________________
૨૧૦
આગમ કથાનુયોગ-૩
મગરોનું વિચરણ છે.
તે વનખંડમાં ઘણી જ વાપિકાઓ અને – યાવત્ – સરોવરોની પંક્તિઓમાં અને અનેક લતાગૃહોમાં, વેલોના મંડપોમાં અને – યાવત્ – કુસુમ ગૃહોમાં સુખપૂર્વક રમણ કરતા વિચરજો.
હે દેવાનુપ્રિયો ! કદાચ તમે ત્યાં પણ કંટાળી જાઓ અથવા ઉત્સુક થાઓ કે ઉપદ્રવ થઈ જાય તો તમે જ્યાં શ્રેષ્ઠ પ્રાસાદ છે ત્યાં પાછા આવજો અને મારી પ્રતિક્ષા કરતા ત્યાંજ રહેજો, પરંતુ દક્ષિણ દિશાના વનખંડ તરફ જશો નહીં. ત્યાં એક મોટો, ઉગ્રવિષ, ચંડવિષ, ઘોરવિષ, મહાવિષયુક્ત, દીર્ધકાય, મહાકાય તથા તેજોવેશ્યાના નિસર્ગકાળે ગોશાલકના વર્ણનમાં કહ્યા અનુસાર બીજા વિશેષણો અહીં પણ સમજી લેવા. યથા – કાજળ, ભેંસ અને કસૌટી પાષાણ સદશ કાળો, જેના નેત્ર, વિષ અને રોષથી પરિપૂર્ણ છે, જેની આભા કાજળના ઢેર સમાન કાળી છે, આંખો લાલ છે, બંને જીભ ચપળ અને લપલપાતી છે (તથા) –
– જે પૃથ્વીરૂપી સ્ત્રીની વેણીના સમાન છે, તે ઉત્કટ, સ્કૂટ, કુટિલ, જટિલ, કર્કશ અને વિકટ ફટાટોપ કરવામાં દક્ષ, લુહારની ધણ વડે મારવાથી થતા ધમધમ શબ્દની માફક ધમધમ શબ્દ કરનારો, જેનો રોષ પ્રચંડ, તીવ્ર અને અપરિમિત છે, કૂતરાના ભસવા સમાન શીવ્રતા અને ચપળતાથી ધમધમ ધ્વનિ કરનારો એવો દૃષ્ટિવિષ સર્પ રહે છે.
- તેથી ક્યાંક એવું ન બને કે તમે ત્યાં ચાલ્યા જાઓ અને તમારા શરીરનો વિનાશ થઈ જાય. તેણીએ આ વાત બે વખત, ત્રણ વખત પણ તે માકંદીપુત્રોને કહી, કહીને તેણીએ વૈક્રિય સમુદ્દઘાત વડે વિદુર્વણા કરી, વિક્ર્વણા કરીને ઉત્કૃષ્ટ દેવગતિથી લવણસમુદ્રને એકવીશ વખત ચક્કર કાપવામાં પ્રવૃત્ત થઈ ગઈ. ૦ માકંદીપુત્રોનું વનખંડ ગમન :
ત્યારપછી તે માકંદીપુત્ર તે દેવીના ચાલ્યા ગયા પછી અંતર મુહર્તમાં જ તે શ્રેષ્ઠ પ્રાસાદમાં સુખદ સ્મૃતિ, રતિ અને ધૃતિ પ્રાપ્ત ન કરવાથી પરસ્પર આ પ્રમાણે બોલ્યા
હે દેવાનુપ્રિય ! રત્નદ્વીપની દેવીએ આપણને આ પ્રમાણે કહ્યું છે કે, શક્રેન્દ્રના વચનાદેશથી લવણસમુદ્રાધિપતિ દેવ સુસ્થિતે મને આ કાર્ય માટે નિયુક્ત કરેલી છે – થાવત્ – એવું ન બને કે તમારા શરીરનો વિનાશ થઈ જાય. તો હે દેવાનુપ્રિય! આપણે પૂર્વદિશાના વનખંડમાં જવું જોઈએ. તેઓએ પરસ્પર એકબીજાના આ વિચારને સાંભળ્યો, સાંભળીને જ્યાં પૂર્વદિશાનું વનખંડ હતું, ત્યાં આવ્યા, આવીને ત્યાં વાવડીઓ – યાવતું – લતાગૃહોમાં – યાવત્ – સુખપૂર્વક રમણ કરતા વિચરણ લાગ્યા.
ત્યારપછી તે માકંદીપુત્રોને ત્યાં પણ સુખાનુભૂતિ, રતિ અને શાંતિ પ્રાપ્ત ન થઈ ત્યારે પરસ્પર આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! રત્નદ્વીપની દેવીએ આપણને એવું કહેલ
હે દેવાનુપ્રિયો ! શક્રના વચનાદેશથી લવણાધિપતિ સુસ્થિતદેવ દ્વારા નિયુક્ત કરાયેલી છે – યાવત્ – તમારા શરીરનો વિનાશ ન થઈ જાય. તો આમ કહેવાનું કંઈ કારણ હોવું જોઈએ. તેથી હવે આપણે દક્ષિણ દિશાના વનખંડમાં પણ જવું જોઈએ. એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org