________________
૧૭૮
આગમ કથાનુયોગ-૩
અલંકારોથી વિભૂષિત થઈને ઘણાં વિશાળ ભોજન મંડપમાં તે વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ભોજનનું મિત્ર, જ્ઞાતિજન, નિજક, સ્વજન, સંબંધી, પરિજનો, સેના, ઘણાં ગણનાયક, દંડનાયક, રાજા, ઈશ્વર, તલવર, માડંબિક, કૌટુંબિક, મંત્રી, મહામંત્રી, ગણક, દૌવારિક, ચેટ, અમાત્ય, પીઠમક, નગર, નિગમ, શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહ, સંધિપાલ, દૂત આદિ સાથે આસ્વાદન, વિસ્વાદન, પીરસવું, પરિભોગ કરવો આદિ દ્વારા વિચરે છે.
આ પ્રમાણે ભોજન કર્યા પછી બેસવાના સ્થાન પર આવ્યા, હાથમુખ ધોઈ સ્વચ્છ થયા, પરમ પવિત્ર થયા અને પછી તે મિત્ર, જ્ઞાતિજન, નિજક, સ્વજન, સંબંધી, પરિજન, સેના અને ઘણાં ગણનાયક – યાવત્ – સંધિપાલ આદિનું વિપુલ પુષ્પ, ગંધ, માળા, અલંકારોથી સત્કાર અને સન્માન કર્યું, સત્કાર અને સન્માન કરીને આ પ્રમાણે શું–
જ્યારે અમારો આ પુત્ર ગર્ભમાં આવ્યો ત્યારે તેની માતાને અકાળ મેઘ સંબંધિ દોહદ ઉત્પન્ન થયેલ, તેથી આ પુત્રનું નામ “મેઘ' રાખવું જોઈએ. આ પ્રમાણે તે બાળકના માતાપિતા યથારૂપ એવું આ ગુણ નિષ્પન્ન નામકરણ કરે છે. ૦ મેઘનો ઉછેર :
ત્યારપછી તે મેઘકુમારને પાંચ ધાવમાતાએ ગ્રહણ કર્યો. તે આ પ્રમાણે – ક્ષીરધાત્રી, મંડનધાત્રી, મજ્જનધાત્રી, ખેલાવણધારી અને અંકધાત્રી. આ બધી મેઘકુમારનું પાલનપોષણ કરવા લાગી. તે સિવાય બીજી પણ ઘણી કુન્જા, ચિલાતિકા, વામન, વડભી, બર્બરી, બકુશી, યોનિકી, પલ્હવિકી, ઈસવિકી, થારુકિણી, લ્હાસકી, લકુશી, દ્રવિડી, સિંહલી, અરબી, પુલિંદી, પક્કણી, બહલી, મુડી, શબરી, પારસી આદિ અનેક દેશોની – વિદેશોની ઇંગિત, ચિંતિત, પ્રાર્થિત – પોતપોતાના દેશના વેષને ધારણ કરનારી, નિપુણ, કુશળ, વિનયી દાસીઓ, સ્વદેશી દાસીઓ, વર્ષધરો, કંચુકિઓ, મહત્તરકોના સમુદાયથી ઘેરાયેલ રહેતો અને એક હાથથી બીજા હાથમાં ગ્રહણ કરાતો, એક ગોદથી બીજી ગોદમાં લેવાતો, બહેલાવાતો, ચલાવાતો, લાલન-પાલન કરાતો અને રમણિય મણિ જડિત ભૂમિ પર ચલાવાતો, વાયુરહિત અને વ્યાઘાતરહિત ગિરિ કંદરામાં સ્થિત ચંપકવૃક્ષની સમાન સુખપૂર્વક ઉછરવા લાગ્યો.
ત્યારપછી તે મેઘકુમારના માતાપિતા અનુક્રમે નામકરણ, પારણામાં સુવડાવવો, પગ વડે ચલાવવો, ચૂલોપનયન આદિ આદિ સંસ્કાર મહાન્ ઋદ્ધિ, સત્કાર અને ઉલ્લાસપૂર્વક કરે છે. ૦ મેઘ દ્વારા કલા ગ્રહણ :
ત્યારપછી સાધિક આઠ વર્ષનો થયો ત્યારે માતાપિતાએ મેઘકુમારને શુભતિથિ, કરણ, મુહૂર્તમાં કળાચાર્ય પાસે મોકલ્યો.
ત્યારે તે કલાચાર્ય મેઘકુમારને ગણિત જેમાં પ્રધાન છે એવી લેખા આદિ શકુનિર્ત પર્યત ૭૨ કળાઓને સૂત્રથી, અર્થથી અને કરણથી સિદ્ધ કરાવે છે, શિખડાવે છે, તે કળાઓ આ પ્રમાણે છે–
૧. લેખન, ૨. ગણિત, ૩. રૂપ બદલવું, ૪. નાટક, ૫. ગાયન, ૬. વાદ્ય વગાડવું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org