________________
શ્રમણ કથાઓ
૨૦૫
૦ જિનપાલિત કથા - (જિનરક્ષિત કથા) :
તે કાળે, તે સમયે ચંપક નામની નગરી હતી. પૂર્ણભદ્ર ચૈત્ય હતું. તે નગરીમાં માર્કદી નામે સાર્થવાહ નિવાસ કરતો હતો. જે ધનાઢ્ય – યાવત્ - અપરિભૂત હતો. તેને ભદ્રા નામે ભાર્યા હતી. તે ભદ્રા ભાર્યાના આત્મજ બે સાર્થવાહ પુત્રો હતા. તેમના નામ આ પ્રમાણે હતી. - જિનપાલિત અને જિનરક્ષિત. ૦ જિનપાલિત જિનરક્ષિતની સમુદ્ર યાત્રા :
ત્યારપછી તે બંને માકંદીપુત્રો કોઈ એક સમયે ભેગા થઈને તેઓમાં પરસ્પર આવા પ્રકારનો કથા, વાર્તાલાપ થયો, આપણે લોકોએ પોતવાહન વડે અગિયાર વખત લવણસમુદ્રનું અવગાહન કર્યું. દરેક વખતે આપણે ધનની પ્રાપ્તિ કરી, કરવા યોગ્ય કાર્યો કર્યા અને પછી કોઈપણ પ્રકારના વિદન વગર શીઘ આપણા ઘેર પાછા આવ્યા છીએ. તો હે દેવાનુપ્રિય ! આપણા માટે એ શ્રેયસ્કર થશે કે બારમી વખત પણ પોતવાહનથી લવણસમુદ્રમાં અવગાહન કરીએ. આ પ્રકારે વિચાર કરીને તેઓએ પરસ્પર આ વાતનો સ્વીકાર કર્યો. કરીને જ્યાં માતાપિતા હતા, ત્યાં આવીને આ પ્રમાણે બોલ્યા.
હે માતાપિતા ! અમે લોકોએ અગિયાર વખત પોતવાહન વડે લવણસમુદ્રમાં અવગાહન કર્યું. દરેક વખતે ધનને પ્રાપ્ત કર્યું, કરવા યોગ્ય કાર્ય કર્યા અને પછી જલદીથી કોઈપણ પ્રકારના વિદન વિના પોતાના ઘેર પાછા આવ્યા, તો હે માતાપિતા ! આપની આજ્ઞા પ્રાપ્ત કરી બારમી વખત પણ પોતવાહન દ્વારા લવણસમુદ્રમાં અવગાહન કરવા ઇચ્છીએ છીએ.
ત્યારે માતાપિતાએ તે માકંદીપુત્રોને આ પ્રમાણે કહ્યું
હે પુત્રો! આ તમારા પિતામહ, પ્રપિતામહ અને પિતાના પિતામહ દ્વારા ઉપાર્જિત પ્રચુર હિરણ્ય, સુવર્ણ, કાંસ્ય, વસ્ત્ર, મણિ, મોતી, શંખ, મૂંગા, માણિક આદિ સર્વોત્તમ ધનસંપત્તિ છે. જે સાત પેઢી સુધી યથેચ્છ દેવા, ભોગવવા અને વહેંચવા માટે પર્યાપ્ત છે. તેથી હે પુત્રો ! મનુષ્ય સંબંધી વિપુલ ઋદ્ધિ સત્કારના સમુદાયવાળા ભોગો ભોગવો. વિના બાધાઓ વડે યુક્ત અને જેમાં કોઈ આલંબન નથી એવા લવણ સમુદ્રમાં ઉતરવાથી શો લાભ છે ? હે પુત્રો ! બારમી વખતની યાત્રા ઉપસર્ગવાળી પણ હોય છે. તમે બંને બારમી વખત લવણસમુદ્રમાં પ્રવેશ ન કરો. જેનાથી તમારા શરીરમાં વ્યાપત્તિ ન થાય.
ત્યારપછી તે માકંદીપુત્રોએ માતાપિતાને બીજી વખત અને ત્રીજી વખત પણ આ પ્રમાણે કહ્યું, અમે અગિયાર વખત પોતવાહન વડે લવણસમુદ્રમાં અવગાહન કર્યું અને દરેક વખતે અમે અર્થની પ્રાપ્તિ કરી, કરવા યોગ્ય કાર્યોને કર્યા અને કોઈ વિદન કે બાધારહિત, જલ્દીથી પોતાના ઘેર પાછા ફર્યા, તો હે માતાપિતા ! બારમી વખત પણ પોતવાહન વડે લવણસમુદ્રમાં પ્રવેશ કરવો અમારે માટે શ્રેયસ્કર થશે.
ત્યારપછી માતાપિતા જ્યારે તે માકંદીપુત્રોને સામાન્ય કથન દ્વારા, વિશેષ કથન દ્વારા, સામાન્ય કે વિશેષરૂપે સમજાવવા સમર્થ ન થયા ત્યારે ઇચ્છા ન હોવા છતાં પણ તેઓએ આ વાત માટે અનુમતિ આપી દીધી.
ત્યારપછી માતાપિતાની અનુમતિ પ્રાપ્ત થતા તે માકંદીપુત્ર ગણિમ, પરિમ, મેય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org