________________
ભ્રમણ કથાઓ
૦ મેઘને પ્રતિબોધ :--
ત્યારપછી હે મેઘ ! એ પ્રમાણે આમંત્રિત કરીને શ્રમણ ભગવંત મહાવીરે મેઘકુમારને કહ્યું, તું રાત્રિના પહેલા અને પાછલા કાળના અવસરે શ્રમણ નિર્પ્રન્થોને વાચના - યાવત્ - દીર્ધ રાત્રિ પર્યંત થોડા સમય માટે પણ આંખ મીંચી ન શક્યો. ત્યારે હે મેઘ ! તારા મનમાં આવા પ્રકારનો અધ્યવસાય
Go
યાવત્ – સંકલ્પ ઉત્પન્ન થયો કે, જ્યારે હું ગૃહવાસમાં રહેતો હતો. ત્યારે આ શ્રમણ નિર્પ્રન્થો મારો આદર કરતા હતા યાવત્ – ઇષ્ટ યાવત્ – વાણીથી આલાપ–સંલાપ કરતા હતા. પણ જ્યારથી હું મુંડિત થઈને ગૃહવાસનો ત્યાગ કરીને અનગારરૂપે પ્રવ્રુજિત થયેલો છું, ત્યારથી આ શ્રમણ નિર્પ્રન્થો મારો આદર કરતા નથી – યાવત્ ઇષ્ટ, રમણીય વાણીથી આલાપ–સંલાપ કરતા નથી.
Jain
-
તે સિવાય શ્રમણ નિર્પ્રન્થો રાત્રિના પહેલા અને છેલ્લા પ્રહરમાં કોઈ કોઈ – યાવત્ પગની ધૂળથી (સંથારો) ભરી દે છે, તેથી મારા માટે એ જ શ્રેયસ્કર છે કે કાલે રાત્રિનું પ્રભાતરૂપ થયા પછી – યાવત્ – જાજ્વલ્યમાન તેજ સાથે સહસ્રરશ્મિ દિનકર સૂર્યનો ઉદય થાય ત્યારે શ્રમણ ભગવંત મહાવીરને પૂછીને, આજ્ઞા લઈને ગૃહવાસમાં ચાલ્યો જાઉં. આ પ્રકારે તેં વિચાર કર્યો અને દુદ્ધર્ષ આર્તધ્યાનને કારણે દુઃખથી પીડિત અને સંકલ્પ વિકલ્પોથીયુક્ત માનસવાળા થઈને નરકની વેદના માફક તે રાત્રિને વ્યતીત કરીને જ્યાં હું છું ત્યાં જલ્દીથી આવેલ છો. હે મેઘ ! મારું આ કથન સત્ય છે ? હાં ! આપનું એ કથન સત્ય છે.
૧૯૩
-
૦ ભગવંત દ્વારા સુમેરુપ્રભના ભવનું નિરૂપણ ઃ
-
હે મેઘ ! આ પૂર્વેના ત્રીજા ભવમાં તું વૈતાઢ્યગિરિની તળેટીમાં શંખ સમાન ઉજ્જ્વળ, વિમલ, નિર્મલ, ઘનદહીં, ગાયના દૂધના ફીણ અને ચંદ્રમાના સમાન શ્વેત વર્ણવાળો, સાત હાથ ઊંચો અને નવ હાથ લાંબો, દશ હાથ પરિમાણવાળો, સાત અંગો – (ચાર પગ, સૂંઢ, પૂંછડી અને લિંગ)થી પ્રતિષ્ઠિત, સૌમ્ય, પ્રમાણોપેત અંગવાળો, સુંદર રૂપવાળો, આગળથી ઊંચો તથા ઊંચે ઉઠેલા મસ્તકવાળો, શુભ—સુખદ આસન—સ્કંધવાળો, વરાહની સમાન પાછળના ભાગે ઝૂકેલો, ખાડારહિત અને લાંબી એવી બકરીના જેવી કૂંખવાળો, લાંબા ઉદર, લાંબા હોઠ અને લાંબી પૂંછવાળો, ખેંચાયેલ ધનુષની પીઠ જેવી પીઠની આકૃતિ વાળો, સારી રીતે મળેલા પ્રમાણયુક્ત ગોળ અને પૂર્ણ અવયવવાળો, પ્રમાણોપેત અને ચોટેલી પૂંછડી વાળો, કાચબાના પગ જેવા પરિપૂર્ણ અને મનોહર પગવાળો, શ્વેત, નિર્મળ, સ્નિગ્ધ અને નિરૂપહત વીસે નખો અને છ દાંતયુક્ત સુમેરુપ્રભ નામે હસ્તિરાજ હતો.
| ૩/૧૩
હે મેઘ ! ત્યાં તું ઘણાં હાથીઓ, હાથીણીઓ, કુમાર હાથીઓ, કુમારી હાથીણીઓ, હાથીના બચ્ચા અને બાલિકા હાથીણીથી ઘેરાઈને ૧૦૦૦ હાથીઓનો નાયક, માર્ગદર્શક, અગ્રણી, પ્રસ્થાપક, યૂથપતિ અને યૂથની વૃદ્ધિ કરનારો તથા તે સિવાય પણ બીજા ઘણાં એકલા હાથીના બચ્ચાઓનું આધિપત્ય કરતો – યાવત્ – વિચરતો હતો. હે મેઘ ! તે સમયે તું નિરંતર અપ્રમાદી, સદા ક્રીડા પરાયણ, કંદર્પ રતિક્રિડા
nternational
For Private & Personal Use Only
www.jainelibrary.org