________________
૧૯૨
આગમ કથાનુયોગ-૩
પ્રમાણે અપ્રમત્ત અને સાવધાન રહીને પ્રાણી – યાવત્ – સત્વોની રક્ષા કરીને સંયમનું પાલન કરવું, આ વિષયમાં લેશમાત્ર પણ પ્રમાદ કરવો નહીં.
ત્યારે મેઘકુમારે શ્રમણ ભગવંત મહાવીરનો આ ધર્મોપદેશ સમ્યક્ પ્રકારે સ્વીકાર કર્યો અને ભગવંતની આજ્ઞા અનુરૂપ ગમન કરતો, તે જ પ્રમાણે બેસતો યાવત્ સાવધાનીપૂર્વક પ્રાણોની – યાવત્ – સત્વોની યતના કરતો સંયમ આરાધવા લાગ્યો. ૦ મેઘનો મનઃ સંકલેશ :
જે દિવસે મેઘકુમારે મુંડિત થઈ, ગૃહત્યાગ કરી આનગારિક દીક્ષા ગ્રહણ કરી, તે જ દિવસે સંધ્યાકાળે યથારાત્વિક અર્થાત્ દીલાપર્યાયના ક્રમમાં શ્રમણ નિર્ચન્થોની શય્યાસંથારાનું વિભાજન કરતા મેઘકુમારનો સંથારો દરવાજાની સમીપ આવ્યો.
ત્યારે શ્રમણ નિર્ગસ્થ રાત્રિના પહેલા અને અંતિમ પ્રહરમાં વાચનાને માટે – યાવત્ - ધર્માનુયોગના ચિંતન કરવા માટે તેમજ ઉચ્ચાર અને પ્રસ્ત્રવણને માટે પ્રવેશ કરતા અને બહાર નીકળતા હતા, ત્યારે તેમાંના કોઈકોઈ સાધુના હાથનો મેઘકુમારને સંઘટ્ટો થતો હતો – યાવત્ – કોઈ કોઈ તેને ઓળંગીને જતા, કોઈ કોઈ બે-ત્રણ વખત ઓળંગીને જતા, કોઈ—કોઈએ પોતાના પગની ધૂળ વડે તેને (સંથારાને) ભરી દીધો. તે આખી રાત્રિમાં મેઘકુમાર એક ક્ષણને માટે પણ આંખ બંધ ન કરી શક્યા. (ઊંઘી ન શક્યા.)
ત્યારે તે મેઘકુમારના મનમાં આવા પ્રકારનો અધ્યવસાય – યાવત્ – સંકલ્પ ઉત્પન્ન થયો – હું શ્રેણિક રાજાનો પુત્ર અને ધારિણીદેવીનો આત્મજ મેઘ છું, જે તેઓને માટે ઇષ્ટ, કાંત – યાવત્ – ગૂલરના પુષ્પની સમાન જેનું નામ શ્રવણ પણ દુર્લભ છે.
જ્યારે હું ઘેર હતો, ત્યારે આ શ્રમણ નિર્ગસ્થ મારો આદર કરતા હતા, જાણતા હતા, સત્કાર સન્માન કરતા હતા, જીવાદિ પદાર્થોને, તેને સિદ્ધ કરનારા હેતુઓને, પ્રશ્નોને, કારણોને અને વ્યાકરણોને કહેતા હતા. ઇષ્ટ, મનોહર – વાવ – વાણીથી આલાપસંલાપ કરતા હતા.
– પરંતુ જ્યારથી મેં મુંડિત થઈને ગૃહત્યાગ કરી અણગારત્વ અંગીકાર કરેલ છે, ત્યારથી આ શ્રમણ નિર્ચન્થ મારો આદર કરતા નથી – યાવત્ – મનોહર વચનોથી આલાપ સંલાપ કરતા નથી. તે સિવાય શ્રમણ નિર્ગસ્થ પહેલી અને પાછલી રાત્રિના સમયે વાચના - યાવત્ - આ પ્રકારની દીર્ધ રાત્રિમાં એક ક્ષણને માટે પણ હું આંખ મીંચી શક્યો નહીં. તેથી મારા માટે હવે એ શ્રેયસ્કર છે કે કાલે રાત્રિ પૂર્ણ થઈ પ્રભાત થાય ત્યારે – થાવત્ – તેજથી જાજવલ્યમાન સહસ્રરશ્મિ દિનકર સૂર્યનનો ઉદય થાય ત્યારે શ્રમણ ભગવંત મહાવીરની આજ્ઞા લઈને પુનઃ ગૃહવાસમા જવું જોઈએ.
આ પ્રમાણે મેઘકુમારે વિચાર કર્યો, વિચાર કરીને આર્તધ્યાનના કારણે દુઃખી અને સંકલ્પ-વિકલ્પ યુક્ત માનસવાળા થઈને તે રાત્રિ નરકની માફક વ્યતીત કરી, રાત્રિ પૂર્ણ થઈ, સુવિમલ પ્રભાતરૂપ થયું ત્યારે – યાવત્ – તેજ વડે જાજ્વલયમાન સંહસ્રરશ્મિ દિનકર-સૂર્યના ઉદય થયો ત્યારે જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા, ત્યાં આવ્યા, શ્રમણ ભગવંત મહાવીરની ત્રણ વખત આદક્ષિણ–પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને વંદન–નમસ્કાર કર્યા, વંદન નમસ્કાર કરીને – યાવત્ – પર્યાપાસના કરવા લાગ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org