________________
શ્રમણ કથાઓ
૧૯૭
આદિ હતા તે બધાંને ત્રણ વખત હલાવી-હલાવીને પગ વડે ઉખેડી, સૂંઢ વડે પકડીને એક તરફ લઈ જઈને ફેંકી દીધા.
ત્યારપછી હે મેઘ ! તું મંડલની નીકટની ગંગા મહાનદીના દક્ષિણ કિનારે વિંધ્યાચલની તળેટીમાં, પર્વત યાવત્ પૂર્વોક્ત સ્થાનોમાં સુખપૂર્વક વિચારવા લાગ્યો.
ત્યારપછી હે મેઘ ! કોઈ અન્ય સમયે મધ્ય વર્ષાઋતુમાં ઘણી જ વર્ષા થવાથી જ્યાં મંડલ હતું, તે સ્થાને તું આવ્યો, આવીને બીજી વખત તે મંડલને સારી રીતે સાફ કર્યું. આ પ્રમાણે અંતિમ વર્ષાઋતુમાં ઘોર વર્ષા થઈ ત્યારે જ્યાં મંડલ હતું, ત્યાં આવીને ત્રીજી વખત પણ તે મંડલને સાફ કર્યું – યાવત્ – સુખપૂર્વક વિચરવા લાગ્યા.
ત્યારપછી હે મેઘ ! જ્યારે તું તે ગજેન્દ્રપર્યાયમાં હતો કે, અનુક્રમે કમલિનીઓના વનનો વિનાશ કરનારો, કુંદ અને લોઘના પુષ્પોની સમૃદ્ધિથી સંપન્ન તથા અત્યંત હિમવાળી હેમંતઋતુ પણ વ્યતીત થઈ ગઈ અને અભિનવ ગ્રીષ્મકાળ આવ્યો. ત્યારે વનમાં ક્રીડા કરતી વખતે વનની હાથણીઓ તારા પર વિવિધ પ્રકારના કમળો અને પુષ્પોનો પ્રહાર કરતી હતી, તું તે ઋતુમાં ઉત્પન્ન પુષ્પો વડે નિર્મિત ચામર જેવા કર્ણના આભૂષણોથી મંડિત અને મનોહર દેખાતો હતો. મદને કારણે વિકસિત ગંડસ્થળોને આર્ત કરનારા ઝરતા એવા સુગંધિત મદજળથી તું સુગંધી બની ગયો હતો. હાથણી વડે ઘેરાયેલો રહેતો હતો. આ પ્રમાણે બધી બાજુથી ઋતુ સંબંધી શોભા ઉત્પન્ન થયેલી હતી.
તે ગ્રીષ્મકાળમાં સૂર્યનો પ્રખર તાપ પડી રહ્યો હતો. ગ્રીષ્મ ઋતુના કારણે શ્રેષ્ઠ વૃક્ષોના શિખર અત્યંત શુષ્ક થઈ ગયા હતા. જેને કારણે તે ઘણાં ભયંકર પ્રતીત થતા હતા. ભંગારપલી ભયાનક શબ્દ કરતા હતા. કાષ્ઠ, તૃણ અને કચરાને ઉડાળનાર પ્રતિકૂળ પવનથી આખું ભૂમંડળ વ્યાપ્ત થઈ ગયું અને વંટોળીયાને કારણે ભયાવહ દેખાવા લાગ્યું. તરસને કારણે ઉત્પન્ન વેદનાદિ દોષોથી દૂષિત અને અહીં-તહીં ભટકતા એવા શ્વાપદોથી વ્યાપ્ત હતું જોવામાં ભયાનક એવો તે ગ્રીષ્મકાળ ઉત્પન્ન થયેલા દાવાનલને લીધે વધારે દારુણ થઈ ગયો.
તે દાવાનલ વાયુને કારણે વિસ્તારથી ફેલાયો અને વધતો ગયો. તેના શબ્દોનો ધ્વનિ અત્યધિક ભયંકર હતો. વૃક્ષોથી પડતા મધની ધારાઓ વડે સિંચિત હોવાને કારણે તે અત્યંત વૃદ્ધિગત થયો, ધબકવા લાગ્યો અને ઉદ્ધત થઈ ગયો. તે અત્યંત દેદીપ્યમાન, ચિનગારીઓથી યુક્ત અને ધૂમપંક્તિથી વ્યાપ્ત હતો. સેંકડો શાપદોના પ્રાણનો અંત કરનારો હતો. આ પ્રમાણે તીવ્રતાને પ્રાપ્ત દાવાનળના કારણે તે ગ્રીષ્મઋતુ અત્યંત ભયંકર દેખાતી હતી.
ત્યારે હે મેઘ ! તું તે દાવાનળોની જવાળાઓથી આચ્છાદિત થઈ ગયો, રોકાઈ ગયો. ધુમાડાને કારણે ઉત્પન્ન થયેલ અંધકારથી ભયભીત થઈ ગયો. અગ્રિના તાપને જોવાથી તારા બંને કાન અરઘટના તુંબ સમાન સ્તબ્ધ થઈ ગયા. તારી મોટી અને જાડી સુંઢ સડક થઈ ગઈ. તારા ચમકતા નેત્ર ભયને કારણે અહીં-તહીં ફરકવા લાગ્યા. વાયુના વેગને કારણે તારું સ્વરૂપ વિસ્તૃત જેવું દેખાવા લાગ્યું. પૂર્વજન્મના દાવાનળના ભયથી ભીત હૃદયવાળો થઈને દાવાનળથી પોતાનું રક્ષણ કરવાને માટે જે દિશામાં તૃણ–વૃક્ષ આદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org