________________
શ્રમણ કથાઓ
૦ મેઘનો ગુણરત્ન સંવત્સર તપ :—
ત્યારપછી મેઘ અણગારે બારે ભિક્ષુ પ્રતિમાઓને સમ્યક્ પ્રકારે કાયા વડે અંગીકાર કરી – યાવત્ - આરાધના કરીને પુનઃ વંદનનમસ્કાર કર્યા, વંદન—નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું – હે ભગવન્ ! હું આપની આજ્ઞા પ્રાપ્ત કરીને ગુણરત્ન સંવત્સર તપઃકર્મ અંગીકાર કરીને વિચરવા ઇચ્છું છું.
-
હે દેવાનુપ્રિય ! જેમ સુખ ઉપજે તેમ કરો, વિલંબ ન કરો. ત્યારપછી મેઘ અણગારે ગુણરત્ન સંવત્સર નામક તપકર્મને યાવત્ – યથાસૂત્ર, યથાકલ્પ, યથામાર્ગ સમ્યક્ પ્રકારે કાયા દ્વારા ગ્રહણ કરીને – યાવત્ - કીર્તન કરીને શ્રમણ ભગવાનૢ મહાવીરને વંદનનમસ્કાર કર્યા. વંદન-નમસ્કાર કરીને ઘણાં જ છઠભક્ત, અટ્ઠમ ભક્ત, દશમ ભક્ત, દ્વાદશ ભક્ત આદિ તથા અર્ધમાસ ક્ષમણ, માસ ક્ષમણ આદિ વિચિત્ર તપોકર્મોથી પોતાના આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા. ૦ મેઘ અણગારના શરીરની સ્થિતિ :
ત્યારપછી તે મેઘ અણગાર તે ઉરાલ, વિપુલ, સશ્રીક, પ્રદત્ત, પ્રગૃહીત, કલ્યાણકારી, શિવ, ધન્ય, મંગલ, ઉદગ્ર, તીવ્ર, ઉદાર, ઉત્તમ, મહાન પ્રભાવવાળા તપોકર્મથી શુષ્ક, રુક્ષ, માંસરહિત અને જેના હાડકાં કડકડ થતા હોય તેવા થઈ ગયા. અસ્થિપિંજર—ચામડી એકમેક જેવા થઈ ગયા. તેનું શરીર કૃશ અને નસોથી વ્યાપ્ત થઈ ગયું. આ સિવાય તે એટલા કમજોર થઈ ગયા કે તેઓ પછી આત્મશક્તિથી જ ચાલતા હતા, આત્મશક્તિથી જ ઊભા રહેતા હતા, ભાષા બોલ્યા પછી થાકી જતા હતા, વાત કરતા—કરતા થાકી જતા હતા, ત્યાં સુધી કે “હું બોલીશ’” એ પ્રમાણે વિચાર કરતા પણ થાકી જતાં હતા.
જેમ ધૂપમાં મૂકીને સૂકાવાયેલી કોઈ કોલસાની ભરેલી ગાડી હોય, લાકડાની ભરેલી ગાડી હોય, તલના ઠુંઠાની ભરેલી ગાડી હોય કે એરંડના લાકડાની ભરેલી ગાડી હોય તો તે ગાડી ખડખડાટ કરતી ચાલે છે, અવાજ કરતી ઊભી રહે છે, તે જ પ્રકારે મેઘ અણગાર પણ હાડકાના ખડખડાટની સાથે ચાલે છે, ખડખડાટ સાથે ઊભા રહે છે, તેઓ તપથી તો વૃદ્ધિ પ્રાપ્ત હતા, પણ માંસ અને લોહીથી અપચિતહાનિવાળા થઈ ગયા હતા. રાખના ઢેરથી આચ્છાદિત, અગ્નિમાફક તપસ્યાના તેજથી દેદીપ્યમાન હતા. તપતેજરૂપી શ્રીથી અતીવ—અતીવ શોભાયમાન થઈ રહ્યા હતા.
-
૨૦૧
-
.
મેઘનું વિપુલ પર્વત અનશન :~
તે કાળે, તે સમયે ધર્મના આદિકર, તીર્થંકર શ્રમણ ભગવંત મહાવીર – યાવત્ – અનુક્રમે ચાલતા—ચાલતા, ગ્રામાનુગામ ગમન કરતા, સુખપૂર્વક વિહાર કરતા, જ્યાં રાજગૃહ નગર હતું, જ્યાં ગુણશીલ ચૈત્ય હતું, ત્યાં આવ્યા, આવીને યોચિત અવગ્રહને ગ્રહણ કરીને સંયમ અને તપ વડે આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા.
ત્યારપછી તે મેઘ અણગારને મધ્યરાત્રિમાં ધર્મ જાગરણા કરતા-કરતા આ પ્રકારનો અધ્યવસાય યાવત્ – સંકલ્પ ઉત્પન્ન થયો કે આ પ્રકારે હું આ ઉદાર – યાવત્ તપોકર્મથી શુષ્ક, રુક્ષ, માંસરહિત, કડકડાટ યુક્ત હાડકાવાળો, ચર્માચ્છાદિત
.
--
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org