________________
શ્રમણ કથાઓ
૨૦૭
તેના પાલક અચાનક વળી ગયા. પર્વતના શિખર પર ચઢી જવાને કારણે તે નૌકા એવી લાગવા માંડી, જાણે શૂળી પર ચઢી ગયેલ હોય, તેને જળનો સ્પર્શ વક્ર થવા લાગ્યો. એકબીજા સાથે જોડાયેલા પાટીયાઓમાં તડ–ત શબ્દ થવા લાગ્યો. તેના સાંધા તુટવા લાગ્યા. લોઢાની ખીલીઓ નીકળી ગઈ, તેના બધાં જ અંગ – ભાગો અલગ અલગ થઈ ગયા. તે પાટીયાની સાથે બંધાયેલા દોરડા સળી–ગળીને તુટી ગયા.
તેના અંગ ઉપાંગ વિખરાવા લાગ્યા. તે કાચા શકોરાની જેમ પાણીમાં વિલીન થઈ ગઈ. અભાગી મનુષ્યોના મનોરથ સમાન તે નૌકા અત્યંત દયનીય થઈ ગઈ. નૌકા પર આરૂઢ કર્ણધાર, મલ્લાહ, વણિક અને કર્મચારી હાય-હાય કરતા એવા વિલાપ કરવા લાગ્યા. તે વિવિધ પ્રકારના રત્નો અને માલથી ભરેલી હતી. આ વિપત્તિના સમયે સેંકડો મનુષ્યો રૂદન કરવા લાગ્યા – યાવતું – વિલાપ કરવા લાગ્યા. તે જ સમયે પાણીની મધ્યમાં વિદ્યમાન એક મોટા શિખર સાથે ટકરાઈને તે નૌકાના મસ્કૂલ અને તોરણ ભાંગી ગયા. ધ્વજદંડ નમી ગયો. વલય જેવા સેંકડો ટુકડા થઈ ગયા અને કડક અવાજ સાથે તે નૌકા તે જ સ્થાને નષ્ટ થઈ ગઈ.
ત્યારપછી તે નૌકાના ભગ્ન થઈને ડૂબી ગયા પછી ઘણાં લોકો વિપુલ રત્નો, ભાંડો અને માલ સાથે પાણીમાં ડૂબી ગયા. ૦ માર્કદી પુત્રોનું રત્નતીપે આગમન :
ત્યારપછી ચતુર, દક્ષ, અર્થને પ્રાપ્ત, કુશલ, બુદ્ધિમાન, નિપુણ શિલ્પને પ્રાપ્ત, ઘણાં પોતવહનના યુદ્ધ જેવા ખતરનાક કાર્યોમાં કૃતાર્થ, વિજયી, મૂઢતારહિત અને ચંચળ એવા તે બંને માકંદીપુત્રોએ એક મોટા પાટિયાનો ટુકડો પ્રાપ્ત કર્યો.
જે પ્રદેશમાં તે પોતવહન નષ્ટ થયું. તેની નીકટ સ્થાનમાં જ રત્નદીપ નામનો એક મોટો હીપ હતો. જે અનેક યોજન લાંબો-પહોળો અને અનેક યોજનની પરિધિવાળો હતો. તેના પ્રદેશ અનેક પ્રકારના વૃક્ષોના વનો વડે મંડિત હતા, તે શોભા સંપન્ન, પ્રાસાદીય – થાવત્ – પ્રતિરૂપ હતા.
તેના ઠીક મધ્ય ભાગમાં એક વિશાળ ઉત્તમપ્રાસાદ હતો. તે ઘણો જ ઊંચો હતો – યાવત્ – શોભાસંપન્ન, પ્રાસાદીય – ચાવતું – પ્રતિરૂપ હતો. તે પ્રાસાદાવર્તાસકમાં રત્નદ્વીપ દેવતા નામની એક દેવી વાસ કરતી હતી. જે પાપિણી, ચંડા, રુદ્ર, ભયંકર, યુદ્ધ સ્વભાવવાળી અને સાહસિક હતી.
તે પ્રાસાદાવાંસકની ચારે દિશાઓમાં ચાર વનખંડ હતા. જે શ્યામવર્ણ અને શ્યામ કાંતિવાળા હતા.
ત્યારપછી તે બંને માકંદી પુત્ર તે પાટીયાના સહારે તરતા-તરતા રત્નદ્વીપની નજીક આવી પહોંચ્યા.
- ત્યારપછી તે માકંદી પુત્રોને થાહ મળી, થાણ પ્રાપ્ત કરીને તેઓએ ઘડીભર વિશ્રામ કર્યો. વિશ્રામ કરીને ફલકખંડને છોડી દીધો. છોડીને રત્નદ્વીપે ઉતર્યા, ઉતરીને ફળોની માર્ગણા – ગવેષણા કરી, ફળોને ગ્રહણ કર્યા. પછી ખાધા, ખાઈને નારિયેલની માર્ગણા – ગવેષણા કરી, કરીને નારિયેલને ફોડ્યા. ફોડીને તેના તેલ વડે બંનેએ પરસ્પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org