________________
શ્રમણ કથાઓ
૧૯૫
બચ્ચાઓની સાથે દિશા અને વિદિશાઓમાં અહીં-તહીં ભાગદોડ કરવા લાગ્યો.
હે મેઘ ! તે ભવમાં તું ત્યાં જીર્ણ, જરાથી જર્જરિત દેહવાળો, વ્યાકુળ, ભૂખપ્યાસયુક્ત, દુર્બળ, કલોત, બહેરો અને દિગમૂઢ થઈને પોતાના જૂથથી વિખૂટો પડી ગયો. વનની જ્વાળાઓથી પરાભૂત થઈને ગર્મી, ભૂખ અને તરસથી પીડાઈને ભયને પ્રાપ્ત થયો, ત્રસ્ત થયો, ઉદ્વિગ્ન થયો. તું પૂરેપૂરો ભયભીત થઈ ગયો. જેને કારણે તું અહીં-તહીં દોડવા લાગ્યો. ત્યારે ઓછા પાણી અને અધિક કીચડવાળું એક સરોવર જોયું, જેમાં પાણી પીવાને માટે કિનારો ન હોવા છતાં તું અંદર ઉતરી ગયો.
હે મેઘ ! ત્યાં તું કિનારાથી તો દૂર ચાલ્યો ગયો પણ પાણી સુધી પહોંચી ન શક્યો અને વચ્ચે જ કીચડમાં ફસાઈ ગયો.
હે મેઘ ! ત્યાં તેં હું પાણી પીઉ' એમ વિચારીને તારી સૃઢ ફેલાવી, પણ તારી સુંઢ પણ પાણી મેળવી ન શકી. ત્યારે હે મેઘ ! તે ફરી શરીર બહાર કાઢે એ પ્રમાણે વિચાર કરીને જોર લગાડ્યું તો કીચડમાં વધુ ઊંડાઈમાં ફસાઈ ગયો.
ત્યારપછી હે મેઘ ! કોઈ બીજા સમયે તેં કોઈ નવયુવાન શ્રેષ્ઠ હાથીને તારી સુંઢપગ અને દાંતરૂપી મૂસલોથી પ્રહાર કરી મારેલ હતો અને તારા જૂથમાંથી ઘણાં સમય પહેલાં બહાર કાઢી મૂકેલ હતો. તે હાથી પણ પાણી પીવાને માટે તે જ મહાપ્રહમાં ઉતર્યો. ત્યારે તે નવયુવાન હાથીએ તને જોયો, જોઈને તેને પૂર્વના વૈરનું સ્મરણ થયું, સ્મરણ કરીને તે ક્રોધાભિભૂત થયો – યાવત્ – દાંત કચકચાવતો તે તારી પાસે આવ્યો. આવીને તીર્ણ દાંતરૂપી મૂસલો વડે ત્રણ વખત તારી પીઠ વીંધી નાંખી અને વીંધીને પૂર્વના વૈરનો બદલો લીધો. બદલો લઈને હર્ષિત–સંતુષ્ટ થઈને પાણી પીધું. પાણી પીને જે દિશામાંથી આવ્યો હતો, તે જ દિશામાં પાછો ચાલ્યો ગયો.
ત્યારપછી હે મેઘ ! તારા શરીરમાં વેદના ઉત્પન્ન થઈ, જેનાથી તને થોડું પણ જૈન રહ્યું નહીં – યાવત્ – દસ્સહ વેદના થવા લાગી. તે વેદનાને કારણે તારું શરીર પિત્તવરથી વ્યાપ્ત થઈ ગયું અને શરીરમાં દાહ ઉત્પન્ન થઈ ગયો. ૦ મેઘનો મેરુપ્રભ હાથીનો ભવ :
ત્યારપછી હે મેઘ ! તું તે બેચેન કરી દેનારી – ચાવત્ – દુસ્સહ વેદનાને સાત દિવસ–રાત સુધી ભોગવી ૧૨૦ વર્ષનું આયુ ભોગવી દુર્હર્ષ આર્તધ્યાનને વશીભૂત અને દુઃખથી પીડિત થઈ, મૃત્યુ સમયે કાળ કરીને મરણ પછી આ જ જંબુદ્વીપના ભરતક્ષેત્રના દક્ષિણાર્ધ ભારતમાં ગંગા નામની મહાનદીના દક્ષિણ કિનારે વિંધ્યગિરિની તળેટીમાં એક મદોન્મત્ત શ્રેષ્ઠ ગંધહસ્તીથી એક શ્રેષ્ઠ હાથણીની કુલિમાં હાથીના બચ્ચારૂપે ઉત્પન્ન થયો.
ત્યારપછી તે હાથણીને નવ માસ પૂરા થયા ત્યારે વસંતમાસે તું જમ્યો.
ત્યારપછી હે મેઘ ! તું ગર્ભાવાસથી મુક્ત થઈને ગજ કલભ પણ બની ગયો – લાલ કમળ સમાન લાલ અને સુકુમાર થયો. જપાકુસુમ, લાલ વર્ણના પારિજાત નામના વૃક્ષ સમાન, લાખનો રસ, સરસ કુંકમ, સાંધ્યકાલીન વાદળોના રંગ સમાન લાલ વર્ણનો થયો. તારા યૂથપતિનો પ્રિય થયો. ગણિકા સમાન યુવા હાથણીઓના ઉદરપ્રદેશમાં પોતાની સૂંઢ નાંખીને કામક્રીડામાં તત્પર રહેવા લાગ્યો અને આ પ્રકારે સેંકડો હાથીથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org