________________
૨૦૨
આગમ કથાનુયોગ-૩
અસ્થિપિંજરવાળો કૃશ અને નસોનું જાળું માત્ર રહી ગયો છું. માત્ર મારી આત્મશક્તિથી ચાલું છું – યાવત્ – “હું બોલીશ” એવો વિચાર કરવા માત્રથી પણ થાક લાગે છે.
તેથી હજી જ્યાં સુધી મારામાં ઊભા થવાની શક્તિ છે, બળવીર્ય, પુરુષકાર પરાક્રમ, શ્રદ્ધા, ધૃતિ અને સંવેગ છે – યાવત્ – મારા ધર્માચાર્ય, ધર્મોપદેખા શ્રમણ ભગવંત મહાવીર જિનેશ્વર ગંધહસ્તી સમાન વિચરણ કરી રહ્યા છે, ત્યાં સુધી કાલની રાત્રિનું પ્રભાત પ્રગટ થયા પછી – યાવત્ – જાજ્વલ્યમાન તેજની સાથે દિનકર, સહસ્ત્રરશ્મિ સૂર્યનો ઉદય થશે ત્યારે શ્રમણ ભગવંત મહાવીરને વંદન–નમસ્કાર કરીને શ્રમણ ભગવંત મહાવીરની આજ્ઞા લઈને સ્વયં જ પાંચ મહાવ્રતને પુનઃ અંગીકાર કરીને ગૌતમ આદિ શ્રમણ નિગ્રંથો તથા નિગ્રંથીઓની ક્ષમાયાચના કરીશ.
(પછી) તથારૂપધારી અને ક્રિયા કરેલ એવા સ્થવિરોની સાથે ધીમે ધીમે વિપુલાચલ પર્વત પર આરોહણ કરીને સ્વયં જ સઘન મેઘ સદશ પૃથ્વીશિલાપટ્ટકનું પ્રતિલેખન કરીને, સંખનાને પ્રીતિપૂર્વક સ્વીકાર કરીને, આહાર પાણીનો ત્યાગ કરીને પાદોપગમન અનશન ધારણ કરીને મૃત્યુની આકાંક્ષા ન કરતો એવો વિચરણ કરું, એ મારા માટે શ્રેયસ્કર થશે. એ પ્રમાણે વિચાર કર્યો.
– વિચાર કરીને રાત્રિ વીતી, પ્રભાત થયું ત્યારે – યાવત્ – જાજ્વલ્યમાન તેજ સહિત સહસ્રરશ્મિ સૂર્યનો ઉદય થયો ત્યારે જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા, ત્યાં આવ્યા, આવીને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત આદક્ષિણ-પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને વંદન–નમસ્કાર કર્યા, વંદન–નમસ્કાર કરીને અતિ નિકટ નહીં, અતિ દૂર નહીં તેવા યથાયોગ્ય સ્થાને રહીને શુશ્રુષા કરતા કિંચિત્ નમીને, નતમસ્તક થઈને વિનયપૂર્વક અંજલિ કરીને પર્યપાસના કરવા લાગ્યા.
હે મેઘ ! આ પ્રમાણે સંબોધિત કરીને શ્રમણ ભગવંત મહાવીરે મેઘ અણગારે આ પ્રમાણે કહ્યું, નિશ્ચયથી હે મેઘ ! મધ્યરાત્રિએ ધર્મ જાગરણ કરતા તને આવો આ અધ્યવસાય – યાવત્ – સંકલ્પ ઉત્પન્ન થયો અને જ્યાં હું છું ત્યાં તું તુરંત આવ્યો ?
હે મેઘ ? શું આ વાત સત્ય છે ? હાં, આ વાત સત્ય છે. હે દેવાનુપ્રિય ! જેમ સુખ ઉપજે તેમ કરો, વિલંબ ન કરો.
ત્યારપછી મેઘ અણગાર શ્રમણ ભગવંત મહાવીરની આજ્ઞા પ્રાપ્ત કરીને હર્ષિત, સંતુષ્ટ, આનંદિત ચિત્ત – યાવતુ – હર્ષવશ વિકસિત હૃદ્યવાળા થયા અને પોતાના
સ્થાનેથી ઊભા થયા. શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત આદક્ષિણ–પ્રદક્ષિણા કરી, કરીને વંદના–નમસ્કાર કર્યા કરીને સ્વયં જ પાંચ મહાવ્રતોનું ઉચ્ચારણ કર્યું. કરીને ગૌતમ આદિ શ્રમણ નિગ્રંથો અને નિગ્રંથીઓની ક્ષમાયાચના કરી.
ત્યારપછી તથારૂપ અને ક્રિયાકૃત્ સ્થવિર ભગવંતોની સાથે ધીમે-ધીમે વિપુલનામક પર્વત પર ચયા, ચઢીને સ્વયં જ સઘન મેઘ સદશ પૃથ્વીશિલાપટ્ટકની પ્રતિલેખના કરી, પ્રતિલેખના કરીને ઉચ્ચાર–પ્રસ્ત્રવણ ત્યાગવાની ભૂમિકાનું પ્રતિલેખન કર્યું, કરીને દર્ભનો સંથારો બિછાવ્યો, બિછાવીને દર્ભના સંથારા પર આરૂઢ થયો, આરૂઢ થઈને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org