અપેક્ષા તેને બમણો રાગ થઈ ગયો. રત્નદીપની દેવીના સુંદર સ્તન, જઘન, મુખ, હાથ, પગ અને નેત્રોના લાવણ્યનો, રૂપ-યૌવનની સુંદરતા, હર્ષના અતિરેક વશ કરાયેલા દિવ્ય આલિંગનોને, કામચેષ્ટાઓને, વિલાસોને, મુસ્કુરાહટોને, કટાક્ષોને, કામક્રીડા જનિત નિઃશ્વાસોને, મર્દનને, ઉપલલિતને, સ્થિતને, ગતિને, પ્રણયકોપને અને પ્રસાદિત માનિનીને રિઝવવાને સ્મરણ કરતા કરતા જિનરક્ષિતની મતિ રાગથી મોહિત થઈ ગઈ. તે વિવશ થઈ ગયો. કર્મને આધીન થઈ ગયો અને લજ્જાની સાથે પાછળ તરફ વળીને તે દેવીની તરફ જોવા લાગ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org