________________
શ્રમણ કથાઓ
૨૧૩
દેવગતિથી લવણસમુદ્રની વચ્ચોવચ્ચ થઈને જ્યાં જંબૂઢીપ હતો ત્યાં આવ્યો. જ્યાં ભરતક્ષેત્ર હતું. જ્યાં ચંપાનગરી હતી. તે તરફ જવાને માટે ઉદ્યત્ થયો. ૦ રત્નદ્વીપ દેવીએ કરેલ ઉપસર્ગ -
ત્યારપછી રત્નદ્વીપની દેવીએ લવણસમુદ્રની ચારે તરફ એકવીશ વખત ચક્કર લગાવીને જ્યાં પોતાનો શ્રેષ્ઠ પ્રાસાદ હતો, ત્યાં આવી. આવીને તેણીએ તે માકંદીપુત્રોને પ્રાસાદમાં ન જોયા. તેથી તેણી પૂર્વ દિશાના વનખંડ તરફ ગઈ – યાવત્ – બધી જગ્યાએ માર્ગણા ગવેષણા કરી, ગવેષણા કરવા છતાં તેણીને તે માકંદીપુત્રોની ક્યાંય કૃતિ–સુતિ– પ્રવૃત્તિ જાણવા ન મળ્યા. એ જ પ્રમાણે ઉત્તર અને પશ્ચિમ દિશામાં પણ વનખંડોમાં દેખાયા નહીં ત્યારે અવધિજ્ઞાનનો પ્રયોગ કર્યો. ત્યારે તે માકંદીપુત્રોને શૈલક સાથે લવણસમુદ્રની વચ્ચોવચ્ચથી થઈને જતા જોયા. જોઈને ક્રોધાભિભૂત થઈ, હાથમાં તલવાર લીધી. લઈને સાત-આઠ તાડ જેટલી આકાશમાં ઊંચી ઉઠી, ઉઠીને ઉત્કૃષ્ટ દેવગતિથી જ્યાં માકંદીપુત્ર હતા ત્યાં આવી, આવીને આ પ્રમાણે બોલી
અરે માકંદીપુત્રો ! અરે અપ્રાર્થિતના અભિલાષી, શું તમે નથી જાણતા કે મારો ત્યાગ કરીને શૈલક યક્ષની સાથે લવણસમુદ્રની મધ્યમાં થઈને તમે નીકળી જશો ? આટલું થવા છતાં પણ જો તમે મારી અપેક્ષા રાખશો તો તમે જીવતા રહી શકશો અને જો મારી અપેક્ષા નહીં રાખો તો નીલકમલ, ભેંસના શીંગડા, અળસીના ફૂલ જેવી પ્રભાવાળી અને છૂરાની ધાર જેવી તલવાર વડે ગંs સ્થળો અને દાઢી મૂછોને લાલ કરનારા, માતા આદિ દ્વારા સજાવીને સુશોભિત કરાયેલ કેશો વડે શોભાયમાન તમારા આ મસ્તકને તાલફળની માફક કાપીને એકાંતમાં ફેંકી દઈશ.
ત્યારપછી તે માકંદીપુત્ર રત્નદ્વીપની દેવીના આ કથનને સાંભળીને અને સમજીને પણ ભયભીત ન થયા, ત્રસિત ન થયા, ઉદ્વિગ્ન ન થયા, યુભિત ન થયા, સંભ્રાન્ત ન થયા અને તેઓએ રત્નદીપની દેવીના આ કથનનો આદર ન કર્યો. તેને અંગીકાર ન કર્યું, તેની પરવા ન કરી અને શૈલકયક્ષ સાથે સમુદ્રમાં ચાલવા લાગ્યા – (આગળ વધ્યા).
ત્યારપછી તે રત્નદીપની દેવી તે માકંદી પુત્રોને ઘણાં પ્રતિકૂળ ઉપસર્ગો દ્વારા ચલિત કરવામાં, લોભાવવામાં, સુભિત કરવામાં અને પાછા વાળવામાં સમર્થ ન થઈ ત્યારે પોતાના મધુર, શૃંગારમય અને અનુરાગભર્યાં અનુકૂળ ઉપસર્ગો દ્વારા તેઓ પરત્વે ઉપસર્ગ કરવામાં પ્રવૃત્ત થઈ.
હે માકંદીપુત્રો! હે દેવાનુપ્રિયો! તમે મારી સાથે હાસ્ય કરેલ છે, રમણ કરેલ છે, લીલા કરી છે, ક્રીડા કરી છે, હિંચોળે હિંચ્યા છો, મોહિત થયા છો. તો આ બધાંને કંઈપણ ગણતરીમાં ન લેતા એવા તમે મને છોડીને શૈલક યક્ષની સાથે લવણસમુદ્રની મધ્યમાં થઈને જઈ રહ્યા છો ?
ત્યારપછી તે રત્નદ્વીપની દેવીએ અવધિજ્ઞાનથી જિનરક્ષિતના મનને જાણ્યું, જાણીને આ પ્રમાણે કહેવા લાગી.
હું હંમેશા જિનપાલિતને માટે અનિષ્ટ, અકાંત, અપ્રિય, અમનોજ્ઞ અને અમણામ હતી. હું તો હંમેશાં જિનરક્ષિતને ઇષ્ટ, કાંત, પ્રિય, મનોજ્ઞ અને પ્રણામ હતી, તેથી કદાચ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org