________________
૨૦૪
૦ મેઘ અણગારની ગતિ :
હે ભગવન્ ! આ પ્રમાણે કહીને ભગવન્ ગૌતમે શ્રમણ ભગવંત મહાવીરને વંદન– નમસ્કાર કર્યા. વંદન—નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું.
હે ભગવન્ ! આપ દેવાનુપ્રિયના અંતેવાસી જે મેઘ અણગાર હતા, તે મેઘ અણગાર કાલામાસ–મૃત્યુ સમયે, કાળ કરીને કઈ ગતિમાં ગયા ? અને ક્યાં ઉત્પન્ન થયા? હે ગૌતમ ! એમ કહીને શ્રમણ ભગવંત મહાવીરે ગૌતમને આ પ્રમાણે કહ્યું
એ પ્રકારે હે ગૌતમ ! મારો અંતેવાસી મેઘ નામનો અણગાર પ્રકૃતિથી ભદ્ર યાવત્ – વિનીત હતો. તેણે તથારૂપ સ્થવિરોની પાસે સામાયિકથી આરંભીને અગિયાર અંગોનું અધ્યયન કરી, બાર ભિક્ષુપ્રતિમા અને ગુણરત્ન સંવત્સર તપઃકર્મને ગ્રહણ કરીને – યાવત્ – કીર્તન કરીને મારી આજ્ઞા લઈને બધાં સ્થવીરોને ખમાવ્યા. ખમાવીને તથારૂપ ગીતાર્થ સ્થવિરોની સાથે વિપુલાચલ પર્વત પર ધીમે ધીમે ચઢ઼યા. ચઢીને દર્ભનો સંથારો બિછાવ્યો. સ્વયં જ દર્ભના સંથારા પર બેસીને પાંચ મહાવ્રતોનું ઉચ્ચારણ કર્યું, કુલ બાર વર્ષનો શ્રમણ પર્યાય પાલન કર્યો. એક માસની સંલેખના વડે આત્માને ઝોસિત કરી અનશન દ્વારા સાઠ ભક્તોનું છેદન કર્યું, આલોચના પ્રતિક્રમણ કરીને, શલ્યોનો ઉચ્છેદ કરીને સમાધિસ્થ થઈને કાળમાસમાં કાળધર્મને પામ્યા.
આગમ કથાનુયોગ–૩
કાળધર્મ (મૃત્યુ) બાદ ચંદ્રસૂર્ય, ગ્રહગણ, નક્ષત્ર અને તારારૂપ જ્યોતિષ્ક ચક્રથી ઘણાં યોજન, ઘણાં સેંકડો યોજન, ઘણાં હજારો યોજન, ઘણાં લાખો યોજન, કરોડો યોજન, કોડાકોડી યોજન ઓળંગીને તથા તેનાથી પણ ઊંચે સૌધર્મ, ઇશાન, સનકુમાર, માહેન્દ્ર, બ્રહ્મલોક, લાંતક, મહાશુક્ર, ત્રૈવેયક વિમાનવાસોને ઓળંગીને વિજય મહાવિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા છે.
તે વિજય નામના મહાવિમાનમાં કોઈકોઈ દેવોની ૩૩ સાગરોપમની સ્થિતિ કહેલી છે, તેમાં મેઘ નામના દેવની પણ ૩૩ સાગરોપમની સ્થિતિ છે.
હે ભગવન્ ! તે મેઘદેવ તે દેવલોકથી આયુક્ષય, સ્થિતિક્ષય, ભવક્ષય થયા પછી, ત્યાંથી ચ્યવીને ક્યાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે ?
હે ગૌતમ ! મહાવિદેહ વર્ષક્ષેત્રમાં જન્મ લઈને સિદ્ધિને પ્રાપ્ત કરશે - યાવત્ - સમસ્ત દુઃખોનો અંત કરશે.
૦ નિષ્કર્ષ :
• આગમ સંદર્ભ
નાયા. ૨૫ થી ૪૧; વિવા. ૩૭ ની ;
કદાચિત્ કોઈ પ્રસંગે શિષ્ય સ્ખલિત, સશંક થઈ જાય તો સંયમમાં સ્થિરતાને માટે આચાર્ય તેમને મધુર અને નિપુણ વચનોથી પ્રેરિત કરે. જે રીતે ભગવંત મહાવીરે મેઘમુનિને સંયમમાં સ્થિર કર્યા હતા (તે રીતે).
Jain Education International
―
-
અંત. ૫;
આવ.ચૂ૧-૫ ૨૫૮, ૩૫૮;
* — * -
For Private & Personal Use Only
અનુત્ત. ૧; કલ્પસર
www.jainelibrary.org