________________
શ્રમણ કથાઓ
મને ઇષ્ટ છે, વિશેષે ઇષ્ટ છે, રુચિકર છે. તેથી તમારી આજ્ઞા પામીને હું શ્રમણ ભગવંત મહાવીર પાસે મુંડિત થઈને ગૃહત્યાગ કરી આનગારિક પ્રવ્રજ્યા લેવા ઇચ્છું છું. ૦ ધારિણીની શોકાકૂળ દશા :~
ત્યારબાદ આ અનિષ્ટ, અપ્રિય, અપ્રશસ્ત, અમનોજ્ઞ, અમણામ, અશ્રુતપૂર્વ, કઠોર વાણીને સાંભળીને અને હૃદયમાં અવધારીને, મનોમન આ પ્રકારે આ મહાન્ પુત્રવિયોગના દુઃખથી પીડિત તે ધારિણી દેવીના રોમેરોમ પસીનાથી ભિંજાઈ ગયા. શોકાતિરેકથી તેનું આખું શરીર કાંપવા લાગ્યું, તેણી નિસ્તેજ, દીન અને વિમનસ્ક, હથેળી વડે મસળેલી કમળની માળાની સમાન થઈ ગઈ. તે જ ક્ષણે જીર્ણ અને દુર્બળ શરીરવાળી થઈ ગઈ. લાવણ્ય શૂન્ય, કાંતિહીન, શ્રીવિહીન થઈ ગઈ, પહેરેલા ઘરેણાં અત્યંત ઢીલા થઈ ગયા. હાથોમાં પહેરેલા ઉત્તમ વલય સરકીને ભૂમિ પર પડી ચૂરચૂર થઈ ગયા. ઉત્તરીય વસ્ર સરકી ગયું, સુકુમાલ કેશપાશ વિખેરાઈ ગયો. મૂર્છાને કારણે ચેતના નષ્ટ થઈ ગઈ, શરીર શિથિલ થઈ ગયું, કુહાડી વડે કપાયેલ ચંપકલતાની સમાન થઈ ગઈ, મહોત્સવ પૂર્ણ થયા પછી ઇન્દ્રદંડ સમાન શોભાહીન થઈ ગઈ. શરીરના સાંધા ઢીલા થઈ ગયા અને પછડાઈને સર્વાંગથી પડી ગઈ.
૦ ધારિણી અને મેઘનો સંવાદ :–
ત્યારપછી તે ધારિણીદેવીને સંભ્રમપૂર્વક જલ્દીથી સુવર્ણ ઝારીના મુખથી નીકળેલ શીતળ જળની નિર્મળ ધારા વડે સિંચિત્ કરાઈ, જેના વડે તેનું શરીર શીતળ થઈ ગયું અને અંતઃપુરના પરિજનો દ્વારા ઉત્સેપક, તાલવૃંત અને વીંઝણા દ્વારા ઉત્પન્ન અને જલકણોથી મિશ્રિત વાયુ વડે સચેત કર્યાં પછી મોતીઓની લટ સમાન નેત્રોથી ઝરમર વરસાવતી અશ્રુધારાથી તે પોતાના વક્ષસ્થળને સીંચતી ભિંજવવા લાગી. તે દયનીય, વિમનસ્ક અને દીન થઈ ગઈ અને રડતી, ક્રંદન કરતી, પસીના—પસીના થયેલી, લાળ ટપકાવતી, શોક કરતી, વિલાપ કરતી તેણીએ મેઘકુમારને આ પ્રમાણે કહ્યું
-
હે પુત્ર ! તું અમારો એકમાત્ર પુત્ર છે, તું અમને કાંત, ઇષ્ટ, પ્રિય, મનોજ્ઞ, મણામ છે, અમારા માટે ધૈર્ય અને વિશ્વાસનો આધાર છે, કાર્ય કરવામાં માન્ય છે, ઘણો જ માન્ય છે અને કાર્ય કર્યા પછી પણ અનુમત છે, આભૂષણોના કરંડક સમાન છે, રત્નોથી વધીને રત્નરૂપ છે, જીવનના શ્વાસોચ્છવાસ સર્દશ છે, હૃદયમાં આનંદ ઉત્પન્ન કરનાર છે, ગૂલરના ફૂલ સમાન જેનું નામ શ્રવણ કરવું પણ દુર્લભ છે તો પછી દર્શનની તો વાત જ શું કરવી?
હે પુત્ર! અમે ક્ષણ માત્રને માટે પણ વિયોગ સહન કરી શકીએ તેમ નથી. તેથી હે પુત્ર ! જ્યાં સુધી અમે જીવિત છીએ ત્યાં સુધી મનુષ્ય સંબંધિ વિપુલ કામભોગોને ભોગવ અને અમારા કાળધર્મ પછી જ્યારે પરિપક્વ અવસ્થાવાળો થા ત્યારે કુલવંશ રૂપ તંતુકાર્યની વૃદ્ધિ થઈ જાય, લૌકિક કાર્યોની અપેક્ષા ન રહે, તે સમયે તું શ્રમણ ભગવંત મહાવીર પાસે મુંડિત થઈ, ગૃહત્યાગ કરી આનગારિક પ્રવ્રજ્યા અંગીકાર કરજે.
ત્યારે માતાપિતાના આ કથનને સાંભળીને મેઘકુમારે માતાપિતાને આ પ્રમાણે કહ્યુંઆપે મને જે એમ કહ્યું કે, હે પુત્ર ! તું અમારો એકમાત્ર પુત્ર છો
યાવત્
Jain Education International
૧૮૩
For Private & Personal Use Only
-
-
www.jainelibrary.org