________________
૧૮૮
આગમ કથાનુયોગ-૩
હારની સમાન આંખોથી આંસુ વહાવતી, રોતી, આક્રંદન કરતી, વિલાપ કરતી–કરતી આ પ્રમાણે બોલી
મેઘકુમારના આ વાળના દર્શન રાજ્ય પ્રાપ્તિ આદિ અબ્યુદયોના અવસર પર, ઉત્સવો પર, પર્વોમાં, તિથિઓમાં, ઇન્દ્રમોમાં, યજ્ઞોમાં, પર્વતિથિઓમાં અંતિમ દર્શનરૂપ થશે. એ પ્રમાણે બોલીને તે પેટીને પોતાના ઓશીકાની નીચે સ્થાપે છે.
- ત્યારપછી મેઘકુમારના માતાપિતાએ ઉત્તરાભિમુખ સિંહાસન રખાવ્યું, પછી મેઘકુમારને બીજી વખત, ત્રીજી વખત ચાંદી અને સોનાના કળશ વડે સ્નાન કરાવ્યું, સ્નાન કરાવીને રૂંવાટીવાળા અત્યંત સુકોમળ કષાય ગંધવાળા વસ્ત્રથી તેના શરીરને સાફ કરીને ગોશીર્ષ ચંદન વડે શરીરનું વિલેપન કર્યું, વિલેપન કરીને શ્વાસોચ્છવાસથી પણ ઉડી જાય એવા અતિ બારીક, શ્રેષ્ઠ નગરો આદિમાં પ્રાપ્ત થતું, ચતુર મનુષ્યો દ્વારા પ્રશસિત, ઘોડાના મુખથી નીકળનાર ફીણથી પણ કોમળ, જેની ધાર પર સુવર્ણના તારથી વેલ બનાવાઈ હતી અને હંસ જેવા શ્વેત વસ્ત્ર પહેરાવ્યા.
– પછી હાર પહેરાવ્યો, અર્ધહાર પહેરાવ્યો, પછી એકાવલી, મુક્તાવલી, કનકાવલી, રત્નાવલી, પ્રાલંબ, પાદપ્રલંબ, કડા, ત્રુટિત, કેયૂર, અંગદ, દશે આંગળીમાં વિટી, કટિસૂત્ર, કુંડલ, ચૂડામણિ, રત્નજડિત મુગટ પહેરાવ્યો, દિવ્ય ફૂલોની માળા પહેરાવી, દર ચંદનના સુગંધિત તેલની ગંધ શરીર પર લગાડી. પછી ગ્રથિત, વેષ્ટિમ, પૂરિમ, સંઘાતિમ એવી ચાર પ્રકારની માળાઓ દ્વારા કલ્પવૃક્ષની માફક અલંકૃત્ કર્યો. ૦ મેઘનો અભિનિષ્ક્રમણ મહોત્સવ :
ત્યારપછી શ્રેણિકરાજાએ કૌટુંબિક પુરષોને બોલાવી આ પ્રમાણે કહ્યું
હે દેવાનુપ્રિયો તમે જલદીથી અનેક સેંકડો સ્તંભોથી બનેલી, જેમાં ક્રીડા કરતી પુતળીઓ બની હોય, જે ઇહામૃગ, વૃષભ, તુરગ, નર, મગર, વિડગ, સર્પ, કિન્નર, રુ, સરભ, ચમરી ગાય, કુંજર, વનલતા, પાલતા આદિના ચિત્રોથી યુક્ત હોય, જેની ઘંટાવલિથી મધુર સ્વર નીકળી રહ્યા હોય, જે શુભ, કાંત અને દર્શનીય હોય, કુશળ કારીગરો દ્વારા નિર્મિત, દૈદીપ્યમાન મણિ અને રત્નોની ઘંટિકાના સમૂહથી વ્યાપ્ત હોય, વજરત્નોની બનેલી વેદિકાથી યુક્ત હોવાથી જે મનોહર દેખાતી હોય. (–તથા–)
– જેમાં બનેલા વિદ્યાધર યુગલોના ચિત્ર યંત્રચાલિત જેવા પ્રતીત થતા હોય, સહસ્ત્રમાલી સૂર્યના કિરણોની માફક શોભાયમાન હોય, હજારો રૂપવાળી હોય, દીપ્યમાન, અતિ દીપ્યમાન હોય, જોવામાં નેત્રોને આકૃષ્ટ કરનારી હોય, સુખદ સ્પર્શવાળી હોય, સશ્રી રૂપવાળી હોય, પોતાના સંપૂર્ણ વૈભવ સમૃદ્ધિની સાથે ઉપસ્થિત થઈ હોય તથા શીઘ, ત્વરિત, ચપળ અને અતિશય ચપળ હોય, જે ૧૦૦૦ પુરુષો દ્વારા વહન કરી શકાતી હોય એવી એક શિબિકા તૈયાર કરાવો.
ત્યારપછી તે કૌટુંબિક પુરુષ હર્ષિત, સંતુષ્ટ થઈને અનેક સેંકડો સ્તંભોથી બનેલી - યાવત્ – શિબિકા તૈયાર કરી ઉપસ્થિત કરે છે.
ત્યારપછી મેઘકુમાર શિબિકા પર આરૂઢ થયો અને આરૂઢ થઈને શ્રેષ્ઠ સિંહાસનની નજીક આવી પૂર્વ દિશા તરફ મુખ કરીને બેઠો. ત્યારપછી મેઘકુમારની માતા સ્નાન કરી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org