________________
૨૨૪
આગમ કથાનુયોગ-૩
રાખ્યા. રાખીને પુષ્કરિણીમાં ઉતરી.
ઉતરીને જળમજ્જન કર્યું, જળક્રીડા કરી અને સ્નાન કર્યું. બલિકર્મ કર્યું. પછી ભીની સાડી પહેરીને ત્યાં જે ઉત્પલ, પદ્મ, કુમુદ, નલિન, સુભગ, સુગંધી પુંડરીક, મહાપુંડરીક, શતપત્ર, સહસ્ત્રપત્ર, કમળ હતા, તે બધાને લીધા, લઈને પુષ્કરિણીથી ઉપર આવી. બહાર આવીને તે પુષ્પ વસ્ત્ર, ગંધ, માળા આદિને લઈને નાગગૃહ – ચાવતું – વૈશ્રમણગૃહમાં પહોંચી, પહોંચીને ત્યાં સ્થિત નાપ્રતિમાઓ – યાવત્ – વૈશ્રમણપ્રતિમાઓ પર દૃષ્ટિ પડતાં જ પ્રણામ કર્યા. કંઈક નીચે નમી નમન કર્યું..
ત્યારપછી મોરપીંછી લઈને નાગ પ્રતિમા – યાવત – વૈશ્રમણ પ્રતિમાને તે મોરપીંછી વડે પ્રમાર્જિત કરી, પ્રમાર્જિત કરીને જળ વડે અભિષેક કર્યો. અભિષેક કરીને રૂછાવાળા, કોમળ, સુગંધિત કષાયરંગી વસ્ત્રો વડે પ્રતિમાઓના શરીરને પોંછયા, પોંડીને બહુમૂલ્ય વસ્ત્ર પહેરાવ્યા, પુષ્પમાળા પહેરાવી, ગંધનું લેપન કર્યું. ચૂર્ણ ચડાવ્યા, વર્ણનું સ્થાપન કર્યું અને પછી ધૂપ સળગાવ્યો, સળગાવીને ઘૂંટણ અને પગ ટેકવી બંને હાથ જોડીને આ પ્રમાણે કહ્યું
જો હું પુત્ર કે પુત્રીને જન્મ આપીશ, તો હું તમારી પૂજા કરીશ, દાન દઈશ, ભાગ આપીશ અને અક્ષયનિધિની વૃદ્ધિ કરી. એમ કહીને તેણે માનતા માની. પછી પુષ્કરિણી પર આવી, પુષ્કરિણી પર આવીને વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ ભોજનનું આસ્વાદન કરતી, સ્વાદ લેતી, એકબીજાને આપતી, ખાતી વિચરવા લાગી. ભોજન કર્યા પછી આચમન કરીને, સ્વચ્છ અને પરમ શૂચિભૂત થઈને પોતાને ઘેર પાછી ફરી.
ત્યારપછી આ જ પ્રમાણે ભદ્રા સાર્થવાહી પ્રત્યેક ચૌદશ, આઠમ, અમાસ અને પૂનમના વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ભોજનને તૈયાર કરતી, તૈયાર કરીને ઘણાં જ નાગ – યાવત્ – વૈશ્રમણ દેવોની માનતા માનીને અને નમસ્કાર કરતી – યાવત્ – વિચરવા લાગી. ૦ ભદ્રાને ગર્ભ પ્રભાવે દોદ :
ત્યારપછી કેટલોક સમય વ્યતીત થયા બાદ કોઈ દિવસે તે ભદ્રા ગર્ભવતી થઈ. ત્યારે તે ભદ્રા સાર્થવાહીને ગર્ભવતી થયે બે માસ વીત્યા અને ત્રીજો મહિનો ચાલી રહ્યો હતો. ત્યારે તેણીને આવા પ્રકારની ઈચ્છા–દોહદ થયો.
તે માતાઓ ધન્ય છે – યાવત્ – તે માતાઓ કૃતલક્ષણ છે, જે વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ અને ઘણાં જ પુષ્પ, ગંધ, માળા અને અલંકારોને લઈને મિત્ર, જ્ઞાતિજન, નિજક, સ્વજન, સંબંધી અને પરિજનોની સ્ત્રીઓની સાથે પરિવૃત્ત થઈને રાજગૃહ નગરની વચ્ચોવચ્ચ થઈ નીકળે છે. જ્યાં પુષ્કરિણી છે, ત્યાં આવે છે, યાવત્ પુષ્કરિણીમાં પ્રવેશ કરીને સ્નાન તથા બલિકર્મ કર્યું. સર્વ અલંકારોથી વિભૂષિત થઈ પછી વિપુલ અશન, પાન, ખાદ્ય, સ્વાદ્ય ભોજનનું આસ્વાદન કરતી, વિશેષ આસ્વાદન કરતી, વહેંચતી, પરિભોગ કરતી પોતાના દોહદની પૂર્તિ કરે છે.
આ પ્રમાણે વિચાર કર્યો. વિચાર કરીને બીજે દિવસે પ્રાતઃકાળે સૂર્યોદય થયો અને સહસ્રરશ્મિ દિનકરને જાજ્વલ્યમાન તેજસહિત પ્રકાશિત થયા પછી ધન્ય સાર્થવાહ પાસે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org