________________
૧૯૬
પરિવૃત્ત થઈને પર્વતના રમણીય કાનનોમાં સુખપૂર્વક વિચરવા લાગ્યો.
-
ત્યારપછી હે મેઘ ! તું બાલ્યાવસ્થાને પાર કરી યુવાવસ્થાને પામ્યો અને યૂથપતિના મૃત્યુ બાદ તું પોતે જ યૂથને વહન કરવા લાગ્યો અર્થાત્ યૂથપતિ થઈ ગયો. ત્યારપછી હે મેઘ ! તું સાત હાથ ઊંચો – યાવત્ – શ્વેત, નિર્મળ, સ્નિગ્ધ અને નિરૂપહત વીસ નખો તથા ચાર દાંતવાળો મેરુપ્રભ નામક હસ્તિરત્ન થયો. હે મેઘ ! તું સાત અંગોથી ભૂમિને સ્પર્શ કરનારો યાવત્ – સુંદર રૂપવાળો થયો.
હે મેઘ ! ત્યાં તું સો હાથીઓના યૂથનું અધિપતિત્વ – યાવત્ - કરતો, પાલન કરતો અભિરમણ કરવા લાગ્યો.
આગમ કથાનુયોગ–૩
ત્યારપછી અન્યદા કોઈ સમયે ગ્રીષ્મકાળના અવસરે જ્યેષ્ઠ માસમાં વૃક્ષોના પરસ્પર સંઘર્ષણથી ઉત્પન્ન અને શુષ્ક ઘાસ, પાંદડા, કૂડો, કચરો અને વાયુના સંયોગથી દીપ્ત મહાભયંકર અગ્નિથી ઉત્પન્ન વનના દાવાનળની જ્વાળાઓથી વનનો મધ્યભાગ સળગી ઉઠ્યો, દિશાઓ ધુમ્રથી વ્યાપ્ત થઈ ગઈ – યાવત્ ભય ઉત્પન્ન થવાના કારણે ઘણાં જ હાથીઓ અને – યાવત્ – પરિવૃત્ત થઈને દિશાઓ અને વિદિશાઓમાં સર્વત્ર અહીંતહીં ભાગદોડ કરવા લાગ્યા.
-
હે મેઘ ! ત્યારે તે વનના દાવાનળને જોઈને તને આ પ્રકારના અધ્યવસાય – ચાવત્ – સંકલ્પ ઉત્પન્ન થયો કે, 'લાગે છે કે આવા પ્રકારના અગ્નિની ઉત્પત્તિ પહેલા પણ મેં ક્યારેક અનુભવી છે.''
ત્યારપછી હે મેઘ ! વિશુદ્ધ લેશ્યાઓ, શુભ અધ્યવસાયો, શુભ પરિણામો અને તદાવરક કર્મોનો ક્ષયોપશમ થવાથી ઇહા, અપોહ, માર્ગણા અને ગવેષણા કરતા તને સંજ્ઞીજીવોને પ્રાપ્ત થનાર જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું.
ત્યારપછી હે મેઘ ! તેં આ અર્થને સમ્યક્ પ્રકારે જાણ્યો કે, નિશ્ચયથી હું અતીત બીજા ભવમાં આ જ જંબુદ્વીપના ભરતવર્ષ ક્ષેત્રમાં વૈતાઢ્યગિરિની તળેટીમાં – યાવત્ – સુમેરુપ્રભ નામનો હસ્તિરાજ હતો. ત્યાં મેં આવા અગ્નિસંભ્રમનો અનુભવ કરેલો છે. ત્યારપછી હે મેઘ ! તું તે દિવસે અંતિમ પ્રહર સુધી તારા યૂથની સાથે રહેતો એવો વિચરણ કરતો હતો.
-
-
હે મેઘ ! ત્યારપછી સાત હાથ ઊંચા – યાવત્ – જાતિસ્મરણ જ્ઞાનથી યુક્ત ચાર દાંતવાળો મેરુપ્રભ નામનો હાથી થયો.
-
ત્યારપછી હે મેઘ ! તર્ન આવા પ્રકારનો અધ્યવસાય યાવત્ – સંકલ્પ ઉત્પન્ન થયો કે, મારે માટે એ શ્રેયસ્કર છે કે આ સમયે ગંગા મહાનદીના દક્ષિણી કિનારે વિંધ્ય પર્વતની તળેટીમાં દાવાગ્નિથી રક્ષા કરવાને માટે મારા યૂથની સાથે એક મોટું મંડલ બનાવું. આ પ્રકારનો વિચાર કરીને તું સુખપૂર્વક વિચરવા લાગ્યો.
--
ત્યારપછી હે મેઘ ! તેં કોઈ એક વખતે પ્રથમ વર્ષાકાળમાં ઘણી જ વર્ષા થઈ ત્યારે ગંગા મહાનદીની નજીક ઘણાં જ હાથીઓ – યાવત્ – કલભિકાઓ આદિ ૭૦૦ હાથીઓથી પરિવૃત્ત થઈને એક યોજન પરિમિત મોટા ઘેરાવાળું અત્યંત વિશાળ મંડલ બનાવ્યું, તે મંડલમાં જે કંઈ ઘાસ, પાંદડા, લાકડા, કાંટા, વેલ, વેલા, કુંઠા, વૃક્ષ કે રોપા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org