________________
૧૮૬
આગમ કથાનુયોગ-૩
માટે દુષ્કર છે, પરંતુ ધીર અને દઢ સંકલ્પી પુરુષોને પાલન કરવામાં શું મુશ્કેલ છે ?
તેથી હે માતાપિતા ! આપની આજ્ઞા અનુમતિ લઈને હું શ્રમણ ભગવંત મહાવીરની પાસે મુંડિત થઈને ગૃહત્યાગ કરી આનગારિક પ્રવજ્યા અંગીકાર કરવા ઇચ્છું છું. ૦ મેઘનો એક દિવસીય રાજ્યાભિષેક :
ત્યારપછી જ્યારે માતાપિતા મેઘકુમારને વિષયોના અનુકુળ અને વિષયોને પ્રતિકૂળ ઘણી જ આખ્યાપના, પ્રજ્ઞાપના, સંજ્ઞાપના અને વિજ્ઞાપના વાણી દ્વારા સમજાવવા, બુઝવવા, સંબોધન કરવા અને વિજ્ઞપ્તિ કરવામાં સમર્થન થયા ત્યારે ઇચ્છા ન હોવા છતાં ઉદાસીન થઈને મેઘકુમારને આ પ્રમાણે કહ્યું
હે પુત્ર ! અમે તારી એક દિવસની રાજ્યશ્રી જોવા ઇચ્છીએ છીએ. ત્યારે તે મેઘકુમાર માતાપિતાની ઇચ્છાને માન આપતો મૌનપણે રહ્યો.
ત્યારપછી શ્રેણિક રાજાએ કૌટુંબિક પુરષોને બોલાવ્યા અને બોલાવીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! જલદીથી મેઘકુમારના રાજ્યાભિષેકને માટે મહાé, મહાઈ, મહાઈ વિપુલ રાજ્યાભિષેકની સામગ્રી ઉપસ્થિત કરો. ત્યારે તે કૌટુંબિક પુરુષો મેઘકુમારના રાજ્યાભિષેક માટે માર્થ, મહાર્ધ, મહાર્ડ વિપુલ રાજ્યાભિષેક સામગ્રી ઉપસ્થિત કરી.
ત્યારપછી શ્રેણિક રાજાએ ઘણાં ગણનાયકો અને – યાવત્ – સંધિપાલો અને – થાવત્ – પરિવૃત્ત થઈને મેઘકુમારને ૧૦૮ સુવર્ણ કળશો એ જ પ્રમાણે ૧૦૮–૧૦૮ રજતકળશો, સુવર્ણરજત કળશો, મણિમય કળશો, સુવર્ણ મણિમય કળશો, રજત મણિમય કળશો, સુવર્ણ, રજત, મણિમય કળશો, કૃતિકા કળશો તેમાં ભરેલાં સર્વ પ્રકારના જળ વડે, સર્વ પ્રકારની માટી વડે, સર્વ પ્રકારના પુષ્પો વડે, સર્વ પ્રકારની માટી વડે, સર્વ પ્રકારના પુષ્પો વડે, સર્વ પ્રકારની ગંધો વડે, સર્વ પ્રકારની માળાઓ વડે, સર્વ પ્રકારની ઔષધિઓ–સરસો વડે, સર્વ ઋદ્વિ–ધૂતિ અને સૈન્યની સાથે – યાવત્ – દૂભિ નિર્દોષના પ્રતિધ્વનિના શબ્દો સહિત મહામહિમાવાળા રાજ્યાભિષેકથી અભિષિક્ત કર્યો, અભિષેક કરીને બંને હાથ જોડી, દશ નખ ભેગા કરી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરી આ પ્રમાણે કહ્યું
હે નંદ ! તમારો જય-જય થાઓ. હે ભદ્ર ! તમારો જય-જય થાઓ. હે આનંદકર ! તમારો જય થાઓ – જય થાઓ. હે ભદ્ર ! તમારો જય થાઓ – જય થાઓ. તમે ન જીતેલાને જીતો, જીતેલાનું પાલન કરો, આચારવાના મધ્યમાં નિવાસ કરો, ન જીતેલા શત્રુપક્ષ પર વિજય પ્રાપ્ત કરો અને જીતેલા મિત્રપક્ષનું પાલન કરો. દેવોમાં ઇન્દ્ર સમાન, અસુરોમાં ચમર સમાન, નાગોમાં ધરણેન્દ્ર સમાન, તારોમાં જ્યોતિષ્ક મંડલમાં ચંદ્રમાની સમાન, મનુષ્યોમાં ભરત સમાન, રાજગૃહનગરના તથા બીજા પણ ઘણાં ગ્રામ, આકર, નગર, ખેડ, કબૂટ, દ્રોમુખ, મંડલ, પતન, આશ્રમ, નિગમ, સંબાહ, સન્નિવેશ આદિના આધિપત્ય કરતા, પ્રધાનતા કરતા, સ્વામિત્વ, ભર્તુત્વ, મહત્તરકત્વ, આજ્ઞા, ઈશ્વરત્વ અને સેનાપતિત્વ કરતા, પાલન કરતા, જોર-જોરથી વગાડાતા નૃત્ય, ગીત, વાદ્ય, તંત્ર, તલ, તાલ, ત્રુટિત, ઘન, મૃદંગ, પટ આદિના ઘોષોપૂર્વક વિપુલ ભોગોપભોગોને ભોગવતા વિચરણ કરો, આ પ્રમાણે કહીને જયજયકાર કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org