________________
૧૮૨
આગમ કથાનુયોગ-૩
ચતુર્ઘટ અશ્વરથ પર આરૂઢ થયો અને કોરંટપુષ્પની માળાઓથી યુક્ત છત્રને મસ્તક પર ધારણ કરી ઘણાં જ સુભટો અને બંદીજનોની સાથે રાજગૃહનગરના મધ્યમાંથી નીકળ્યો, જ્યાં ગુણશીલ ચૈત્ય હતું. ત્યાં આવ્યો, આવીને શ્રમણ ભગવંત મહાવીરના છત્રાતિછત્ર અને પતાકાતિપતાકા આદિ અતિશયો અને વિદ્યાધર, ચારણ, ઋદ્ધિઘારી મુનિઓ અને જંભકદેવોને નીચે આવતા અને ઉપર જતા જોઈને ચતુર્ઘટ રથથી નીચે ઉતર્યો.
ઉતરીને પાંચ પ્રકારના અભિગમપૂર્વક શ્રમણ ભગવંત મહાવીરની અભિમુખ ચાલ્યા. જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા. ત્યાં આવ્યા, આવીને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત આદક્ષિણ-પ્રદક્ષિણા કરી, વંદન–નમસ્કાર કર્યા, કરીને શ્રમણ ભગવંત મહાવીરની અતિ નીકટ કે અતિ દૂર નહીં તેવા યોગ્ય સ્થાને શુશ્રુષા કરતો, કિંચિત્ નમીને અંજલિ કરતો સન્મુખ બેસીને વિનયપૂર્વક ઉપાસના કરવા લાગ્યો.
ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીરે મેઘકુમારને અને મોટી પાર્ષદાને વિચિત્ર પ્રકારનો ધર્મ કહ્યો – જે પ્રકારે જીવ કર્મોથી બંધાય છે, જે પ્રકારે મુક્ત થાય છે અને જે પ્રકારે સંકુલેશ પ્રાપ્ત કરે છે – ઇત્યાદિ ધર્મકથા સમજી લેવી – યાવત્ – પર્ષદા પાછી ફરી.
ત્યારપછી તે મેઘકુમાર શ્રમણ ભગવંત મહાવીર પાસેથી ધર્મશ્રવણ કરીને, અવધારણ કરીને હર્ષિત–સંતુષ્ટ થઈને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત આદક્ષિણપ્રદક્ષિણા કરી, વંદન–નમસ્કાર કર્યા, કરીને કહ્યું, હે ભગવંત ! હું નિગ્રંથ પ્રવચનની શ્રદ્ધા રાખું છું – યાવત્ – હે દેવાનુપ્રિય ! હું માતાપિતાની આજ્ઞા લઈ લઉં. ત્યારપછી મુંડિત થઈને, ગૃહત્યાગ કરીને આનગારિક પ્રવજ્યા અંગીકાર કરીશ.
હે દેવાનુપ્રિય ! સુખ ઉપજે તેમ કરો, પણ વિલંબ ન કરો. ૦ મેઘનું માતાપિતાને નિવેદન :
ત્યારપછી તે મેઘકુમાર શ્રમણ ભગવંત મહાવીરને વંદન–નમસ્કાર કરે છે, વંદનનમસ્કાર કરીને જ્યાં ચતુર્ઘટવાળો અશ્વરથ હતો ત્યાં આવ્યો, આવીને ચતુર્ઘટવાળા અશ્વરથ પર આરૂઢ થઈને મહાન સુભટો અને વિશાળજન સમૂહવાળા પરિવાર સાથે રાજગૃહ નગરની મધ્યમાં થઈને જ્યાં પોતાનું ભવન છે ત્યાં આવે છે, આવીને ચાતુર્વેટિક રથથી નીચે ઉતરે છે, ઉતરીને જ્યાં માતાપિતા છે ત્યાં આવે છે, આવીને માતાપિતાને પ્રણામ કરે છે, પ્રણામ કરીને આ પ્રમાણે કહ્યું –
હે માતાપિતા ! મેં શ્રમણ ભગવંત મહાવીર પાસેથી ધર્મશ્રવણ કરેલ છે, હું તે ધર્મને ઇચ્છું છું, વિશેષ કરીને ઇચ્છું છું. મને તે ધર્મની અભિરુચિ છે ત્યારે તે મેઘકુમારના માતાપિતાએ કહ્યું
હે પુત્ર! તું ધન્ય છે, હે પુત્ર ! તું પુણ્યશાળી છે, હે પુત્ર! તું કૃતાર્થ છે, પુત્ર! તું કૃતલક્ષણ છે કે તેં શ્રમણ ભગવંત મહાવીર પાસેથી ધર્મ સાંભળ્યો અને તે ધર્મ તને ઇષ્ટ, વિશેષે ઇષ્ટ અને રુચિકર લાગ્યો છે. ત્યારે તે મેઘકુમારે બીજી વખત પણ માતાપિતાને આ પ્રમાણે કહ્યું
હે માતાપિતા ! મેં શ્રમણ ભગવંત મહાવીર પાસેથી ધર્મશ્રવણ કરેલ છે, તે ધર્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org