________________
૧૯૮
આગમ કથાનુયોગ-૩
હટાવીને સાફ પ્રદેશ બનાવેલ હતો અને જ્યાં તે મંડલ બનાવેલ હતું. ત્યાં જ તેં જવાનો નિશ્ચય કર્યો.
(ઉક્ત એક પ્રકારનો આલાવો છે, બીજા મતે આ પ્રમાણે આલાવો છે.)
ત્યારપછી હે મેઘ ! અન્ય કોઈ સમયે ક્રમશઃ પાંચ ઋતુઓ વ્યતીત થઈ ગયા પછી ગ્રીષ્મકાળના અવસરે જ્યેષ્ઠ માસમાં વૃક્ષોના પરસ્પર ઘસાવાથી ઉત્પન્ન થયેલ દાવાનળને કારણે – યાવત્ – અગ્નિ ફેલાઈ ગયો. મૃગ, પશુ, પક્ષી તથા સરિસૃપ આદિ દિશાવિદિશામાં ભાગ–દોડ કરવા લાગ્યા. ત્યારે તું ઘણાં હાથીઓ – યાવત્ – કલભીઓની સાથે જ્યાં તે મંડલ હતું ત્યાં જવાને માટે દોડી ગયો.
તે મંડલમાં બીજા પણ ઘણાં સિંહ, વાઘ, રીંછ, ચીતા, ભડિયા, તરસ્ક, પારાસર, શીયાળ, બિલાડા, કૂતરા, ભૂંડ, ખરગોશ, લીમડી, ચિત્ર અને ચિલલ આદિ પશુ અગ્નિના ભયથી પરાભૂત થઈને પહેલેથી જ આવી અને એક સાથે બિલધર્મથી રહ્યા હતા.
ત્યારપછી હે મેઘ ! જ્યાં મંડલ હતું, ત્યાં તું આવ્યો અને આવીને તે ઘણાં જ સિંહ – યાવતુ – ચિલલ આદિની સાથે એક સ્થાને રહ્યો.
ત્યારપછી હે મેઘ ! “પગ વડે શરીરને ખંજવાળ" એમ વિચારી તે એક પગ ઊંચો કર્યો. તે સમયે ત્યાં જગ્યા ખાલી પડી, ત્યારે બીજા પ્રાણી દ્વારા ભગાડાયેલ–ધકેલાયેલ એક શશલાએ પ્રવેશ કર્યો.
ત્યાર પછી તે મેઘ ! શરીરને ખંજવાળીને તેં વિચાર્યું કે હું પગ નીચે રાખું, પણ પગની જગ્યામાં તે શશલાને આવી ગયેલ જોયો, જોઈને પ્રાણાનુકંપાથી – યાવત્ – સવાનુકંપાથી તે પગ ઊંચો જ રાખ્યો પણ નીચે ન મૂક્યો.
હે મેઘ ! ત્યારે તે પ્રાણાનુકંપા – યાવત્ – સન્ધાનુકંપાથી તારો સંસાર પરીત કર્યો અને મનુષ્યાયનો બંધ કર્યો.
ત્યારપછી તે દાવાનળ અઢી દિવસ રાતપર્યત તે વનને સળગાવતો રહ્યો. સળગાવીને શાંત થઈ ગયો. ઉપરત થઈ ગયો. પૂર્ણ થઈ ગયો અને બુઝાઈ ગયો.
ત્યારે તે ઘણાં સિંહ – વાવ – ચિલ્લલ આદિ પ્રાણીઓએ તે દાવાનળને સમાપ્ત થયેલો, ઉપરત, ઉપશાંત ને બુઝલો જોયો. તે જોઈને તેઓ અગ્રિના ભયથી મુક્ત થયા અને ભૂખ, તરસથી પીડિત થઈને તે મંડળની બહાર નીકળ્યા. ચારે તરફ સરકી ગયા.
ત્યારે તે ઘણાં હાથી - યાવત્ – કલભિકા આદિ એ તે વનદારને સમાપ્ત – ઉપરત - ઉપશાંત અને બૂઝેલો જોયો, જોઈને અગ્નિભયથી મુક્ત થયા અને ભૂખ-તરસથી પીડિત થતા તે મંડલની બહાર નીકળ્યા અને નીકળીને દિશા–વિદિશામાં સરકી ગયા.
હે મેઘ ! એ સમયે તું વૃદ્ધ, જરાથી જર્જરિત શરીરવાળો, શિથિલ અને સળવાળી ચામડીથી વ્યાપ્ત ગાત્રવાળો, દુર્બળ, થાકેલો, ભૂખ્યો, તરસ્યો, શારીરિક શક્તિહીન, નિર્બળ, સામર્થ્યહીન, ચાલવા-ફરવામાં અશક્ત અને ઠુંઠાની જેમ અકળાયેલ થઈ ગયો. “હું જલદી ચાલુ” એવો વિચાર કરીને જેવો ચાલવાને માટે પગ પસાર્યો કે વિદ્યુતથી આઘાત પામેલા રજતગિરિના શિખરની સમાન સર્વ અંગોથી તું ધડામ કરતો ભૂમિ પર પડી ગયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org