________________
શ્રમણ કથાઓ
૨૦૩
પૂર્વદિશાની સન્મુખ પલ્ચકાસને બેસીને બંને હાથ જોડી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરી આ પ્રમાણે બોલ્યા
અરિહંત ભગવંતોને – યાવત્ – સિદ્ધિગતિને પ્રાપ્ત સિદ્ધોને મારા નમસ્કાર થાઓ. શ્રમણ – કાવત્ – સિદ્ધિ ગતિને પ્રાપ્ત કરવાના ઇચ્છુક મારા ધર્માચાર્યને નમસ્કાર થાઓ. ત્યાં રહેલા ભગવંતને અહીં રહેલો એવો હું વંદના કરું છું. ત્યાં રહેલા ભગવંત અહીં રહેલા એવા મને જુએ. આ પ્રમાણે કહીને વંદના કરી, નમસ્કાર કર્યા. કરીને આ પ્રમાણે કહ્યું –
પહેલા પણ મેં શ્રમણ ભગવંત મહાવીરની પાસે સમસ્ત પ્રાણાતિપાતનો ત્યાગ કર્યો છે – યાવત્ – મિથ્યાદર્શનશલ્યના પ્રત્યાખ્યાન કર્યા છે. આ સમયે પણ હું તેમની પાસે સર્વ પ્રાણાતિપાતનું પ્રત્યાખ્યાન કરું છું – યાવત્ મિથ્યાદર્શન શલ્યનું પ્રત્યાખ્યાન કરું છું તથા બધાં જ પ્રકારના અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ રૂ૫ ચારે આહારનો માવજજીવનને માટે પ્રત્યાખ્યાન કરું છું અને તે શરીર જે ઇષ્ટ – યાવત્ – વિવિધ રોગો અને આતંકો, પરીષહો, ઉપસર્ગોથી સ્પર્શિત રહે છે, તેનો પણ હું અંતિમ શ્વાસોચ્છવાસે પરિત્યાગ કરું છું – આ પ્રમાણે કહીને સંલેખનાનો અંગીકાર કરીને, ભક્તપાનનો ત્યાગ કરીને પાદોપગમન સમાધિમરણ ગ્રહણ કરી મૃત્યુની ઇચ્છા ન કરતા વિચારવા લાગ્યા.
ત્યારે તે સ્થવિર ભગવંત ગ્લાનિરહિત થઈને અગ્લાન ભાવપૂર્વક મેઘ અણગારની વૈયાવચ્ચ કરવા લાગ્યા. ૦ મેઘનું સમાધિમરણ, સ્થવિરોનું પ્રત્યાગમન :
ત્યારે તે મેઘ અણગાર શ્રમણ ભગવંત મહાવીરના તથારૂપ સ્થવિરોની પાસે સામાયિક આદિ અગિયાર અંગોનું અધ્યયન કરીને બહુપ્રતિપૂર્ણ બાર વર્ષનો શ્રમણ પર્યાય પાળીને એક માસની સંખના દ્વારા આત્મામાં રમણ કરતા સાઠ ભક્તોનું અનશન (છેદન) કરીને, આલોચના પ્રતિક્રમણ કરીને, શલ્યોનું છેદન કરીને સમાધિપૂર્વક અનુક્રમે કાળધર્મ પ્રાપ્ત થયા (મૃત્યુ પામ્યા.
ત્યારપછી સાથે ગયેલ સ્થવિર ભગવંતોએ મેઘ અણગારને ક્રમશઃ કાલગત (મૃત્યુ પામેલ) જોયા, જોઈને પરિનિર્વાણ નિમિત્તે કાયોત્સર્ગ કર્યો. કાયોત્સર્ગ કરીને મેઘ અણગારના આચારભાંડ–ઉપકરણને ગ્રહણ કર્યા, ગ્રહણ કરીને વિપુલ પર્વતથી ધીમે ધીમે નીચે ઉતર્યા, ઉતરીને જ્યાં ગુણશિલક ચૈત્ય હતું, ત્યાં આવ્યા. જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા ત્યાં આવ્યા. આવીને શ્રમણ ભગવંત મહાવીરને વંદનાનમસ્કાર કર્યો, વંદના–નમસ્કાર કરીને આ પ્રમાણે બોલ્યા.
આપ દેવાનુપ્રિયના અંતેવાસી મેઘ અણગાર જે પ્રકૃતિથી ભદ્ર – યાવત્ – વિનીત હતા, તેઓ આપ દેવાનુપ્રિયની આજ્ઞા પ્રાપ્ત કરીને અનુમતિ લઈને ગૌતમ આદિ નિર્ગથ અને નિર્ચથીઓની ક્ષમાયાચના કરી અમારી સાથે ધીમે ધીમે વિપુલ પર્વત પર ચઢ્યા, સ્વયં જ સઘન મેઘ સદશ કૃષ્ણ વર્ણવાળી પૃથ્વીશિલાની પ્રતિલેખના કરી, ભક્તપાનનું પ્રત્યાખ્યાન કર્યું અને અનુક્રમે કાળધર્મ પામ્યા.
હે દેવાનુપ્રિય ! આ મેઘ અણગારના આચાર ભાંડોપકરણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org