________________
૧૮૦
આગમ કથાનુયોગ-૩
વાયુથી ફરકતી અને વિજયની સૂચક વૈજયંતી પતાકાઓથી અને છત્રાતિછત્રોથી યુક્ત હતા, પોતાના શિખરોથી આકાશતલનું પણ ઉલ્લંઘન કરતા હોય તેવા ઊંચા હતા. તેની જાળીઓમાં મધ્યમાં રત્નોના પીંજર નેત્ર જેવા લાગતા હતા. તેમાં મણિઓ અને સુવર્ણની સ્કૂપિકાઓ હતી. તેમાં ચિત્રિત કરાયેલ શતપત્ર અને પુંડરિક સાક્ષાત્ કમળ જેવા વિકસિત હતા. તે તિલકરત્નોથી રચિત, અર્ધ ચંદ્રાકારવાળા સોપાનોથી યુક્ત હતા. વિવિધ પ્રકારની મણિમય માળાઓથી અલંકૃત્ હતા. અંદર અને બહારથી સ્નિગ્ધ હતા. તેના પટ્ટાંગણમાં તપેલા સુવર્ણ જેવી લાલ રેતી બિછાવેલી હતી. તેનો સ્પર્શ સુખદ તો, શોભનરૂપ હતું. તે પ્રાસાદીય – યાવત્ – રમણીય હતા.
તે સિવાય એક બીજા પણ વિશાળ ભવનનું નિર્માણ કરાવ્યું. તે ભવન સેંકડો સ્તંભોથી સત્રિવિષ્ટ હતું, તે સ્તંભ પર લીલાયુક્ત અનેક પુતળીઓ બનેલી હતી, ઊંચી અને સુનિર્મિત વજરત્નની વેદિકાઓ અને તોરણો હતા, મનોહર નિર્મિત પૂતળિયો સહિત ઉત્તમ, જાડા અને પ્રશસ્ત વૈડૂર્યરત્નના સ્તંભ હતા. વિવિધ પ્રકારના મણિઓ, સુવર્ણ તથા રત્નોથી જડાયેલા હોવાથી ઉજ્વલ દેખાતા હતા. તેનો ભૂમિભાગ એકદમ સમ, વિશાળ, નિચિત અને રમણીય હતો. તે ભવનમાં ઇહામૃગ, વૃષભ, તુરગ, મનુષ્ય, મગર, પક્ષી, બલાહક, કિન્નર, સસ, સરભ, અમર, કુંજર, વનલતા, પાલતા આદિ ચિતરેલા હતા.
– સ્તંભ પર બનેલી વજરત્નયુક્ત વેદિકા વડે યુક્ત હોવાથી તે રમણીય જણાતો હતો. સમશ્રેણીમાં રહેલ, વિદ્યાધરોના યુગલ યંત્ર દ્વારા ચાલતા દેખાતા હતા. હજારો કિરણોથી વ્યાપ્ત અને હજારો ચિત્રોથી યુક્ત હોવાને કારણે તે ભવન દીપ્યમાન અને અતીવ દૈદીપ્યમાન હતું, તે ભવન નયનાકર્ષક, સુખપ્રદ સ્પર્શયુક્ત, શોભાસંપન્નરૂપવાળું હતું, તેમાં સુવર્ણ—મણિ અને રત્નોની સ્કૂપિકાઓ હતી. તેનું શિખર વિવિધ પ્રકારની, પંચવર્ણી ઘંટાઓથી યુક્ત પતાકાઓ વડે સુશોભિત હતું. તે ચારે તરફ ધવલ દૈદીપ્યમાન કિરણોના સમૂહને ફેલાવતું હતું. લિંપેલ–પોતેલ અને ચંદરવાઓથી યુક્ત હતું – યાવત્ – ગંધવર્તિકા સમાન લાગતું હતું. પ્રાસાદીય – યાવત્ – રમણીય હતું.
ત્યારપછી મેઘકુમારના માતાપિતાએ શુભતિથિ, કરણ, નક્ષત્ર, મુહૂર્તમાં સદશ, સમાન વયવાળી, સમાન ત્વચાવાળી, સમાન રૂપ, લાવણ્ય, યૌવન અને ગુણવાળી તથા પોતાના સમાન રાજકૂળોમાંથી લવાયેલી આઠ શ્રેષ્ઠ રાજકન્યાઓ સાથે મેઘકુમારનો એક જ દિવસે, આઠ અંગોમાં અલંકાર ધારણ કરનારી સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા કરાતા મંગલ ગાનપૂર્વક અને માંગલિક પદાર્થોના પ્રયોગ દ્વારા પાણિગ્રહણ કરાવ્યું. ૦ પ્રીતિદાન :
ત્યારપછી તે મેઘકુમારના માતાપિતાએ આ પ્રમાણેનું પ્રીતિદાન આપ્યું, આઠ કરોડ હિરણ્ય, આઠ કરોડ સુવર્ણ ઇત્યાદિ ગાથાનુસાર જાણવું. (જુઓ મહાબલ કથા – સુદર્શનનો પૂર્વભવ) – યાવત્ પ્રેષણકારિણી તથા બીજું પણ વિપુલ ધન, સુવર્ણ, રત્ન, મણિ, મોતી, શંખ, મૂંગા, માણિક આદિ ઉત્તમ સારભૂત દ્રવ્ય આપ્યું, જે સાત પેઢી સુધી દાન દેવા, ભોગવવા, ઉપભોગ કરવા - વહેંચણી કરવા માટે પર્યાપ્ત હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org