________________
શ્રમણ કથાઓ
૧૮૭
ત્યારપછી તે મેઘ રાજા થઈ ગયો. પર્વતોમાં મહાહિમવંત તુલ્ય, પૃથ્વીમાં ઇન્દ્ર સમાન મંદરાચલની માફક શોભિત થઈને વિચરવા લાગ્યો.
ત્યારપછી માતાપિતાએ રાજા મેઘને આ પ્રમાણે કહ્યું, હે પુત્ર! બતાવો, તમને શું આપીએ ? તમારા ઇષ્ટજનોને શું આપીએ ? તમારા મનમાં શું ઇચ્છા છે ? ૦ મેઘના નિષ્ક્રમણની તૈયારી :
ત્યારપછી મેઘરાજાએ માતાપિતાને આ પ્રમાણે કહ્યું, હે માતાપિતા ! હું ઇચ્છું છું કે, કુત્રિકાપણથી રજોહરણ અને પાત્ર મંગાવો અને કાશ્યપ–વાણંદને બોલાવો. ત્યારપછી શ્રેણિક રાજાએ કૌટુંબિક પુરુષોને બોલાવીને તેઓને આ પ્રમાણે કહ્યું
હે દેવાનુપ્રિયો ! તમે જાઓ અને શ્રીગૃહમાંથી ત્રણ લાખ સુવર્ણ મુદ્રાઓ લઈને બે લાખમાંથી કૃત્રિકાપણમાંથી રજોહરણ અને પાત્રા લઈ આવો અને એક લાખ આપીને વાણંદને બોલાવો.
ત્યારપછી તે કૌટુંબિક પુરુષ શ્રેણિક રાજાના આ કથનને સાંભળીને હર્ષિત અને સંતુષ્ટ થઈને શ્રીગૃહમાંથી ત્રણ લાખ સુવર્ણમુદ્રા લઈને ગયા, બે લાખથી કૃત્રિકાપણમાંથી રજોહરણ અને પાત્ર લીધા અને એક લાખ આપીને તેઓએ વાણંદને બોલાવ્યો.
ત્યારપછી કૌટુંબિક પુરુષો દ્વારા બોલાવાયેલ તે વાણંદ હર્ષિત, સંતુષ્ટ, આનંદિત ચિત્ત – યાવતું – હર્ષના વશથી વિકસિત હૃદયવાળા થઈને સ્નાન કર્યું, બલિકર્મ કર્યું, કૌતુક, મંગલ, પ્રાયશ્ચિત્ત કર્યું અને શુદ્ધ-રાજ્યસભામાં પ્રવેશવા યોગ્ય, શ્રેષ્ઠ માંગલિક વસ્ત્રો ધારણ કર્યા, અલ્પ પણ બહુમૂલ્ય આભૂષણોથી શરીરને અલંકૃત કર્યું અને ત્યારબાદ
જ્યાં શ્રેણિકરાજા હતા, ત્યાં આવ્યો, આવીને શ્રેણિક રાજાને બે હાથ જોડી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરીને આ પ્રમાણે કહ્યું
હે દેવાનુપ્રિય ! મારે યોગ્ય કાર્ય માટેની આજ્ઞા આપો.
ત્યારે શ્રેણિક રાજાએ તે વાણંદને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! તું જા અને સુગંધિત ગંધોદકથી સારી રીતે હાથ–પગ ધોઈ લે, પછી ચાર પડવાળા શ્વેત વસ્ત્રથી મુખ બાંધીને દીક્ષાને યોગ્ય ચાર અંગુલ કેશ છોડીને મેઘકુમારના અગ્રકેશને કાપી નાંખ.
ત્યારે તે કાશ્યપ–વાણંદ શ્રેણિક રાજાના આ આદેશને સાંભળીને હર્ષિત, સંતુષ્ટ, આનંદિત ચિત્ત – યાવત્ – હર્ષાતિરેકથી વિકસિત હૃદયવાળો થઈને બંને હાથ જોડી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરી, હે સ્વામી ! “તહતિ" એમ કહીને વિનયપૂર્વક આદેશ વચનોને સ્વીકારે છે, સ્વીકાર કરીને સુગંધિત ગંધોદક વડે હાથપગનું પ્રક્ષાલન કરે છે. પ્રક્ષાલન કરીને શુદ્ધ વસ્ત્ર વડે મુખને બાંધે છે. બાંધીને પૂર્ણ યતનાપૂર્વક દીક્ષાને યોગ્ય ચાર અંગુલ કેશ છોડીને મેઘકુમારના બાકીના અગ્રકેશોને કાપી નાંખે છે.
ત્યારપછી મેઘકુમારની માતાએ બહુમૂલ્ય અને હંસસદશ શ્વેત ઉજ્વળ વસ્ત્રમાં તે કેશને ગ્રહણ કર્યા, ગ્રહણ કરીને સુરભિત ગંધોદક વડે ધોયા, ધોઈને સરસ ગોશીર્ષ ચંદન વડે તેને ચર્ચિત કર્યા, કરીને સફેદ વસ્ત્રમાં બાંધ્યા, બાંધીને રત્ન સમુદ્ગકમાં રાખ્યા, રાખીને પછી પેટીમાં રાખ્યા, રાખીને પછી જળના ધારા, નિર્ગડીના ફૂલ અને ટુટેલ મોતીની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org