________________
શ્રમણ કથાઓ
૧૮૫
છો તે ઠીક છે કે હે પુત્ર ! તારા પિતામહ, પ્રપિતામહ, પિતાના પ્રપિતામહથી આવેલ – થાવત્ – પછી અનુભૂત કલ્યાણવાળા થઈને શ્રમણ ભગવંત મહાવીરની પાસે મુંડિત થઈને ગૃહવાસનો ત્યાગ કરી અણગારીક દીક્ષા અંગીકાર કરજે, પરંતુ તે માતાપિતા –
આ હિરણ્ય આદિ ધનદ્રવ્ય અગ્નિસાધ્ય, ચોરસાધ્ય, રાજ્યસાધ્ય, દાયસાધ્ય, મૃત્યુસાધ્ય છે અર્થાત્ અગ્નિ આદિથી નાશ પામી શકે છે – યાવતું મૃત્યુ સામાન્ય છે. સડન–પતન અને વિધ્વંસન સ્વભાવવાળું છે. પછી કે પહેલા અવશ્ય ત્યાજ્ય છે. તેથી હે માતાપિતા ! એ કોણ જાણે છે કે પહેલા કોણ જશે અને પછી કોણ જશે ? તેથી હે માતા! આપની અનુમતિપૂર્વક હું શ્રમણ ભગવંત મહાવીરની પાસે મુંડિત થઈને ગૃહવાસનો ત્યાગ કરીને અણગાર દીક્ષા ગ્રહણ કરવાને ઇચ્છું છું.
ત્યારપછી જ્યારે મેઘકુમારના માતાપિતા મેઘકુમારને આખ્યાપના, પ્રજ્ઞાપના, સંજ્ઞાપના, વિજ્ઞાપનાથી સમજાવવા, બુઝાવવા, સંબોધન કરવા અને અનુનય કરવા વડે પણ વિષયઅભિમુખ કરવામાં સમર્થ ન થયા ત્યારે વિષયોની પ્રતિકૂળ તથા સંયમ પ્રતિભય અને ઉગ ઉત્પન્ન કરનારી પ્રજ્ઞાપનાથી આ પ્રમાણે બોલ્યા
હે પુત્ર ! આ નિર્ગસ્થ પ્રવચન સત્ય, અનુત્તર, અદ્વિતીય, પરિપૂર્ણ, નિશ્ચયે મોક્ષને પ્રાપ્ત કરાવનાર છે – યાવત્ – સંશદ્ધ, શલ્યનાશક, મોક્ષમાર્ગ. મુક્તિમાર્ગ, નિર્જરામાર્ગ, નિર્વાણમાર્ગ, સર્વ દુઃખોના નાશનો માર્ગ છે, સર્પ સમાન લક્ષ્ય પ્રતિ નિશ્ચલ દૃષ્ટિવાળું છે, છરા સમાન એક ધારવાળું છે, લોઢાના ચણા ચાવવા જેવું છે, રેતીના કણ જેવું નીરસ છે. ગંગા મહાનદીના પ્રતિસ્ત્રોત જેવું છે. બે હાથ વડે મહાસમુદ્ર તરવા જેવું છે, તલવારની ધાર પર ચાલવા સમાન છે, વજનને ગળે બાંધવા જેવું છે.
તે સિવાય હે પુત્ર ! નિર્ગસ્થ શ્રમણોને આધાકર્મી કે ઔદેશિક કે ક્રીત કર્મ કે સ્થાપિત કે રચિત કે દુર્ભિશભક્ત કે કાન્તાર ભક્ત કે વઈલિકા ભક્ત કે ગ્લાન ભક્ત આદિ દૂષિત આહાર ગ્રહણ કરવું કલ્પતું નથી. એ જ પ્રમાણે મૂળ, કંદ, ફળ, બીજ, હરિત વનસ્પતિનું ભોજન પણ કલ્પતું નથી.
એ સિવાય બીજી વાત એ છે કે, હે પુત્ર! તું સુખ ભોગવવાલાયક છે, દુઃખ સહન કરવા યોગ્ય નથી. તું શીત, ઉષ્ણ, ભૂખ, પ્યાસ પણ સહન કરવાને સમર્થ નથી અને વાત, પિત્ત, કફ અને સન્નિપાતથી ઉત્પન્ન થનારા વિવિધ વિકારો, રોગો અને આતંકોને, ઉચ્ચનીચ ઇન્દ્રિય પ્રતિકૂળ વચનોને, બાવીશ પરીષણો અને ઉપસર્ગોને દીનપણે સમ્યક્ પ્રકારે સહન કરવાલાયક પણ નથી. તેથી હે પુત્ર! તું મનુષ્ય સંબંધિ કામભોગોને ભોગવ. ભોગ ભોગવ્યા પછી શ્રમણ ભગવંત મહાવીરની પાસે મુંડિત થઈને ગૃહત્યાગ કરી, અણગાર પ્રવજ્યા અંગીકાર કરજે.
ત્યારપછી મેઘકુમારે માતાપિતાની આ વાતને સાંભળીને માતાપિતાને આ પ્રમાણે કહ્યું, હે માતાપિતા ! આપે જે કંઈ કહ્યું તે ઠીક છે કે હે પુત્ર! આ નિગ્રંથ પ્રવચન સત્ય છે ઇત્યાદિ પૂર્વોક્ત કથન કરી લેવું – યાવત્ – પ્રવજ્યા સ્વીકાર કરજે, પરંતુ હે માતાપિતા ! આ નિર્ગસ્થ પ્રવચન નપુસંકો, કાયરો, કુત્સિત પુરુષોને, આ લોક સંબંધિ વિષયસુખની અભિલાષા કરનારાઓ, પરલોકના સુખની ઇચ્છા કરનારા સામાન્યજનોને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org