________________
શ્રમણ કથાઓ
૧૭૭
વિપુલ પુષ્પ, વસ્ત્ર, ગંધ, માળા તથા અલંકારો વડે સત્કાર અને સન્માન કર્યું, દાસીપણાથી મુક્ત કરી, પુત્ર પૌત્ર સુધી ચાલતી રહે તેટલી આજીવિકાનું સાધન આપીને વિદાય કરી. ૦ મેઘનો જન્મોત્સવ :
ત્યારપછી તે શ્રેણિક રાજા પ્રભાતકાળના સમયે કૌટુંબિક પુરુષોને બોલાવે છે, બોલાવીને તેમને આ પ્રમાણે કહ્યું
હે દેવાનુપ્રિયો ! જલ્દીથી રાજગૃહનગરને જળ વડે આસિત કરો. સાફ, સ્વચ્છ કરો, લીપ, સુગંધિત દ્રવ્યની ગંધથી સુગંધની ગુટિકા સમાન કર. નટ, નર્તક, જલ, મલ, મુષ્ટિક, વિદૂષક, લવક, લાસક, આખ્યાયક, લેખ, મંખ, તૃણવાદ્ય અને તુંબવીણા તથા અનેક તાલાચરના ગીત-ગાનયુક્ત કરો અને કરાવો, કારાગારને શુદ્ધ કરો, કેદીઓને છોડી દઈને તોલમાપમાં વૃદ્ધિ કરો. આ બધું જ કરીને મારી આજ્ઞા પ્રમાણે કાર્ય થયાનું નિવેદન કરો.
ત્યારપછી તે કૌટુંબિક પુરુષ શ્રેણિક રાજાની વાતને સાંભળીને હર્ષિત, સંતુષ્ટ, આનંદિત ચિત્તવાળા, પ્રીતિયુક્ત મનવાળા થયા, પરમસૌમનસ અને હર્ષના વશથી વિકસિત હૃદયવાળા થયા અને રાજાની આજ્ઞાનુસાર કાર્ય થયાનું નિવેદન કર્યું.
ત્યારપછી તે શ્રેણિકરાજા અઢાર શ્રેણિ–પ્રશ્રેણિજનોને બોલાવે છે, બોલાવીને તેમને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! તમે લોકો જાઓ અને રાજગૃહ નગરની અંદર અને બહાર ઉત્સુલ્ક, ઉત્કર, ભટોના પ્રવેશરહિત, દંડકુદંડરહિત, ઋણમુક્ત, અધારણીય કરવાની ઘોષણા કરી દો તથા સર્વત્ર મૃદંગ આદિ વાદ્ય વગડાવો, ચારે તરફ વિકસિત તાજા ફૂલોની માલા લટકાવો, ગણિકા આદિ સહિત નાટક કરાવો, લોકોને હર્ષસહિત ક્રિડામાં રત રહેવા કહો. આ પ્રમાણે યથાયોગ્ય દશ દિવસની સ્થિતિપતિતા કરો અને કરાવો. પછી મારી આજ્ઞાનુસાર કાર્ય થયાનું મને જણાવો. તેઓએ પણ તેમ કર્યું અને રાજાની આજ્ઞા પાછી સોંપી.
ત્યારપછી તે શ્રેણિક રાજા બાહ્ય ઉપસ્થાનશાળામાં પૂર્વ દિશા તરફ મુખ રાખીને શ્રેષ્ઠ સિંહાસને બેઠો, બેસીને સેંકડો, હજારો અને લાખો દ્રવ્યોનું દાન યાચકો આદિને દેતો અને ભેટરૂપે ગ્રહણ કરતો-કરતો વિચરવા લાગ્યો. ૦ મેઘના જન્મ સંસ્કાર તથા નામકરણ :
ત્યારે તે બાળકના માતાપિતા પહેલા દિવસે જાતકર્મ કરે છે, બીજે દિવસે રાત્રિ જાગરણ કરે છે, ત્રીજા દિવસે ચંદ્ર-સૂર્યના દર્શન કરે છે, આ પ્રમાણે અશુચિ જાતકર્મની ક્રિયા સંપન્ન થઈ ગયા બાદ બારમે દિવસે વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ભોજ્ય પદાર્થ તૈયાર કરાવે છે, તૈયાર કરાવીને મિત્ર, જ્ઞાતિજન, નિજક, સ્વજન, સંબંધી, પરિજન, સેના અને ઘણાં જ ગણનાયક, દંડનાયક, રાજા, ઈશ્વર, તલવર, માડંબિક, કૌટુંબિક, મંત્રી, મહામંત્રી, ગણક, દૌવારિક, અમાત્ય, ચેટ, પીઠમર્દક, નગર, નિગમ, શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહ, દૂત, સંધિપાલ આદિને આમંત્રિત કરે છે.
ત્યારપછી સ્નાન કરી, બલિકર્મ કરી, કૌતુક, મંગલ, પ્રાયશ્ચિત્ત કરીને સર્વ
Jain
on International
For Private & Personal Use Only
www.jainelibrary.org