________________
શ્રમણ કથાઓ
૧૮૧
ત્યારપછી તે મેઘકુમાર એક–એક પત્નીને એક–એક હિરણ્ય કોટિ આપે છે – યાવત્ – એક એક પ્રેષણકારી આપે છે તથા બીજુ પણ વિપુલ ધન, કનક, રત્ન, મણિ, મોતી, શંખ, મૂંગા, રક્તરત્ન, માણિક આદિ સારભૂત દ્રવ્ય આપે છે, જે સાત પેઢી સુધી ઇચ્છાનુસાર દેવા, ભોગવવા, પરિભોગવવા માટે પર્યાપ્ત હતું.
ત્યારપછી તે મેઘકુમાર શ્રેષ્ઠ પ્રાસાદોના ઉપરના ભાગે રહીને મૃદંગોના ગુંજાયમાન ધ્વનિપૂર્વક – યાવત્ – મનુષ્ય સંબંધિ કામભોગને ભોગવતો એવો વિચરણ કરે છે. ૦ ભગવંત મહાવીરના પધાર્યાનું મેઘને નિવેદન :
તે કાળ, તે સમયમાં ભગવંત મહાવીર અનુક્રમે વિહાર કરતા આવ્યા, ગ્રામાનુગ્રામમાં ગમન કરતા. એવા, સુખપૂર્વક વિચરતા જ્યાં રાજગૃહ નગર હતું, ગુણશીલક ચૈત્ય હતું, ત્યાં આવ્યા. ત્યાં આવીને યથાપ્રતિરૂપ અભિગ્રહ ધારણ કરી સંયમ અને તપ દ્વારા પોતાના આત્માને ભાવિત કરતા બિરાજમાન થયા.
ત્યારપછી રાજગૃહ નગરના શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, ચતુર્મુખ, મહાપથ અને સામાન્ય માર્ગો આદિમાં ઘણાં લોકોનો અવાજ થવા લાગ્યો – યાવત્ - ઘણાં લોકો – ઉગ્ર કુળના, ભોગ કુળના – યાવત્ – રાજગૃહ નગરના ઠીક મધ્યમાંથી થઈને એક દિશામાં એક જ તરફ મુખ કરીને નીકળ્યા. તે સમયે તે મેઘકુમાર શ્રેષ્ઠપ્રાસાદના ઉપરના ભાગમાં બેસેલ હતા. મૃદંગોના ધ્વનિથી ગુંજાયમાન વાતાવરણમાં – યાવત્ – મનુષ્યસંબંધિ કામભોગોને ભોગવતા અને રાજમાર્ગોનું અવલોકન કરતો વિચરી રહ્યો હતો.
ત્યારે તે મેઘકુમારે તે અનેક ઉગ્રવંશીઓ, ભોગવંશીઓને – યાવત્ – એક જ દિશા તરફ જતા જોઈને કંચુકી પુરુષને બોલાવ્યો, બોલાવીને આ પ્રમાણે પૂછ્યું કે, હે દેવાનુપ્રિય! શું આજ રાજગૃહ નગરમાં ઇન્દ્રમહોત્સવ છે અથવા અન્ય કોઈ મહોત્સવ છે – યાવતુ – એક જ દિશામાં એક જ તરફ મુખ રાખીને બધાં નીકળી રહ્યા છે.
ત્યારપછી તે કંચુકી પુરુષે શ્રમણ ભગવંત મહાવીરના આગમનનો વૃત્તાંત જાણીને મેઘકુમારને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! આજ રાજગૃહનગરમાં ઇન્દ્રમહ અથવા – થાવત્ -- ગિરિયાત્રા આદિ નથી, જેના કારણે આ ઉગ્રવંશીય, ભોગવંશીય – યાવત્ – એક જ દિશામાં, એક તરફ મુખ કરીને જઈ રહ્યા નથી, પરંતુ હે દેવાનુપ્રિય ! આદિકર, તીર્થકર શ્રમણ ભગવંત મહાવીર અહીં આવ્યા છે – અહીં પધાર્યા છે – અહીં સમવસર્યા છે અને આ જ રાજગૃહનગરના ગુણશિલા નામના ચૈત્યમાં યથાયોગ્ય અવગ્રહ ધારણ કરીને તપ અને સંયમ દ્વારા પોતાના આત્માને ભાવિત કરતા વિચરી રહ્યા છે. ૦ મેઘનો ભગવંત સમીપે પ્રવજ્યા સંકલ્પ :
- ત્યારપછી તે મેઘકુમાર કંચુકી પુરુષની આ વાત સાંભળીને અને અવધારીને કૌટુંબિક પુરુષોને બોલાવે છે, બોલાવીને તેઓને આ પ્રમાણે કહ્યું–
હે દેવાનુપ્રિયો ! જલ્દીથી ચતુર્ઘટ અશ્વરથને જોડીને ઉપસ્થિત કરો. તેઓ “તહત્તિ” કહીને રથને લાવે છે.
ત્યારપછી મેઘકુમારે સ્નાન કર્યું - યાવત્ – સર્વ અલંકારોથી વિભૂષિત થઈને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org