________________
૨૦૦
આગમ કથાનુયોગ-૩
સ્વયં જ બીજી વખત મને પ્રવૃજિત કરો – યાવત્ – સ્વયં જ આચાર, ગોચર, સંયમયાત્રા અને માત્રા – પ્રમાણયુક્ત આહાર ગ્રહણ કરવો આદિરૂપ શ્રમણધર્મ કહો.
ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીરે મેઘકુમારને સ્વયમેવ પ્રવ્રજિત કર્યા – યાવત્ - માત્રારૂપ ધર્મનો ઉપદેશ આપ્યો કે, હે દેવાનુપ્રિય ! આ પ્રકારે ગમન કરવું, આ પ્રકારે ઉભવું. આ પ્રકારે બેસવું, આ પ્રકારે રહેવું. આ પ્રકારે ખાવું, આ પ્રકારે બોલવું, આ પ્રકારે સાવધન રહીને પ્રાણો – યાવત્ – સત્વોની રક્ષારૂપ સંયમમાં પ્રવૃત્ત રહેવું.
ત્યારપછી મેઘ અણગાર શ્રમણ ભગવંત મહાવીરના આ પ્રકારના ધર્મોપદેશને સમ્યક્ પ્રકારે અંગીકાર કર્યો. કરીને તથારૂપ પ્રવૃત્તિ – યાવત્ – સંયમમાં ઉદ્યમ કરે છે. ૦ મેઘ અણગારની નિગ્રંથ ચર્યા :
ત્યારપછી મેઘ અણગાર ઇર્ષા સમિતિ આદિથી યુક્ત અણગાર થયા – યાવત્ – આ નિર્ગસ્થ પ્રવચનને સામે રાખીને વિચરવા લાગ્યા. ત્યારપછી તે મેઘમુનિ શ્રમણ ભગવંત મહાવીરના તથારૂપ સ્થવિર મુનિઓ પાસેથી સામાયિકથી આરંભીને અગિયાર અંગોનું અધ્યયન કર્યું. અધ્યયન કરીને ઘણાં જ છઠ, અઠમ, ચાર ઉપવાસ, પાંચ ઉપવાસ આદિ તથા માસક્ષમણ, અર્ધ માસક્ષમણ આદિની તપશ્ચર્યા વડે આત્માને ભાવિત કરતા એવા વિચરણ કરવા લાગ્યા.
ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીર રાજગૃહ નગરથી, ગુણશીલ ચૈત્યથી નીકળ્યા, નીકળીને બહારના જનપદોમાં વિચરવા લાગ્યા. ૦ મેઘ અણગારની ભિક્ષુપ્રતિમા :
ત્યારપછી તે મેઘ અણગારે કોઈ દિવસે શ્રમણ ભગવંત મહાવીરને વંદના કરી. નમસ્કાર કર્યો. વંદના–નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું, ભગવન્! આપની અનુમતિ લઈને હું એક માસની મર્યાદાવાળી ભિક્ષુ પ્રતિમાને અંગીકાર કરવા ઇચ્છું છું.
હે દેવાનુપ્રિય ! તને સુખ ઉપજે તેમ કર, વિલંબ ન કર.
ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીર દ્વારા અનુમતિ પ્રાપ્ત કરેલ મેઘ અણગાર એક માસની ભિક્ષુપ્રતિમા અંગીકાર કરીને વિચરે છે.
યથાસૂત્ર, યથાકલ્પ, યથામાર્ગ માસિક ભિક્ષુ પ્રતિમા સમ્યક્ પ્રકારે કાયા વડે ગ્રહણ કરીને – યાવતુ – આરાધના કરીને પુનઃ શ્રમણ ભગવંત મહાવીરને વંદનાનમસ્કાર કર્યા અને વંદના–નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું–
હે ભગવન્! આપની અનુમતિ પ્રાપ્ત કરીને હું બીજી બે માસિક ભિક્ષુ પ્રતિમા અંગીકાર કરીને વિચારવા ઇચ્છું છું.
હે દેવાનુપ્રિય ! જેમ સુખ ઉપજે તેમ કરો, વિલંબ ન કરો.
જે પ્રકારે પહેલી પ્રતિમાનો આલાવો કહ્યો છે, તે જ પ્રમાણે બીજી દ્વિમાસિક, ત્રીજી ત્રિમાસિક, ચોથી ચતુર્માસિક, પાંચમી પંચમાસિક, છઠી છ માસિક, સાતમી સાત માસિક, પછી પહેલી (આઠમી) સાત અહોરાત્રિકી, બીજી (નવમી) સાત અહોરાત્રિકી, ત્રીજી (દશમી) સાત અહોરાત્રિક, અગિયારમી અને બારમી એક–એક અહોરાત્રિકી – ભિલુપ્રતિમાને અંગીકાર કરી મેઘ અણગાર આરાધના કરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org