________________
૨૦૬
આગમ કથાનુયોગ-૩
અને પરિચ્છેદ્ય ચાર પ્રકારનો માલ જહાજમાં ભરીને અર્હત્રકની માફક લવણસમુદ્રમાં અનેક સેંકડોયોજન સુધી ચાલ્યા ગયા. ૦ નૌકાનો ભંગ થવો :
ત્યારપછી તે માકંદીપુત્રોને અનેક સેંકડો યોજન સુધી અવગાહન કર્યા પછી સેંકડો ઉત્પાત ઉત્પન્ન થયા, જેમકે – અકાલ મેઘ ગર્જના થવા લાગી. અકાળમાં વીજળી ચમકવા લાગી, અકાળે સ્તનિત શબ્દ થવા લાગ્યો. પ્રતિકૂળ તેજ હવા ચાલવા લાગી.
-
ત્યારપછી તે નૌકા તે પ્રતિકૂળ તોફાની વાયુથી વારંવાર કાંપવા લાગી, વારંવાર એક સ્થાનથી બીજા સ્થાને ચલાયમાન થવા લાગી. વારંવાર સંક્ષુબ્ધ થવા લાગી. જળના તીક્ષ્ણ વેગથી વારંવાર થપાટો ખાવા લાગી. હાથ વડે ભૂમિ પર પછાડેલા દડાની માફક વારંવાર ઊંચીનીચી ઉછળવા લાગી.
જેને વિદ્યા સિદ્ધ થયેલી છે, એવી વિદ્યાધર કન્યા જેમ પૃથ્વીતલથી ઉપર ઉછળે છે, તે જ પ્રકારે તે નૌકા ઉછળવા લાગી અને વિદ્યાથી ભ્રષ્ટ વિદ્યાધર કન્યા જેમ આકાશતલથી નીચે પડે છે તે જ પ્રકારે તે નૌકા નીચે પણ પડવા લાગી.
જેમ મહાન્ ગરુડના વેગથી ત્રાસ પામેલી નાગની ઉત્તમ કન્યા ભયભીત થઈને ભાગે છે, તે જ પ્રકારે તે નૌકા પણ અહીં-તહીં ભાગવા લાગી.
જેમ પોતાના સ્થાનથી વિખુટી પડેલ વછેરી ઘણાં લોકોના કોલાહલથી ત્રસ્ત થઈને અહીંતહીં ભાગે—દોડે છે. તે જ પ્રકારે નાવ પણ અહીંતહીં ભાગ–દૌડ કરવા લાગી. ગુરુજનો દ્વારા જેનો દુરાચાર—અપરાધ જાણી લેવાયો હોય, તેમ સર્કુલોત્પન્ન કન્યાની સમાન નીચે નમન કરવા લાગી.
તરંગોના સેંકડો પ્રહારોથી તાડિત થઈને તે નાવ થરથરવા લાગી. જેમ વિના આલંબનની વસ્તુ આકાશથી નીચે પડે છે, તેમ તે નૌકા પણ નીચે પડવા લાગી.
જેનો પતિ મરણ પામેલો છે, એવી નવવિવાહિતા વધૂ જેમ અશ્રુપાત કરે છે, તે જ પ્રમાણે પાણીથી ભિંજાયેલા સાંધાઓમાંથી ઝરતી એવી જલધારાના કારણે તે નૌકા પણ અશ્રુપાત કરતી એવી પ્રતીત થવા લાગી.
પરચક્રી રાજા દ્વારા અવરુદ્ધ અને એ જ કારણે ઘોર મહાભય વડે પીડિત કોઈ ઉત્તમ મહાનગરોની સમાન તે નૌકા પણ વિલાપ કરતી એવી પ્રતીત થવા લાગી.
કપટ વડે કરાયેલા પ્રયોગથી યુક્ત યોગ સાધનારી પરિવ્રાજિકા જે રીતે ધ્યાન કરે છે, તે જ પ્રકારે તે નૌકા પણ ક્યારેક ક્યારેક સ્થિર થઈ જવાથી ધ્યાન કરતી હોય તેવી લાગતી હતી.
કોઈ મહા ગહન જંગલમાંથી ચાલીને નીકળેલી અને હારેલ-થાકેલ પરિપક્વ ઉંમરવાળી માતા જે રીતે હાંફે છે, તે જ પ્રકારે તે નૌકા પણ નિશ્વાસ છોડવા લાગી. તપશ્ચરણના ફળ સ્વરૂપે પ્રાપ્ત સ્વર્ગના ભોગ ક્ષીણ થયા પછી જેમ શ્રેષ્ઠ દેવી પોતાના ચ્યવનને સમયે શોક કરે છે, તે જ પ્રમાણે નૌકા પણ શોક કરવા લાગી (તેમાં રહેલા લોકો શોક કરવા લાગ્યા).
તેનું કાષ્ઠ અને મુખ ભાગ ચૂરચૂર થઈ ગયો. તેની મેઢી પણ ભંગ થઈ ગઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org