________________
આગમ કથાનુયોગ–૩
કહ્યું, હે દેવાનુપ્રિય ! અમારે માટે કરવા યોગ્ય જ કાર્ય હોય તે માટે આજ્ઞા આપો. ત્યારે શ્રેણિક રાજાએ તે કૌટુંબિક ૧૦૦૦ ઉત્તમ તરુણોને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! જાઓ અને તમે મેઘકુમારની પુરુષ સહસ્રવાહિની શિબિકાને વહન કરો. ત્યારે તે ઉત્તમ તરુણ ૧૦૦૦ કૌટુંબિક પુરુષ શ્રેણિક રાજાના કથનને સાંભળીને હર્ષિત, સંતુષ્ટ થયા, મેઘકુમારની સહસ્રપુરુષવાહિની શિબિકા વહન કરવા લાગ્યા.
ત્યારપછી સહસ્રવાહિની શિબિકા પર મેઘકુમારના આરૂઢ થયા પછી આ આઠ મંગલદ્રવ્યો અનુક્રમે તેની સામે ચાલવા લાગ્યા. તે આ પ્રમાણે :- ૧. સ્વસ્તિક, ૨. શ્રીવત્સ, ૩. નંદાવર્ત્ત, ૪. વર્ધમાન, ૫. ભદ્રાસન, ૬. કળશ, ૭. મત્સ્યયુગલ, ૮. દર્પણ. યાવત્ ઘણાં ધનાર્થી યાચકજન યાવત્ કામાર્થી, ભોગાર્થી, લાભાર્થી, કિલ્બિષિક, કારોટિક, કારવાહિક, શાંખિક, ચક્રિક, નાંગલિક, મુખ માંગલિક, વર્ધમાનક, પૂષમાણક, ખંડિકગણ તેવા પ્રકારની ઇષ્ટ, કાંત, પ્રિય, મનોજ્ઞ, મણામ, મનોહર, હૃદયંગમ વાણી વડે જયવિજય રૂપ મંગલ શબ્દોથી અનવરત અભિનંદવા અને સ્તુતિ કરતા આ પ્રમાણે કહેવા લાગ્યા.
હે નંદ ! તમારો જય – જય થાઓ, હે ભદ્ર ! તમારો જય-જય થાઓ, હે કલ્યાણકારી ! તમારો જય—જય થાઓ, તમારું કલ્યાણ થાઓ. ન જીતેલી ઇન્દ્રિઓને તમે જીતો. જીતેલા (ધારણ કરેલા) શ્રમણધર્મનું પાલન કરો. હે દેવ ! વિઘ્નો પર વિજય પ્રાપ્ત કરીને સિદ્ધિમાં નિવાસ કરો, તપ દ્વારા રાગદ્વેષરૂપી મલ્લોનું હનન કરો. ધૈર્ય ધારણ કરો, રાગદ્વેષને હણવા માટે કટિબદ્ધ થાઓ. (તથા)—
– પ્રમાદરહિત થઈને ઉત્તમ શુક્લ ધ્યાન દ્વારા આઠ કર્મોરૂપી શત્રુઓનું મર્દન કરો, અજ્ઞાન અંધકારથીરહિત અનુત્તર-અદ્વિતીય કેવળજ્ઞાનને પ્રાપ્ત કરો, પરીષ્ઠ રૂપી સેનાનું હનન કરીને પરીષહ અને ઉપસર્ગોથી નિર્ભય થઈને શાશ્વત અને અચલ પરમપદરૂપ મોક્ષને પ્રાપ્ત કરો. તમારી ધર્મસાધના નિર્વિઘ્ને સંપન્ન થાઓ. આ પ્રમાણે કહીને તેઓ પુનઃ પુનઃ મંગલમય જય-જય શબ્દોનું ઉચ્ચારણ કરવા લાગ્યા.
ત્યારપછી મેઘકુમાર રાજગૃહ નગરના મધ્યમાં થઈને નીકળ્યા, નીકળીને જ્યાં ગુણશીલ ચૈત્ય હતું, ત્યાં આવ્યા. આવીને સહસ્રપુરુષ વાહિની શિબિકાથી નીચે ઉતર્યા. ૦ શિષ્ય ભિક્ષાદાન :
૧૯૦
-
ત્યારપછી મેઘકુમારના માતાપિતા મેઘકુમારને આગળ કરીને જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા, ત્યાં આવ્યા, આવીને શ્રમણ ભગવંત મહાવીરને આદક્ષિણ—પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને વંદન—નમસ્કાર કર્યા, વંદનનમસ્કાર કરીને આ પ્રમાણે બોલ્યા – હે દેવાનુપ્રિય ! આ મેઘકુમાર અમારો એક માત્ર પુત્ર છે, તે અમને ઇષ્ટ, કાંત, પ્રિય, મનોજ્ઞ, મણામ, ધૈર્ય અને વિશ્વાસના આધારરૂપ છે, બહુમૂલ્ય, અણમોલ ભંડકદંડકની સમાન છે, રત્નોમાં રત્નરૂપ છે. જીવન માટે ઉચ્છવાસરૂપ છે, હૃદયને આનંદ દેનારો છે, ગૂલરના પુષ્પ સમાન જેનું નામ શ્રવણ પણ દુર્લભ છે તો પછી દર્શનની તો વાત જ શું ?
જેમ ઉત્પલ, પદ્મ, કુમુદ કીચડમાં ઉત્પન્ન થાય છે, જળમાં વૃદ્ધિ પામે છે, તો પણ પંકરજથી ઉપલિપ્ત થતું નથી, જળથી લિપ્ત થતું નથી, એ જ પ્રમાણે આ મેઘકુમાર
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org